બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ધર્મ / Ek Mukhi Rudraksha Benefits

તમારા કામનું / જાણો કોણ કરી શકે છે એક મુખી રૂદ્રાક્ષને ધારણ, ચમત્કારી છે ફાયદા, થશે મોક્ષની પ્રાપ્તી

Arohi

Last Updated: 06:41 PM, 14 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દરેક વ્યક્તિ કોઈપણ રુદ્રાક્ષ ધારણ કરી શકતી નથી. જ્યોતિષની સલાહ લઈને જ રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ.

  • શિવ પુરાણમાં છે 16 પ્રકારના રૂદ્રાક્ષનો ઉલ્લેખ 
  • દરેક રૂદ્રાક્ષનું છે અલગ મહત્વ 
  • જ્યોતિષની સલાહ લઈને ધારણ કરો રૂદ્રાક્ષ 

પૌરાણિક માન્યતાઓ અનુસાર રુદ્રાક્ષની ઉત્પત્તિ ભગવાન શિવના આંસુમાંથી થઈ છે. ભગવાન શિવને પ્રિય રૂદ્રાક્ષના અનેક ફાયદા છે. બહુ ઓછા લોકો આ વાત જાણતા હશે. શિવપુરાણમાં 16 પ્રકારના રુદ્રાક્ષનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને તે બધાનું પોતાનું મહત્વ છે. દરેક વ્યક્તિ કોઈપણ રુદ્રાક્ષ ધારણ કરી શકતી નથી. જ્યોતિષની સલાહ લઈને જ રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ. આજે આપણે એક મુખી રુદ્રાક્ષ વિશે જાણીશું.

ધન મેળવવા માટે પણ પહેરી શકો છો 
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રુદ્રાક્ષ ધારણ કરવાથી વ્યક્તિ પોતાની ઇન્દ્રિયોને નિયંત્રિત કરી શકે છે. એવું માનવામાં આવે છે કે રુદ્રાક્ષ ધન પ્રાપ્તિ માટે પણ ધારણ કરી શકાય છે. રૂદ્રાક્ષ વિદ્યાર્થીઓ માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. કારકિર્દીમાં સફળતા મેળવવા માટે એક મુખી રુદ્રાક્ષ પણ ધારણ કરી શકાય છે.

રોગોથી મેળવો છુટકારો
એવું માનવામાં આવે છે કે રૂદ્રાક્ષ ધારણ કરવાથી વ્યક્તિનો આત્મવિશ્વાસ વધે છે. બીજી તરફ જો કોઈ વ્યક્તિની કુંડળીમાં સૂર્ય નબળો હોય તો તેને એક મુખી રુદ્રાક્ષ ધારણ કરવાની સલાહ આપવામાં આવે છે. તે બ્લડ પ્રેશર અને હૃદય સંબંધિત રોગો સામે પણ રક્ષણ આપે છે.

આ લોકો કરી શકે છે ધારણ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એક મુખી રુદ્રાક્ષ કોઈપણ વ્યક્તિ પહેરી શકે છે. પરંતુ તે સૂર્ય ગ્રહ સાથે સંબંધિત છે. તેથી સિંહ રાશિના લોકો માટે તે વિશેષ ફળદાયી સાબિત થાય છે. જ્યોતિષની સલાહ લઈને અન્ય લોકો પણ તેને પહેરી શકે છે.

અસલી રુદ્રાક્ષ કેવી રીતે ઓળખવો
અસલી અને નકલી રુદ્રાક્ષને ઓળખવા માટે સરસવના તેલમાં એક મુખી રુદ્રાક્ષ મુકો. જો તે પહેલા રંગ કરતાં ઘાટો દેખાય છે તો તેનો અર્થ એ છે કે રુદ્રાક્ષ અસલી છે. આ સાથે એક મુખી રુદ્રાક્ષની માત્ર એક જ ધારી હોય છે. જો તેને ગરમ પાણીમાં ઉકાળ્યા પછી તેનો રંગ નીકળી જાય તો તે અસલી નથી.

એક મુખી રુદ્રાક્ષના ફાયદા
શિવપુરાણ અનુસાર એક મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી ભગવાન સાથે જોડાયેલા રહેવાનો અનુભવ થાય છે. કહેવાય છે કે તેને ધારણ કરવાથી વ્યક્તિ જીવન અને મૃત્યુના ચક્રમાંથી મુક્ત થઈ જાય છે. તેને મોક્ષ મેળવવાનો સૌથી સરળ માર્ગ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તેને ધારણ કરવાથી ધાર્મિક કાર્યોમાં વ્યક્તિની રૂચી વધે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ