વીડિયોમાં એક બાળક ખૂબ મજેદાક રીતે મોબાઈલમાં વીડિયો રેકોર્ડિંગ કરતો જોવા મળી રહ્યો છે. તમે જોઈ શકો છો કે બાળત જમીન પર આળોટીને વીડિયો રેકોર્ડ કરી રહ્યો છે.
ભારે ટેલેન્ટેડ કેમેરામેન
જમીન પર સુઈને કર્યો વીડિયો શૂટ
આ વીડિયો જોઈને હસવું નહીં રોકી શકો
સોશિયલ મીડિયા પર દરરોજ કંઈક ને કંઈક વાઈરલ થાય છે જેને જોઈને લોકોને મજા આવી જાય છે. આજકાલ એક એવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને હસીને તમારું પેટ દુખવા લાગશે. આ વીડિયોમાં એક બાળક ફની રીતે મોબાઈલમાં વીડિયો રેકોર્ડિંગ કરતો જોવા મળી રહ્યો છે. તમે જોઈ શકો છો કે બાળક જમીન પર સઈને વીડિયો રેકોર્ડ કરી રહ્યો છે.
બાળકનો ફની અંદાજ વાયરલ
વીડિયો કોઈ ફંકશનનો હોય તેવું લાગે છે. તમે જોઈ શકો છો કે ઘણા બાળકો આ ફંક્શનમાં ડાન્સ કરી રહ્યા છે. ઘણા લોકો ગ્રુપમાં ડાન્સ કરતા પણ જોવા મળી રહ્યા છે. આ દરમિયાન લોકોના આકર્ષણનું કેન્દ્ર હાથમાં મોબાઈલ લઈને આળટતુ બાળક બની ગયું છે. તમે જોઈ શકો છો કે બાળક હાથમાં મોબાઈલ લઈને ડાન્સ કરી રહેલા લોકોનો વીડિયો બનાવી રહ્યો છે. આ દરમિયાન તે ખૂબ જ ફની અંદાજમાં વીડિયો બનાવતો જોવા મળે છે.
તમે જોશો કે બાળક ક્યારેક જમીન પર સૂઈને તો ક્યારેક બેસીને વીડિયો બનાવી રહ્યું છે. આ દરમિયાન તે કમર હલાવતો પણ જોવા મળે છે. બાળક એવા ફની રીતે વીડિયો બનાવતો જોવા મળે છે કે ડાન્સ કરી રહેલા લોકોનું ધ્યાન પણ તેની તરફ જાય છે. આ પછી તે હસતા બાળક તરફ જોવા લાગે છે. ત્યાંજ બાળક આ બધાથી અજાણ ફક્ત તેના કામમાં મસ્ત છે. તેને કોઈ ચિંતા નથી કે લોકો તેના પર હસે છે.
વીડિયો જોઈ આવી રહી છે લોકોની પ્રતિક્રિયા
વીડિયોના અંતમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ બાળકના હાથમાંથી મોબાઈલ છીનવી લે છે. જે પછી વીડિયો પુરો થાય છે. આ વીડિયોને be_harami નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. વીડિયો શેર કરવાની સાથે કેપ્શનમાં લખ્યું છે, 'હેવી કેમેરામેન'. આ વીડિયો એટલો ફની છે કે તે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે લોકો તેને શેર કરી રહ્યા છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 95 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.