બ્રેકિંગ ન્યુઝ
Manisha Jogi
Last Updated: 04:30 PM, 23 January 2024
ADVERTISEMENT
હિંદુ ધર્મમાં વાસ્તુશાસ્ત્રનું વિશેષ મહત્ત્વ છે. ઘરમાં ખૂબ જ નાની વાતને અવગણવામાં આવે તો તેના કારણે ખૂબ જ નુકસાન થઈ શકે છે. આર્થિક પરિસ્થિતિ ખરાબ થઈ શકે છે. દક્ષિણ દિશામાં યમ અને પિતૃઓનો વાસ હોય છે. આ કારણોસર આ દિશામાં ભૂલથી પણ કેટલીક વસ્તુ ના રાખવી જોઈએ. ઘરમાં મંદિર દક્ષિણ દિશામાં ના હોવું જોઈએ, નહીંતર તેનું અશુભ પરિણામ પ્રાપ્ત થાય છે. આ દિશામાં પિતૃઓની પૂજા કરવામાં આવે છે.
દક્ષિણ દિશામાં આ સામાન ના રાખવો
ઘરની દક્ષિણ દિશામાં ખરાબ મશીનરીવાળો સામાન ના રાખવો જોઈએ, નહીંતર વાસ્તુદોષ લાગે છે. કબાટ તથા જૂનો સામાન પણ દક્ષિણ દિશામાં ના રાખવો જોઈએ, નહીંતર આર્થિક પરિસ્થિતિ ખરાબ થઈ શકે છે. સુખ અને સમૃદ્ધિ મેળવવા માટે દક્ષિણ દિશા તરફ મુખ કરીને પિતૃઓને પ્રણામ કરવું, સ્નાન અને ધ્યાન કર્યા પછી સૂર્યને જળ અર્પણ કરવું.
ADVERTISEMENT
આ દિશામાં રસોડુ ના હોવું જોઈએ.
દક્ષિણ દિશામાં રસોડુ ના હોવું જોઈએ. આ દિશાને પિતૃઓની દિશા માનવામાં આવે છે. માન્યતા છે કે, આ દિશામાં રસોડુ તથા ગેસ સ્ટવ રાખવાથી જીવનમાં પરેશાની આવી શકે છે. આ દિશામાં ભોજન બનાવવાથી અનેક પ્રકારની હેલ્થ પ્રોબ્લેમ થઈ શકે છે.
સ્ટોર રૂમ
ઘરની દક્ષિણ દિશા ચપ્પલ તથા સ્ટોર રૂમ બનાવતા પહેલા ખાસ ધ્યાન રાખવું જોઈએ કે, આ પ્રકારે કરવું તે પિતૃઓનું અપમાન માનવામાં આવે છે. જીવનમાં અનેક પરેશાની આવી શકે છે અને વિનાશનું કારણ બની શકે છે. આ દિશામાં આ વસ્તુ રાખવાથી પિતૃ નારાજ થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.