બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / gandhinagar balika Divas celebration vidhansabha, 182 female students held the assembly session

ગાંધીનગર / ગુજરાતમાં આજે બાલિકાઓ બની મુખ્યમંત્રી, મંત્રી અને ધારાસભ્ય, વિધાનસભાના હટકે કાર્યક્રમને આ રેકોર્ડસમાં મળ્યું સ્થાન

Vaidehi

Last Updated: 06:04 PM, 24 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે વિશ્વ બાલિકા દિવસની ઊજવણી ગાંધીનગરમાં વિશેષરૂપે કરવામાં આવી, 182 જેટલી વિદ્યાર્થીનીઓને ધારાસભ્ય, મંત્રી અને મુખ્યમંત્રી બનાવી વિધાનસભાનું સંચાલન કરવામાં આવ્યું.

  • આજે ગાંધીનગર ખાતે વિશ્વ બાલિકા દિવસની વિશેષ ઊજવણી
  • 182 જેટલી વિદ્યાર્થીનીઓએ વિધાનસભાનું સંચાલન કર્યું
  • અનોખા કાર્યક્રમને ઈન્ડિયા બૂક ઓફ રેકોર્ડસમાં સ્થાન મળ્યું

વિશ્વ બાલિકા દિવસ પર ગાંધીનગરમાં અનોખી ઉજવણી કરવામાં આવી. ગુજરાત વિધાનસભા ખાતે 'તેજસ્વિની વિધાનસભા' અંતર્ગતનાં કાર્યક્રમમાં ૧૮૨ વિદ્યાર્થીનીઓને ધારાસભ્ય, મંત્રી અને મુખ્યમંત્રી બનાવી વિધાનસભાનું સંચાલન કરવામાં આવ્યું હતું. સાથે જ બાલિકા પંચાયતની શરૂઆત પણ કરાવવામાં આવી. ગર્વની વાત તો એ છે કે તેજસ્વિની વિધાનસભાનાં આ અનોખા કાર્યક્રમને ઈન્ડિયા બૂક ઓફ રેકોર્ડસમાં સ્થાન પણ આપવામાં આવ્યું.

CM ભુપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યાં
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં વિશ્વ બાલિકા દિવસની તેજસ્વિની વિધાનસભા અંતર્ગત આજે શાનદાર ઉજવણી કરવામાં આવી. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા થયેલી આ ઉજવણી વિધાનસભા ખાતે કરવામાં આવી જેમાં રાજ્યની વિવિધ જિલ્લાઓમાં થી ૧૮૨ બાલિકાઓ ને ધારાસભ્ય બનાવી મંત્રીને મુખ્યમંત્રી બનાવવામાં આવી. યુવતીઓમાં સંસદીય પ્રણાલીની જાગૃતિ અને પંચાયતથી પાર્લામેન્ટ સુધી મહિલાઓની સહભાગીતામાં વધારો કરવાનાં ઉદેશ્યથી આ કાર્યક્રમ ગુજરાત સરકાર દ્વારા યોજવામાં આવ્યો હતો.

રાજ્યમાં બાલિકા પંચાયતની શરૂઆત
પંચાયત કક્ષાએ બાલિકાઓની સહભાગીતા વધારવા તમામ જિલ્લાઓમાં બાલિકા પંચાયત શરૂ કરવાનું આયોજન પરંતુ હાલ રાજ્યમાં ૧૩ પંચાયતોમાં બાલિકા પંચાયત શરૂ કરવામાં આવી સાથે લોગો પણ લોંચ કરવામાં આવ્યો. બાલિકા પંચાયત માં પંચાયત ના સભ્યો જેટલી જ બાલિકાઓ ની નિમણુંક કરી ગામ માં મહિલાઓ ની જાગૃતિ માટે કામ કરવામાં આવશે. તેજસ્વિની વિધાનસભા માં સહભાગી થયેલી વિદ્યાર્થીનીઓએ પણ પ્રોત્સાહિત થઈ હતી.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વિધાનસભામાં બાલિકાઓનાં આત્મવિશ્વાસને આવકાર્યો હતો. સાથે જ મુખ્યમંત્રીએ હસતા હસતા ટકોર કરતાં કહ્યું હતું કે, " સાચા અર્થમાં મહિલાઓ શાસન કરે તેવા પ્રયત્નો આપણે સૌએ કરવા જોઈએ." તેમણે કહ્યું કે- આ પ્રકારના આયોજનથી દીકરીઓ લોકતાંત્રિક મૂલ્યોથી માહિતગાર થશે, તેમને રાજ્ય અને રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપવાની પ્રેરણા મળશે અને વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના નિર્માણ માટે તેઓ વધુ સમર્થ બનશે. કાર્યક્રમ વિશે વાતચીત કરતાં  મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયાએ કહ્યું કે, "અમદાવાદ સમરસ છાત્રાયલની વિદ્યાર્થીઓ તેમજ સમગ્ર ગુજરાતની બાલિકા પંચાયતની દીકરીઓ કાર્યક્રમમાં જોડાઈ હતી."

વધુ વાંચો: લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં મહા ભંગાણ, પૂર્વ ધારાસભ્ય સહિત 1500 કાર્યકરોએ કર્યો કેસરિયો, સી આર પાટીલે કહ્યું કોઈ નિરાશ નહીં થાય

ગુજરાત વિધાનસભાનાં અધ્યક્ષ શંકર ચૌઘરીએ કહ્યું, આપણને આનંદ થાય તેવી રીતે બાલિકાઓએ આજે વિધાનસભાનું સંચાલન કર્યું. આવનારા સમયમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ રાજકારણમાં વધવાનું છે. તેથી નવી પેઢીને એ અંગે જાગૃતી આપવામાં આવે, આવનારા સમયમાં મહિલાઓ પોતે આગળ આવી શકે તે માટે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ