બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / Dadra and Nagar Haveli and Diu Daman Merger of Union Territories Bill pass Lok Sabha

વિલય / ભારતનું ભૂગોળ ફરી બદલાયું : દીવ-દમણ અને દાદરા નગરહવેલીના વિલીનીકરણનું બિલ લોકસભામાં પાસ

Hiren

Last Updated: 06:34 PM, 27 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જમ્મૂ-કાશ્મીરને બે કેન્દ્ર શાસિત રાજ્યમાં વિભાજિત કર્યા બાદ હવે દમણ-દીવ અને દાદરા-નગર હવેલીનો વિલય થશે. આ બે કેન્દ્રશાસિત પ્રદેશને એક કરીને ભેગા કરી દેવામાં આવશે. આજે (બુધવાર) લોકસભામાં આ અંગે બિલ રજૂ કરાયું હતું. જે બિલ લોકસભામાં પાસ થયું છે.

  • દમણ-દીવ અને દાદરા-નગર હવેલીનો થશે વિલય 
  • બે કેન્દ્રશાસિત પ્રદેશને એકમાં મર્જ
  • આજે લોકસભામાં બિલ પાસ

કેન્દ્ર સરકાર દ્વારા જમ્મૂ-કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કર્યા બાદ હવે અન્ય બે કેન્દ્ર શાસિત પ્રદેશને એકમાં મર્જ કરવાને લઇને આજરોજ લોકસભામાં બીલ રજૂ કરાયું હતું.

35 કિમીના અંતરે બે સચિવાલય, બજેટ પણ અલગ

બન્ને કેન્દ્ર શાસિત પ્રદેશો માટે અલગ બજેટ અને સચિવાલય છે, દાદરા-નગર-હવેલીમાં એક જીલ્લો આવેલો છે. જ્યારે દમણ અને દીવમાં 2 જીલ્લા આવેલા છે. આ બંને પ્રદેશો 35 કીમી એકબીજાથી દૂર છે. વિલય બાદ વડુ મથક દમણ-દીવમાં થઈ શકે છે. જેમાં આ દમણ-દીવ 72 ચોરસ કિલોમીટરના વિસ્તાર ધરાવે છે.

દમણ-દીવની વસ્તી 1 લાખ 51 હજાર છે. જ્યારે દાદર નગર હવેલીનું ક્ષેત્રફળ 491 સ્ક્વેર કિમી છે. જ્યારે દાદરા-નગર હવેલીની વસતી 5 લાખ 31 હજાર છે. દાદરા-નગર હવેલીમાં 70 ગ્રામ પંચાયતો છે.

5 ઓગસ્ટના રોજ જમ્મુ-કાશ્મીરને બે UTમાં વિભાજીત કરાયા

આમ જમ્મૂ-કાશ્મીર અને લદ્દાખને બે કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કર્યા બાદ દેશમાં હાલ 9 કેન્દ્ર શાસિત પ્રદેશે હતા, જ્યારે હવે દમન અને દીવ અને દાદરા તેમજ નગર હવેલીનું વિલય કરાતા કેન્દ્ર શાસિત પ્રદેશની કુલ સંખ્યા 8 થઇ જશે.

અત્રે ઉલ્લેખીય છે કે, અગાઉ શુક્રવારે આ અંગે કેન્દ્રીય મંત્રી અર્જૂન મેઘવાલે લોકસભામાં જણાવ્યું હતું કે સરકાર બે કેન્દ્ર શાસિત પ્રદેશ 'દમણ અને દીવ' અને દાદરા તેમજ નગર હવેલીનો વિલય કરી તેને એક કેન્દ્ર શાસિત પ્રદેશ કરવામાં આવશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ