બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Finance Minister Nirmala Sitarams statement regarding former US President Barack Obamas statement

નિવેદન / '6 મુસ્લિમ દેશો પર બોમ્બ ફેંકવા વાળા હવે..' બરાક ઓબામા પર નાણાંમંત્રી સિતારમણનો શાબ્દિક હુમલો, બતાવી આંખો

Kishor

Last Updated: 11:39 PM, 25 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતના મુસ્લિમો સાથે ટ્રીટમેન્ટવાળા અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના નિવેદન પર નાણામંત્રી નિર્મલા સિતારમણે વળતો જવાબ આપ્યો હતો.

  • અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના વિવાદિત નિવેદનનો મામલો
  • નાણામંત્રી નિર્મલા સિતારમણે આપ્યો વળતો જવાબ
  • કોંગ્રેસ દ્વારા ડેટા વિહીન અને ફાલતુ મુદ્દા ઉઠાવવામાં આવે છે

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના ભારતના મુસ્લિમો સાથે ટ્રીટમેન્ટવાળા વિવાદિત નિવેદનને લઈને ભારતના નાણામંત્રી નિર્મલા સિતારમણે વળતો જવાબ આપ્યો છે. આ મામલે નિર્મલા સિતારમણે પ્રેસ કોન્ફરન્સ યોજી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થનમાં નિવેદન આપ્યું હતું કે કોંગ્રેસ દ્વારા ડેટા વિહીન અને ફાલતુ મુદ્દા ઉઠાવવામાં આવે છે. તેમણે એવું પણ કહ્યું કે ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસ સહિતના વિપક્ષ આવું જ કરે છે.

વડાપ્રધાન મોદી અત્યાર સુધીમાં 13 દેશોમાંથી સર્વોચ્ચ બહુમાન મેળવી ચૂક્યા છે

ટ્રીટમેન્ટવાળા વિવાદિત નિવેદન મુદ્દે તેઓએ જણાવ્યું હતું કે બરાક ઓબામાના શાસનકાળ દરમિયાન છ મુસ્લિમ બહુમતી ધરાવતા દેશોમાં બોમ્બ ધડાકા થયા હતા. નાણામંત્રીએ અમેરિકામાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં પીએમ મોદીએ આપેલા નિવેદનને ટાંકીને જણાવ્યું કે આ વેળાએ વડાપ્રધાન મોદીએ કહ્યું કે અમારી સરકાર સૌનો સાથ સૌનો વિકાસમાં વિશ્વાસ રાખે છે અને અમારી સરકાર કોઈ પણ કોમ્યુનિટી સાથે ભેદભાવમાં માનતી નથી. સાથે સાથે નાણામંત્રીએ એવું પણ જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદી અત્યાર સુધીમાં 13 દેશોમાંથી સર્વોચ્ચ બહુમાન મેળવી ચૂક્યા છે. જેમાં છ મુસ્લિમ બહુમતી ધરાવતા દેશોનો પણ સમાવેશ થાય છે.

ભાજપ વિરુદ્ધ ઓર્ગેનાઈઝ કેમ્પેઇન
કાયદો અને વ્યવસ્થા મામલે નિર્મલા સીતારામને નિવેદન આપ્યું કે રાજ્ય સ્તરે કેટલાક મુદ્દા ઉઠાવાઇ રહ્યા છે. જેના પર સંબંધિત અધિકારીઓ કામ પણ કરી રહ્યા છે. અન્ય લોકો વગર ડેટાએ આરોપ લગાવી રહ્યા છે. આવી બાબતોને તેઓએ ભાજપ વિરુદ્ધ ઓર્ગેનાઈઝ કેમ્પેઇન ગણાવ્યું હતું. તેઓએ કહ્યું કે ચૂંટણીમાં ભાજપ કે પીએમ મોદી સાથે મુકાબલો કરવાની અન્ય કોઈ પાર્ટીની તાકાત નથી. આથી તેઓ આવા પ્રકારના કેમ્પેઇન ચલાવે છે. જેમાં તમણે ખાસ કોંગ્રેસ પર આરોપ લગાવ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ