ડાયાબિટીસમાં લાઇફસ્ટાઇલ અને ખાનપાનનું ધ્યાન રાખીને તમે આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. આવો લોકોની કેટલીક એવી ભૂલો વિશે જાણીએ...
ડાયાબિટીસમાં લાઇફસ્ટાઇલ અને ખાનપાનનું ધ્યાન રાખીને તમે આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો
આયુર્વેદ અનુસાર, તમારે દરરોજ દહીંનું સેવન ન કરવું જોઈએ
રાત્રિભોજન અને ઊંઘ વચ્ચે ઓછામાં ઓછું 2 થી 3 કલાકનું અંતર હોવું જોઈએ
આજના સમયમાં ડાયાબિટીસની સમસ્યા ખૂબ જ વધી રહી છે. ભારતમાં પણ ડાયાબિટીસના કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. ડાયાબિટીસમાં લાઇફસ્ટાઇલ અને ખાનપાનનું ધ્યાન રાખીને તમે આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. આવો લોકોની કેટલીક એવી ભૂલો વિશે જાણીએ, જેના કારણે ડાયાબિટીસ થવાની શક્યતાઓ ઘણી વધી જાય છે. જ્યારે સ્વાદુપિંડ ઇન્સ્યુલિન બનાવવા સક્ષમ નથી અથવા શરીર ઇન્સ્યુલિનનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકતું નથી ત્યારે ડાયાબિટીસની સમસ્યાનો સામનો કરવો પડે છે. આયુર્વેદમાં આવી જ કેટલીક ભૂલો આવી છે, જેના કારણે ડાયાબિટીસનું જોખમ ખૂબ વધી જાય છે. આવો જાણીએ તેમના વિશે-
રોજ દહીં ખાવુંઃ દહીંને પ્રોબાયોટિક ફૂડ માનવામાં આવે છે. દહીં સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આયુર્વેદ અનુસાર, તમારે દરરોજ દહીંનું સેવન ન કરવું જોઈએ, કારણ કે તે વધુ પડતું ખાવાથી વજન વધી શકે છે, મેટાબોલિઝમ ખરાબ થઈ શકે છે અને બળતરા થઈ શકે છે.
હેવી ડિનરઃ ઘણા લોકો એવા હોય છે જેઓ તેમનું ડિનર ખૂબ મોડું કરે છે. આ તમારી પાચન તંત્ર પર ખૂબ જ ખરાબ અસર કરે છે. આરોગ્ય નિષ્ણાતો કહે છે કે, રાત્રિભોજન અને ઊંઘ વચ્ચે ઓછામાં ઓછું 2 થી 3 કલાકનું અંતર હોવું જોઈએ. રાત્રે હેવી ડિનર લેવાથી લીવર પર ભાર વધે છે અને મેટાબોલિઝમ પણ ખૂબ જ ધીમી ગતિએ કામ કરે છે. જેના કારણે તમારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
જરૂર કરતા વધારે ખાવુંઃ ઘણા લોકો એવા હોય છે જે પોતાની થાળીમાં વધારે પડતો ખોરાક રાખે છે, જેના પછી તેમને તે ખોરાક પૂરો કરવા માટે વધુ પડતું ખાવું પડે છે. જણાવી દઇએ કે, જ્યારે તમે ભૂખ કરતાં વધુ ખાઓ છો, તો તમારે સ્થૂળતા, કોલેસ્ટ્રોલ અને પાચન સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
ભૂખ ન હોય ત્યારે પણ ખાવુંઃ જો તમે તમારા શરીરના સંકેતો પર ધ્યાન આપ્યા વિના ખાઓ છો, તો તમારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ઘણી વખત લોકો તણાવમાં હોય ત્યારે ભૂખ ન લાગવા છતાં ઘણું બધું ખાવાનું શરૂ કરી દે છે. હેલ્થ એક્સપર્ટ્સનું કહેવુ છે કે, જ્યારે તમને ભૂખ ન લાગે ત્યારે બળપૂર્વક ખાવાનો પ્રયાસ ન કરો.
જો તમે પણ પ્રી-ડાયાબિટીસ અથવા ડાયાબિટીસની સમસ્યાથી છુટકારો મેળવવા માંગતા હોવ તો આ આદતોમાં સુધારો કરવો જરૂરી છે. હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે, આ આદતોને કારણે તમારે ઇન્સ્યુલિન સેન્સિટિવિટી, મેટાબોલિઝમ અને ન્યુટ્રિશનને લગતી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.