બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / farmer from andhraparadesh earned 4 crores in 45 days just by selling tomatoes

OMG / માત્ર 45 જ દિવસમાં 4 કરોડની આવક: ટામેટાં વેચીને કરોડપતિ બન્યો આંધ્ર પ્રદેશનો ખેડૂત, કહ્યું મારુ દેવું ઉતરી ગયું હવે...

Vaidehi

Last Updated: 06:31 PM, 29 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આંધ્રપ્રદેશનાં ખેડૂત મુરલીનું ભાગ્ય ટમેટાએ બદલી દીધું. 4 કરોડનો માલિક બની ગયો. કહ્યું,આ પૈસાથી મારું તમામ દેવું ચૂકવાઈ ગયું છે.

  • ટમેટાનાં વધેલા ભાવથી ખેડૂતોને ફાયદો
  • આંધ્રપ્રદેશનાં એક ખેડૂતની બદલાઈ કિસ્મત
  • 45 દિવસમાં 4 કરોડની કરી કમાણી

આંધ્રપ્રદેશનાં ચિત્તુર જિલ્લાનાં રહેવાસી ખેડૂત મૂરલીની આ કહાણી સાંભળીને તમે પણ માની જશો કે જેને ભાગ્યનો સાથ મળે છે તેનું નસીબ ચમકી ઊઠે છે. મૂરલીએ મીડિયા સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું કે વધી ગયેલા ટમેટાનાં ભાવને લીધે તેણે 45 દિવસમાં 4 કરોડની કમાણી કરી લીધી. તેણે કહ્યું કે આ રૂપિયાથી તેની પાસે દેવું ચૂકવી દીધાં બાદ પણ 2 કરોડ રૂપિયા બચ્યાં છે. 

130 કિમી ચાલ્યાં મૂરલી
મીડિયાને મળેલી માહિતી અનુસાર મૂરલીએ દોઢ મહિનામાં 4 કરોડથી વધારેની કમાણી કરી લીધી છે જેણે તેની જિંદગી બદલી નાખી છે. તે કોલારમાં પોતાના ટમેટા વેંચવા માટે પોતાના ઘરથી 130 કિમી દૂર જતાં હતાં. કારણ કે ત્યાંની APMC ઘણી સારી કિંમતમાં પાક આપે છે. તેમણે કહ્યું કે તે છેલ્લાં 8 વર્ષોથી ટમેટાની ખેતી કરી રહ્યાં છે પરંતુ તેમણે ક્યારેય પણ નહોતું વિચાર્યું કે ટમેટાથી તેને આટલી મોટી કમાણી થઈ જશે.

1.5 કરોડનું વ્યાજ ચડેલું હતું
કરકમંડલા ગામમાં મૂરલીનાં સંયુક્ત પરિવારને 12 એકર જમીન વારસામાં મળી હતી. થોડા વર્ષો પહેલાં તેમણે વધુ 10 એકર જમીન પણ ખરીદી લીધી હતી. ગતવર્ષે જૂલાઈમાં કિંમતોમાં થયેલા ઘટાડાનાં કારણે પરિવારને ભારે નુક્સાનીનો પણ સામનો કરવો પડ્યો હતો. તેમનાં પર 1.5 કરોડનું વ્યાજ ચડેલું હતું. તેમણે બીજ, શ્રમ, પરિવહન અને અન્ય રસાયણ-સાધનો પર રોકાણ કર્યું હતું.

ચૂકવી દીધું દેવું
તેમણે કહ્યું કે આ વર્ષે પાક સારો થયો છે અને અત્યાર સુધી 35 લણણી કરવામાં આવી છે. મૂરલીનાં બંને સંતાનો છોકરો એન્જિન્યરિંગ અને પુત્રી મેડિકલનું સ્ટડી કરી રહી છે. સંતાનોએ કહ્યું કે તેઓ 45 દિવસોમાં 4 કરોડ રૂપિયા કમાવામાં સક્ષમ રહ્યાં. અને આ પૈસાથી તેમણે દેવું ચૂકવી દીધું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ