બ્રેકિંગ ન્યુઝ
Manisha Jogi
Last Updated: 12:07 PM, 23 January 2024
ADVERTISEMENT
અયોધ્યા રામ મંદિરમાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. નોઈડામાં બિસરખ ગામમાં આવેલ ઐતિહાસિક મંદિરમાં પણ સોમવારે પ્રથમ વાર ભગવાન રામની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી હતી. આ પ્રાચીન મંદિરમાં રાવણની પૂજા કરવામાં આવે છે. સ્થાનિક લોકો આ સ્થળને રાવણનું જન્મસ્થળ માને છે. આ મંદિરના મુખ્ય પૂજારી મહંત રામદાસે જણાવ્યું કે, "પહેલીવાર મંદિર પરિસરમાં ભગવાન રામ તેમજ સીતાજી અને લક્ષ્મણજીની મૂર્તિઓ સંપૂર્ણ વિધિ સાથે સ્થાપિત કરવામાં આવી."
પહેલીવાર રામમયી બન્યું રાવણનું ગામ
આ મંદિરમાં 40 વર્ષ કરતા વધુ સમયથી સેવા આપતા પૂજારીએ જણાવ્યું કે, ‘આ મૂર્તિઓ રાજસ્થાનથી લાવવામાં આવી છે.’ અયોધ્યામાં ભગવાન રામની સ્થાપના કરવામાં આવી હતી, તે જ સમયે બિસરખના મંદિરમાં રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. માનવામાં આવે છે કે, રાવણનો જન્મ નોઈડાના બિસરખ ગામમાં થયો હતો. ગ્રામજનો આ વાત સાચી હોવાનો દાવો કરે છે.
ADVERTISEMENT
વધુ વાંચો: ભગવાન રામનું એક એવું મંદિર, જ્યાં તેમના હાથમાં ધનુષ બાણ જ નથી, કારણ રસપ્રદ
આ ગામમાં દશેરાની ઊજવણી થતી નથી
સમગ્ર દેશમાં દશેરાની ઊજવણી કરવામાં આવે છે, જ્યારે આ ગામમાં ગ્રામજનો રાવણના મૃત્યુ દિવસ દશેરાની ઊજવણી કરતા નથી. આ ગામમાં નવ દિવસ શોક રહે છે અને રાવણના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરે છે અને યજ્ઞ પણ કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.