બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Finally, Vrinda got a new lease of life, from small bugs to the generosity of Kutch Patels living in the US.

VTVની મુહિમના પડઘા / અંતે વડીયાની વૃંદાને મળ્યું જીવનદાન, નાના ભૂલકાઓથી લઇને USમાં વસતા કચ્છી પટેલોની ઉદારતા રંગ લાવી

Vishal Khamar

Last Updated: 02:01 PM, 12 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમરેલીનાં વડિયા ગામે ખેડૂત પરિવારમાં જન્મેલી દિકરીને આજે નવજીવન મળ્યું છે. દીકરીનો જન્મ થતાની સાથે જ તેને સ્પાઈન મસ્ક્યુલર એટ્રોફીની આનુવંશિક બીમારીથી પીડાતી હતી. ત્યારે વૃંદાની માતા દ્વારા લોકોને મદદ કરવા માટે વિનંતી કરી હતી. ત્યારે દીકરી માટે ગુજરાત તેમજ વિદેશમાં વસતા અન્ય ગુજરાતીઓ દ્વારા ખુલ્લા હાથે દાની સરવાણી વહી હતી.

  • ગુજરાતમાં દાન કરનારા ભામાશાઓની સંવેદનાને કારણે વડીયાની વૃંદાનો જીવ બચ્યો
  • અમેરિકામાં વસતા કચ્છી પટેલ દાનવીરોએ પણ કર્યું હતું છુટ્ટા હાથે દાન
  • કેન્દ્ર સરકારે ઈંજેક્શન પર ઈમ્પોર્ટ ડ્યૂટી માફ કરીને કરી હતી મદદ

કહેવત છે કે "દીકરી વ્હાલનો દરિયો" કહેવત જાણે સાર્થક ઠરતી હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતમાં દાન કરનારા ભામાશાઓની સંવેદનાને કારણે વડીયાની વૃંદાનો જીવ બચ્યો હતો. ત્યારે વૃંદાને મસ્ક્યુલર એટ્રોફીની બીમારીમાં રૂા. 17.5 કરોડનું ઈંજેક્શન મળ્યું હતું. ત્યારે અમેરિકામાં વસતા કચ્છી પટેલ દાનવીરોએ છુટ્ટા હાથે દાન પણ કર્યું હતું.

દાન કરનાર ભામાશાઓની સંવેદનાને કારણે વડીયાની વૃંદાનો જીવ બચ્યો
અમરેલીનાં વડિયા ગામે સાધારણ ખેડૂત પરિવારમાં દીકરીનો જન્મ થતા સમગ્ર પરિવારમાં આનંદ છવાઈ જવા પામ્યો હતો. પરંતું વૃંદાને સ્પાઈન મસ્ક્યુલર એટ્રોફી નામની આનુવંશિક બીમારી થઈ હતી. VTV NEWS  એ પણ વૃંદાનો જીવ બચાવવા માટે દાનની અપીલ કરી હતી. જે બાદ આ સમાચાર લોકો સુધી પહોંચ્યા હતા.   ગુજરાતમાં દાન કરનારા ભામાશાઓની સંવેદનાને કારણે વડીયાની વૃંદાનો જીવ બચ્યો હતો. જેમાં અમેરિકામાં વસતા દાનવીરોએ પણ છુટ્ટા હાથે દાન કર્યું હતું.  ત્યારે 7 મહિનાની વૃંદાની મુંબઈમાં સારવાર થઈ હતી. તેમજ પરિવાર વૃંદાને લઈ મુંબઈતી વડિયા આવવા રવાના થયો છે. 

વૃંદાનો જીવ બચી જતા વડીયા પંથકમાં આજે દીવાળી જેવો ઉત્સવ
7 મહિનાની વૃંદા માટે વડીયામાં જન આંદોલન બનેલા કિસ્સામાં શાળાનાં બાળકોએ પણ દાન કર્યું હતું. કેન્દ્ર સરકાર દ્વારા પણ ઈંજેક્શન પર ઈમ્પોર્ટ ડ્યૂટી માફ કરીને મદદ કરી હતી.  તો મુખ્યમંત્રી રાહત ફંડમાંથી વૃંદાનો જીવ બચાવા માટે સરકારે પણ મદદ કરી હતી.  ત્યારે દીકરીનો જીવ બચી જતા વડીયા પંથકમાં આજે દીવાળી જેવો ઉત્સવ જોવા મળી રહ્યો ચે. 

શું છે સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી (SMA) ? 

  • સ્પાઈનલ મસ્ક્યુલર એટ્રોફી બાળકોમાં જોવા મળતી અસાધ્ય બીમારી છે. 
  •  બાળકોના સ્નાયુઓને નબળા પડે છે અને કરોડરજ્જુઓના સ્નાયુઓના હલનચલનમાં મુશ્કેલી ઉભી કરે છે.
  • બાળકોના મગજમાં રહેલા કોષો અને તેમની કરોડરજ્જુની નસો ઢીલી(નબળી) પડવા લાગે છે. 
  • બાળકોનું મગજ સ્નાયુઓની ગતિને નિયંત્રિત કરતા સંકેતો મોકલવાનું બંધ કરે છે. 
  • આધુનિક જમાનામાં આ બિમારીની કેટલીક મર્યાદિત સારવાર ઉપલબ્ધ છે, જે બિમારીની વૃદ્ધિને અટકાવે છે.

SMAના શું છે લક્ષણો ?

  • SMAના અમુક પ્રકારો છે. આ પ્રકારોને આધારે તેના લક્ષણો જોવા મળી રહ્યાં છે. આ અસાધ્ય બીમારીના લક્ષણો નીચે મુજબ છે :
  • હાથ અને પગની નબળાઇ
  • બેસવામાં, ચાલવામાં અને અન્ય કોઈપણ હિલચાલમાં મુશ્કેલી
  • સ્નાયુઓના હલનચલનમાં મુશ્કેલી
  • હાડકાં અને સાંધામાં તકલીફો, ખાસ કરીને કરોડરજ્જુમાં દુખાવો થવો
  • શ્વાસ લેવામાં તકલીફ
  • જે બાળકોમાં કરોડરજ્જુના સ્નાયુબદ્ધ એટ્રોફીના લક્ષણો હોય છે, તેઓ ધીમે-ધીમે એટલા અસમર્થ બને છે કે, તેમને શ્વાસ લેવા માટે વેન્ટિલેટરની જરૂર પડે છે. જોકે, બાળકોને લાંબા સમય સુધી વેન્ટિલેટર પર મૂકી શકાતા નથી, કારણ કે ટ્યૂબમાં ચેપનું જોખમ રહેલું છે.

વધુ વાંચોઃ કોણ છે પ્રફુલ પટેલ, જેમના હાથમાં છે લક્ષદ્વીપની કમાન: એક સમયે ગુજરાતનાં CMની રેસમાં આવ્યું હતું નામ

SMAના પ્રકારો 

  • સામાન્ય રીતે સ્પીનલ મસ્ક્યુલર એટ્રોફી અનેક પ્રકારના હોય છે, પરંતુ આ બધા પ્રકાર ઉંમરને આધારે લાગુ થાય છે. અમુક SMAથી બાળકોને સમસ્યાઓ પણ થઈ થઈ રહી છે.
  • પ્રકાર 1 - છ માસના બાળકોમાં જોવા મળતો આ પ્રથમ પ્રકારનો સ્પાઈનલ મસ્ક્યુલર એટ્રોફી છે. જોકે આ પ્રકારમાં બાળકોમાં બિમારીની ઘાતક અસરો જોવા મળે છે.
  • પ્રકાર 2 - આ 7થી 18 મહિનાના બાળકોમાં સામાન્ય છે. આ ટાઇપ 1 કરતા થોડું ઓછું જોખમી છે.
  • પ્રકાર 3 - 18 મહિનાથી વધુ ઉંમરના બાળકો આ પ્રકારના SMAથી પીડાય છે. જોકે તેમનામાં ઓછા લક્ષણો જોવા મળે છે.
  • પ્રકાર 4 - પુખ્ત લોકો આ પ્રકારના રોગથી પીડાય છે અને લક્ષણો નજીવા જ હોય છે 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ