બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / આરોગ્ય / Every year 1.5 crore people in the world become victims of stroke, more than 50 lakhs die, make this change today

WHO રિપોર્ટ / બાપ રે! વિશ્વમાં દર વર્ષે 1.5 કરોડ લોકો બને છે સ્ટ્રોકનો શિકાર, 50 લાખથી વધુના થાય છે મોત, આજથી જ લાવો આ બદલાવ

Megha

Last Updated: 12:05 PM, 26 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનો એક અહેવાલ સામે આવ્યો છે, એ અનુસાર દર વર્ષે વિશ્વભરમાં 15 મિલિયન એટલે કે 1.5 કરોડથી વધુ લોકો સ્ટ્રોકથી પીડાય છે, જેમાંથી 50 લાખથી વધુ લોકો મૃત્યુ પામે છે.

  • સ્ટ્રોકને કારણે આખી દુનિયામાં સૌથી વધુ સંખ્યામાં લોકો મૃત્યુ પામે છે
  • દર વર્ષે 1.5 કરોડ લોકો સ્ટ્રોકનો શિકાર બનેતો  50 લાખથી વધુ લોકો મૃત્યુ પામે
  • દર વર્ષે 29 ઓક્ટોબરે વિશ્વ સ્ટ્રોક દિવસ ઉજવવામાં આવે છે

હાર્ટ એટેક અને સ્ટ્રોકને કારણે આખી દુનિયામાં સૌથી વધુ સંખ્યામાં લોકો મૃત્યુ પામે છે. હાર્ટ અટેક વિશે તો આપણે બધા જાણીએ છીએ પણ સ્ટ્રોક વિશે ઘણા ઓછા લોકોને જાણકારી છે. સ્ટ્રોક જેને મગજનો હુમલો પણ કહેવાય છે, આ ત્યારે આવે છે જ્યારે કોઈ કારણોસર મગજના કોઈ ભાગમાં રક્ત પુરવઠો અવરોધાય છે. મગજની રક્તવાહિનીઓ ફાટવાને કારણે પણ સ્ટ્રોક આવી શકે છે. સ્ટ્રોક બ્રેન ડેમેજ, અપંગતા અથવા ગંભીર કિસ્સાઓમાં મૃત્યુનું કારણ બની શકે છે.

ભૂલથી પણ આ સંકેતોને નજરઅંદાજ ન કરતા, હોઇ શકે છે બ્રેઈન ટ્યુમર, જાણો લક્ષણ |  World Brain Tumour Day Don't ignore these signs even by mistake, there may  be a brain tumor

દર વર્ષે 1.5 કરોડ લોકો બને છે સ્ટ્રોકનો શિકાર
એવામાં હાલ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન એટલે WHOનો એક અહેવાલ સામે આવ્યો છે એ અનુસાર દર વર્ષે વિશ્વભરમાં 15 મિલિયન એટલે કે 1.5 કરોડથી વધુ લોકો સ્ટ્રોકથી પીડાય છે, જેમાંથી 50 લાખથી વધુ લોકો મૃત્યુ પામે છે. સ્ટ્રોકના વધતા જોખમોને રોકવા અને સારવાર વિશે જાગૃતિ લાવવા માટે દર વર્ષે 29 ઓક્ટોબરે વિશ્વ સ્ટ્રોક દિવસ ઉજવવામાં આવે છે . એવામાં ચાલો જાણીએ કે સ્ટ્રોકનું જોખમ શા માટે વધી રહ્યું છે અને આ સમસ્યાથી બચવા માટે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ?

સ્ટ્રોકનું જોખમ શા માટે વધી રહ્યું છે?
હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે આપણી લાઈફસ્ટાઈલની ઘણી ખોટી આદતોને કારણે સ્ટ્રોકનું જોખમ વધી શકે છે. જેમ કે શારીરિક નિષ્ક્રિયતા એટલે કે પર્યાપ્ત શારીરિક પ્રવૃત્તિ ન મેળવવી અને અન્ય સ્વાસ્થ્ય પરિસ્થિતિઓ સાથે સ્ટ્રોકનું જોખમ વધારે છે. સ્થૂળતા, હાઈ બ્લડ પ્રેશર, હાઈ કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસ જેવા રોગોથી પીડિત લોકોમાં તેનું જોખમ વધુ વધે છે. સાથે જ સ્ટડીમેં એમ પણ કહેવામાં આવ્યું છે કે નિયમિત કસરતને દૈનિક દિનચર્યાનો ભાગ બનાવવાથી સ્ટ્રોકનું જોખમ ઘટાડી શકાય છે.

Topic | VTV Gujarati

દરરોજ 30 મિનિટની કસરત કરવાનું લક્ષ્ય રાખો
કસરત કોઈ પણ વ્યક્તિને તંદુરસ્ત વજન જાળવવામાં મદદ કરે છે અને વધારે વજન અથવા મેદસ્વીતાનું જોખમ પણ ઘટાડે છે. એક રીસર્ચ અનુસાર ચરબીવાળા લોકોને સ્ટ્રોકનું જોખમ વધારે હોય છે. આ જોખમને ટાળવા માટે, અઠવાડિયામાં ઓછામાં ઓછી 150 મિનિટની શારીરિક પ્રવૃત્તિ કરવી જરૂરી છે જેમાંથી દરરોજ 30 મિનિટની કસરત કરવી જોઈએ. આ સિવાય વધુ એક રીસર્ચમાં એમ પણ સામે આવ્યું છે કે જે લોકો દિવસમાં 13 કલાક કે તેથી વધુ સમય સુધી બેઠા રહે છે એમનામાં સ્ટ્રોકનું જોખમ 44 ટકા વધારે છે.

તણાવ વધવાને કારણે પણ આવી શકે છે સ્ટ્રોક 
સ્ટ્રેસને માત્ર માનસિક સ્વાસ્થ્યની સમસ્યા સમજવાની ભૂલ ન કરો, તેની અનેક પ્રકારની શારીરિક આડઅસર પણ થઈ શકે છે અને સ્ટ્રોકનું જોખમ પણ વધારે છે. એક અહેવાલ મુજબ, જે લોકો વધુ તણાવ અનુભવે છે તેમને સ્ટ્રોકનું જોખમ વધારે છે. તણાવપૂર્ણ પરિસ્થિતિઓ તમારા બ્લડ પ્રેશરમાં વધારો કરી શકે છે, જે હાર્ટ એટેક અને સ્ટ્રોક બંને તરફ દોરી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ