બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / Data Protection Bill Passed In Parliament, Know Its Features And How It Will Affect You

Data Protection Bill / મોદી સરકારની મોટી સફળતા: ડેટા પ્રોટેક્શન બિલને સંસદમાં મંજૂરી, જાણો તેની ખાસિયત અને તમારા પર કેવી પડશે અસર

Megha

Last Updated: 09:08 AM, 10 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Data Protection Bill:'ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ-2023'ને  7 ઓગસ્ટે લોકસભામાં પસાર કરવામાં આવ્યું એ મુજબ કંપની એ હવે ડેટા એકત્ર કરી તેનો ઉપયોગ કર્યા પછી ડેટાને કાઢી નાખવાનો રહેશે.

  • 'ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ-2023'ને સંસદે મંજૂરી આપી
  • રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની મંજૂરી મળ્યા બાદ આ બિલ કાયદાનું સ્વરૂપ લેશે
  • બિલ મુજબ ડેટાને ખાનગી રાખવાની જવાબદારી ડેટા એકઠા કરનારની રહેશે 

Data Protection Bill: ડેટા સુરક્ષાની જવાબદારી નક્કી કરવા માટેની જોગવાઈઓ સાથે 'ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ-2023'ને સંસદે મંજૂરી આપી દીધી છે.  જણાવી દઈએ કે બુધવારે રાજ્યસભામાં પસાર કરાયેલા આ બિલમાં ડિજિટલ પર્સનલ ડેટાના સંરક્ષણ અને પ્રચારમાં સામેલ સંસ્થાઓ પર સામાન્ય અને કેટલાક કિસ્સાઓમાં વિશેષ જવાબદારી લાદવાની જોગવાઈ કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની મંજૂરી મળ્યા બાદ આ બિલ કાયદાનું સ્વરૂપ લેશે.

900 મિલિયન ભારતીયો ઈન્ટરનેટ સાથે જોડાયેલા છે
'ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ-2023'ને  7 ઓગસ્ટે લોકસભામાં પસાર કરવામાં આવ્યું છે. સંચાર અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે છેલ્લા 9 વર્ષમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડિજિટલ માધ્યમથી આવશ્યક સેવાઓ પહોંચાડી છે અને સમગ્ર વિશ્વમાં તેની ચર્ચા થઈ રહી છે. દરેક વ્યક્તિએ ડિજિટલ ટ્રાન્ઝેક્શનનું મહત્વ જોયું છે અને હવે આપણા જીવનની જરૂરિયાત બની ગયું છે. ' એમને આગળ જણાવ્યું કે '900 મિલિયન ભારતીયો ઈન્ટરનેટ સાથે જોડાયેલા છે અને ડિજિટલ સુવિધાઓ નાનામાં નાના ગામડા સુધી પણ પહોંચી ગઈ છે. આવી સ્થિતિમાં ડિજિટલ ડેટાની સુરક્ષા ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેને ધ્યાનમાં રાખીને આ બિલ લાવવામાં આવ્યું છે.' 

ડેટાને ખાનગી રાખવાની જવાબદારી ડેટા એકઠા કરનારની રહેશે 
કોમ્યુનિકેશન અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રીએ અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, 'આ બિલમાં ડેટા સુરક્ષા માટે યોગ્ય જોગવાઈ કરવામાં આવી છે અને જે કંઈ પણ ડેટા એકત્ર કરવામાં આવશે તે કાયદા અનુસાર તેનો ઉપયોગ નિર્દિષ્ટ કાર્ય માટે કરવામાં આવશે. સાથે જ ઉપયોગ કર્યા પછી ડેટાને કાઢી નાખવાનો રહેશે, ડેટાને ખાનગી રાખવા માટે તમામ પગલાં લેવામાં આવશે અને તેની જવાબદારી ડેટા એકઠા કરનારની રહેશે કે તે કાયદા અનુસાર ડેટાનું રક્ષણ કરશે. કોઈપણ વ્યક્તિનો ડેટા, કોઈપણ પ્લેટફોર્મ કે એપ પર આવતો ડેટા હવે કાયદા હેઠળ આવશે. આ ડેટાનો ઉપયોગ તે હેતુ માટે થવો જોઈએ જેના માટે તે લેવામાં આવ્યો છે.' 

જેટલો ડેટા જરૂરી હોય તેટલો જ લેવામાં આવે
તેમણે કહ્યું કે આમાં એક જોગવાઈ કરવામાં આવી છે કે જેટલો ડેટા જરૂરી હોય તેટલો જ લેવામાં આવે અને જો કોઈ વ્યક્તિના અંગત ડેટામાં કોઈ ફેરફાર થાય તો તેનું પાલન કરવું જોઈએ. બિલનો ઉદ્દેશ્ય એ છે કે ડેટાને જેટલો સમય રાખવો જોઈએ તેટલા સમય સુધી રાખવા જોઈએ. આ દ્વારા ડેટા સુરક્ષાની જવાબદારી નક્કી કરવામાં આવી છે. લોકો સોશિયલ મીડિયા પર ડેટા મુકવામાં આનાકાની કરે છે તેમને તેના પર નિર્ણય લેવાનો અધિકાર હશે. ડેટા પ્રોટેક્શન બોર્ડની રચના કરવામાં આવશે જે ડેટા સંબંધિત સમગ્ર સિસ્ટમનું ધ્યાન રાખશે. 

ડેટા સિક્યુરિટી બિલની હાઇલાઇટ્સ...
- કેન્દ્ર સરકાર પાસે ભારતની બહાર કોઈપણ દેશમાં ડેટા ટ્રાન્સફર રોકવા અને પ્રતિબંધિત કરવાની સત્તા હશે.
- યુઝર ડેટાનો ઉપયોગ કરતી સોશિયલ મીડિયા કંપનીઓએ યુઝર્સના અંગત ડેટાને સુરક્ષિત રાખવાનો રહેશે, પછી ભલે તે થર્ડ પાર્ટી ડેટા પ્રોસેસરનો ઉપયોગ કરીને ડેટા એક્સેસ કરતી હોય.
- બાળકોનો ડેટા અને શારીરિક રીતે અક્ષમ લોકોનો ડેટા તેમના વાલીની પરવાનગી પછી જ એક્સેસ કરી શકાય છે.
- ડેટા ભંગ અથવા ડેટા ચોરીના કિસ્સામાં, કંપનીઓએ ડેટા પ્રોટેક્શન બોર્ડ અને યુઝર્સને જાણ કરવી પડશે.
- બોર્ડના નિર્ણયો સામેની અપીલોની સુનાવણી ટેલિકોમ ડિસ્પ્યુટ્સ સેટલમેન્ટ અને એપેલેટ ટ્રિબ્યુનલ દ્વારા કરવામાં આવશે.
- બોર્ડ કંપનીઓની તપાસ કરી શકે છે અને તેમના હિસાબો અને દસ્તાવેજોની પણ તપાસ કરી શકે છે.
- ડીપીબી ઊંડી તપાસ બાદ સોશિયલ મીડિયા કંપનીઓ પર દંડ પણ લગાવી શકે છે.
- જો કોઈ કંપની આ કાયદાનું બેથી વધુ વખત ઉલ્લંઘન કરે છે, તો કોઈપણ મધ્યસ્થીની કંપનીની ઍક્સેસને અવરોધિત કરી શકાય છે.
- સોશિયલ મીડિયા કંપનીઓએ ડેટા પ્રોટેક્શન ઓફિસરની નિમણૂક કરવી પડશે અને યુઝર્સને પણ તેની જાણકારી આપવી પડશે.
- ડેટાના ભંગ માટે કંપનીઓને રૂ. 250 કરોડ સુધીનો દંડ પણ થઈ શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ