ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / નિયમ બદલાયો, હવેથી તુરંત ભરવું પડશે આ ફોર્મ, નહીતર પૈસા કપાઇ જશે!

કામની વાત / નિયમ બદલાયો, હવેથી તુરંત ભરવું પડશે આ ફોર્મ, નહીતર પૈસા કપાઇ જશે!

Published By: Jinal Chauhan

Last Updated: 12:59 PM, 6 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે બેંક, પોસ્ટ ઓફિસ, PF અથવા અન્ય કોઈ રીતે વ્યાજ પરથી કમાણી કરો છો, તો TDS કપાતથી બચવા માટે એક ફોર્મ ભરવું જરૂરી છે. હવે આ ફોર્મ આ નાણાકીય વર્ષથી બદલાઈ ગયું છે.

ADVERTISEMENT

નવું નાણાકીય વર્ષ શરૂ થયા ને એક મહિના કરતા પણ વધુ સમય થઈ ગયો છે અને ઇન્કમ ટેક્સના નવા નિયમો પણ લાગુ થયા ને હવે એક મહિના કરતાં વધુ સમય થઈ ગયો છે. આ દરમિયાન એક એવો ફેરફાર થયો છે જેના વિશે ઘણા લોકોને હજુ ખબર નથી. જો તમે આ બદલાવ વિશે જાણતા નહીં હોવ અને સમયસર પગલું નહીં લો તો તમને મોટું નુકસાન થઈ શકે છે અને સરકાર તમારી કમાણીમાંથી થોડો ભાગ કાપી શકે છે.

હકીકતમાં TDS અંગે હવે નવું ફોર્મ બહાર પાડવામાં આવ્યું છે. જો તમે વ્યાજ પરથી કમાણી કરો છો અથવા બેંક, પોસ્ટ ઓફિસ કે PF જેવી સંસ્થાઓ દ્વારા તમારું TDS કપાય છે તો હવે તમારે આ નવું ફોર્મ ભરવું પડશે. કારણ કે ઇન્કમ ટેક્સ 2026ના નિયમો મુજબ જૂનું ફોર્મ હવે બદલાઈ ગયું છે.

tds

નવું “ફોર્મ 121” હવે જૂના ફોર્મ 15G અને 15Hની જગ્યાએ આવ્યું છે. આ 4 પાનાનું ફોર્મ ઇન્ટરનેટ પર સરળતાથી મળી જાય છે અને તેને ભરવાની પ્રક્રિયા વધુ સરળ અને ઓછી ઝંઝટવાળી બનાવવામાં આવી છે. પહેલા 60 વર્ષથી ઓછી ઉંમરના લોકો માટે ફોર્મ 15G અને સિનિયર સિટિઝન માટે ફોર્મ 15H ભરવાનું રહેતું હતું.

આ ફોર્મ તરત કેમ ભરવું જોઈએ?

1 એપ્રિલ 2026 પછી મેચ્યોર થતી તમામ યોજનાઓ પર પહેલાની જેમ TDS લાગુ રહેશે. જો તમે સમયસર ફોર્મ નહીં ભરો તો ઇન્કમ ટેક્સ વિભાગ તમારી કમાણીમાંથી સીધો ઓછામાં ઓછો 10% TDS કાપી લેશે. એના કારણે તમારા ખાતામાં ઓછી રકમ જમા થશે. પછી આ પૈસા પાછા મેળવવા માટે તમને ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલ કરીને રિફંડ માંગવું પડશે. એટલે સમયસર ફોર્મ ભરવાથી તમે આ કપાતથી બચી શકો છો.

ફોર્મ 121 તમને TDS કપાતની ઝંઝટથી બચાવે છે અને પ્રક્રિયા સરળ બનાવે છે પરંતુ એ ત્યારે જ કામ કરે છે જ્યારે તમારી કુલ આવક ટેક્સ લાયક મર્યાદા કરતાં ઓછી હોય. તેમાં તમારા કે તમારા પરિવારના સભ્યોના નામે કરેલા રોકાણો જેવા કે ફિક્સ ડિપોઝિટ, વ્યાજ કે ડિવિડેન્ડથી મળતી આવક પણ સામેલ હોઈ શકે છે. EPF અથવા PPFમાંથી ઉપાડેલી રકમ પણ તેમાં આવરી શકાય છે. આ ફોર્મ ભરીને સમયસર જમા કરાવશો તો તમારી કમાણીમાંથી TDS કપાશે નહીં. એટલે કે, તમારા ખાતામાં આવતી રકમમાંથી સરકાર સીધી કપાત નહીં કરે અને તમને પછી રિફંડ માટે દોડધામ પણ કરવી નહીં પડે.

કોણ ભરી શકે છે ફોર્મ?

પરંતુ આ ફોર્મ દરેક વ્યક્તિ ભરી શકતો નથી. જો તમારી કુલ આવક ટેક્સ લાયક મર્યાદા કરતાં વધારે છે તો તમે ફોર્મ 121 માટે પાત્ર નથી. સાથે જ, તમે ભારતના નિવાસી હોવા જોઈએ અને TDS કપાત થાય તે પહેલાં જ ફોર્મ સબમિટ કરવું જરૂરી છે. એકવાર ટેક્સ કપાઈ જાય પછી, પૈસા પાછા મેળવવા માટે ITR ફાઇલ કરવું જ એકમાત્ર રસ્તો રહે છે.

VTV Job Vacancy

આ પણ વાંચોઃ ઈરાન-અમેરિકા વચ્ચે ઘટ્યાં ક્રૂડ ઓઇલના ભાવ, શું ઘટી જશે પેટ્રોલ-ડીઝલના ભાવ?

ફોર્મ 121માં શું શું છે?

ફોર્મ 121નો વ્યાપ ઘણો મોટો છે. તેમાં બેંકની ફિક્સ ડિપોઝિટ અને સેવિંગ એકાઉન્ટ પર મળતા વ્યાજથી લઈને પોસ્ટ ઓફિસના જમા પર મળતા વ્યાજ સુધી બધું આવરી લેવાય છે. ઉપરાંત શેરબજારમાંથી મળતા ડિવિડન્ડ અને બોન્ડ પર મળતા વ્યાજ પણ તેમાં સામેલ છે. જો તમારી ડિવિડેન્ડ આવક વર્ષમાં ₹10,000થી વધારે હોય તો TDS લાગુ પડે છે પરંતુ ફોર્મ 121 ભરવાથી આ કપાતથી બચી શકાય છે. મ્યુચ્યુઅલ ફંડ અને ભાડાની આવક માટે પણ આ જ નિયમ લાગુ પડે છે.

જો તમે તમારા PF ખાતામાંથી પૈસા કાઢો છો અને તે રકમ ₹50,000થી વધારે છે તેમજ તમે 5 વર્ષ પૂર્ણ કર્યા વગર પૈસા ઉપાડો છો, તો 10% TDS કપાય છે. જો PAN ન આપો તો આ કપાત 30% સુધી વધી શકે છે. પરંતુ સમયસર ફોર્મ 121 ભરવાથી તમે આ કપાતથી બચી શકો છો. જોકે જો સેવા 5 વર્ષથી વધુ હોય અથવા રકમ ₹50,000થી ઓછી હોય, તો TDS લાગુ પડતો નથી. ફોર્મ 121ના બે ભાગ છે. ભાગ ‘A’માં તમારી વ્યક્તિગત માહિતી અને આવકની વિગત હોય છે. તેમાં તમારો PAN નંબર, આવકની માહિતી, તમે ભરેલા ફોર્મની સંખ્યા અને છેલ્લા બે વર્ષના ઇન્કમ ટેક્સ રિટર્નની વિગતો સામેલ હોય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

income tax 2026 TDS new rules Form 121

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ