બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરા / Five members of the Patel family died in an accident on the Vadodara National Highway

દુઃખદ / કાળના મુખમાં સમાઈ ગયો પરિવાર: કન્ટેનર પાછળ ટક્કર બાદ પાંચ લોકોના નિધન, ચાર વર્ષની બાળકીનો આબાદ બચાવ

Vishal Khamar

Last Updated: 09:55 AM, 4 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરા નેશનલ હાઈવે પર મોડી રાત્રે જીવલેણ અકસ્માત સર્જાયો હતો. ત્યારે આ અકસ્માતમાં કારમાં સવાર પટેલ પરિવારનાં એક વર્ષનાં માસૂમ બાળક સહિત પાંચ લોકોનાં ઘટનાં સ્થળે મોત નિપજ્યા હતા.

ગત મોડી રાત્રે વડોદરા નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં એક જ પરિવારનાં પાંચ લોકોનાં મોત નિપજ્યા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે કારનો કચ્ચરઘાણ થઈ જવા પામ્યો હતો. ત્યારે અકસ્માતમાં બે ભાઈ અને બંનેની પત્નિ અનેક એક વર્ષનાં બાળકનું મોત થતા પરિવારજનોમાં શોક છવાઈ જવા પામ્યો હતો. 

પરિવારજનો વતનથી પરત આવી રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો

મળતી માહિતી મુજપ વડોદરા શહેરમાં રહેતો પરિવાર વતનમાંથી ગત મોડી રાત્રે પરત આવી રહ્યા હતા. તે દરમ્યાન વડોદરાથી જાંબુવા બ્રિજથી તરસાલી તરફ પરિવાર જઈ રહ્યો હતો. તે દરમ્યાન સાઈડમાં ઉભેલા કન્ટેનર પાછળ ધડાકાભેર કાર ધુસી જતા એક જ પરિવારનાં પાંચ સભ્યોનાં મોત નિપજ્યા હતા. 

મૃતકનાં નામ
પ્રજ્ઞેશભાઈ પટેલ (ઉ.વર્ષ.34)
મયુરભાઈ પટેલ (ઉ.વર્ષ.30 )
ઉર્વશીબેન પટેલ (ઉ.વર્ષ.31 )
ભૂમિકા પટેલ (ઉ.વર્ષ.28)

લવ પટેલ (ઉ.વર્ષ.01 )

ઈજાગ્રસ્તનું નામ
અસ્મિતા પટેલ (ઉ.વર્ષ.4)

તમામ મૃતકો વડોદરાનાં રહેવાસી
આ સમગ્ર મામલે મકરબા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. જેમાં તમામ મૃતકો વડોદરાનાં આજવા રોડ પર આવેલી મધુનગરનાં રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતુ. 

વધુ વાંચોઃ અંબરીશ ડેર હવે ભાજપમાં ? કોંગ્રસમાં મોટું ભંગાણ થવાની શક્યતા, આ નેતાએ કહ્યું એ જશે તો અમે પણ જઈશું

કારમાં સવાર ચાર વર્ષની બાળકીનો આબાદ બચાવ
નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાતા હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. તે બાબતની જાણ પોલીસને થતા પોલીસે તાત્કાલીક ઘટનાં સ્થળે પહોંચી ટ્રાફિક ક્લીયર કર્યો હતો. આ બનાવની જાણ વડોદરા ફાયર બ્રિગ્રેડને કરવામાં આવતા ફાયર બ્રિગ્રેડ તાત્કાલીક ઘટના સ્થળે પહોચી કામગીરી હાથ ઘરી હતી. ત્યારે અલ્ટો કારમાં સવાર એક વર્ષનાં માસૂમ બાળક સહિત પાંચ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. જ્યારે કારમાં સવાર ચાર વર્ષની બાળકી અસ્મિતાનો આબાદ બચાવ થયો હતો. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ