બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Farmers are once again worried about unseasonal rains in Gujarat

આગાહી / ગુજરાતના આ જિલ્લાના ખેડૂતો રહે ઍલર્ટ: કમોસમી માવઠાને લઇ હજુ નહીં મળે રાહત, જુઓ શું કહે છે હવામાન વિભાગ

Malay

Last Updated: 07:53 AM, 5 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Unseasonal rainfall forecast: કમોસમી વરસાદની સાથે કરાની આગાહી કરતાં ફરી એકવાર ખેડૂતોનાં જીવ તાળવે ચોંટી ગયા છે.

  • રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહી
  • આજે અને આવતીકાલે વરસાદની આગાહી
  • 5 એપ્રિલે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી

ગુજરાતમાં ઉનાળો અને ચોમાસું સાથે ચાલતું હોય તેવું લાગી રહ્યું છે. એપ્રિલ શરૂ થયાને પાંચ દિવસ થયા છે. ત્યારે આ મહિને પણ વારંવાર વાતાવરણમાં પલટો આવવાના એંધાણ છે. એપ્રિલ શરું થયો છે હજુ તો ઉનાળાની ગરમીનો અહેસાસ થવાનો શરું થયો ત્યાં ફરી માવઠાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આજે અને આવતીકાલે વરસાદની આગાહી છે.

ફરી આવશે માવઠું, ગુજરાતમાં હજુ ૨૯-૩૦ માર્ચે <a class='blogTagLink' href='https://www.vtvgujarati.com/topic/કમોસમી-વરસાદ' title='કમોસમી વરસાદ'>કમોસમી વરસાદ</a> થવાની આગાહી I  Gujarat can again face the off seasonal rain, weather forecast says

કચ્છ અને ઉત્તર ગુજરાત સહિત અહીં વરસાદની આગાહી
હવામાન વિભાગે જણાવ્યું છે કે, વધુ એક વેસ્ટન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે. જેના કારણે 5 અને 6 એપ્રિલના ઉતર ગુજરાત અને કચ્છના વિસ્તારમાં માવઠુ થવાની શક્યતા છે. એટલે એવું કહી શકાય કે ફરી ગુજરાત માટે ભારે દિવસોની શરૂઆત થવા જઈ રહી છે. આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. બે દિવસ દરમિયાન મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, ભાવનગર, દ્વારકા, સુરત, તાપી અને ડાંગમાં વરસાદની આગાહી છે. હવામાન વિભાગની આગાહીને પગલે ખેડૂતોની માથે ચિંતાના વાદળો ઘેરાઈ ગયા છે. વરસાદની અને વાતાવરણમાં આવી રહેલા પલટાની સીધી અસર ખેડૂતો પર પડી રહી છે. 

ત્રણ દિવસમાં ગરમી વધાવાની શક્યતા
હવામાન વિભાગે આગામી ત્રણ દિવસમાં ગરમીમાં પણ વધારાની શક્યતા વ્યક્ત કરી છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર, અમદાવાદમાં ગરમીનો પારો 39 ડિગ્રી પહોંચવાની શક્યતા છે. બનાસકાંઠા, સાબરકાંઠા અને કચ્છમાં ભારે પવન ફૂંકાશે. 

અંબાલાલ પટેલે પણ કરી આગાહી
સાથે જ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ એપ્રિલ મહિનામાં હિટવેવ, ગરમી અને વરસાદની આગાહી કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલે  સાબરકાંઠા, બનાસકાંઠા, વડોદરા, આણંદ,મહીસાગર અને પંચમહાલમાં વરસાદની આગાહી કરી છે. આ સાથે અંબાલાલે કહ્યું કે, ઉત્તર સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રના દરિયા કિનારામાં વરસાદ થઈ શકે છે. 

અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં આ દિવસે કરા સાથે પડશે વરસાદ, નોંધી લેજો  તારીખો | Ambalal Patel predicts unseasonal rains in the state

એપ્રિલ મહિનાને લઈ શું કરી આગાહી? 
જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. આ સાથે એપ્રિલ મહિનામાં હિટવેવની આગાહી કરી છે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, એપ્રિલથી ગરમીમાં વધારો થશે. આ સાથે ઉમેર્યું હતું કે, 20 એપ્રિલ બાદ રાજ્યમાં 45 ડિગ્રી તાપમાન નોંધાવાની શક્યતા છે. આ સાથે કહ્યું હતું કે, ઉનાળામાં વિષમ તાપમાન વર્તાશે. 10 થી 16 એપ્રિલે ભારે પવન સાથે વરસાદની આગાહી પણ કરી છે. આ સાથે કહ્યું કે, ભારે પવન સાથે વરસાદ અને ગરમીનો મિશ્ર અનુભવાશે. 

કેરીના સહિતના પાકને નુકસાનની ભીતિ
અંબાલાલ પટેલે કહ્યું હતું કે, એપ્રિલ અને મેં મહિનામાં હિટવેવ-ગરમી અને વરસાદ રહેશે.  આ સાથે ગરમીના કારણે ખેડૂતોને પિયત વ્યવસ્થા કરવાની નોબત આવી શકે તેવું ઉમેર્યું હતું. આ સાથે કેરી, વરિયાળી, કપાસ જેવા પકોને આવનાર દિવસોમાં નુકશાન થઈ શકે છે. અંબાલાલ પટેલે કહ્યું કે, કેરીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થવાની શક્યતા છે. આ સાથે બાગાયતી પાકોમાં કેરી પાકને મોટું નુકસાન થવાની શક્યતા. 

વિધિવત ચોમાસું ક્યારે બેસશે ? 
જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું હતું કે, આ વર્ષે વિધિવત ચોમાસુ 17 જુનથી બેસશે. તેમણે કહ્યું કે, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ભારતમાં ચોમાસાની શરૂઆત થશે. અંબાલાલ પટેલે કહ્યું કે, ઉત્તર ગુજરાતમાં ચોમાસુ પવન અને વંટોળ સાથે બેસવાની શક્યતા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ