બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / લાખો કર્મચારીઓ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં વધારાનું એલાન
Last Updated: 11:20 AM, 8 May 2026
કેન્દ્ર સરકારે એપ્રિલ મહિનામાં પોતાના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું (DA) અને મોંઘવારી રાહત (DR)માં 2 ટકાનો વધારો કર્યો હતો. આ વધારા પછી કેન્દ્રીય કર્મચારીઓનું ડીએ 60 ટકા થઈ ગયું છે. કેન્દ્ર સરકારના આ નિર્ણય બાદ હવે રાજ્ય સરકારો પણ પોતાના કર્મચારીઓને લાભ આપવાની જાહેરાત કરી રહી છે.
ADVERTISEMENT
અરુણાચલ પ્રદેશ સરકારે હવે સાતમા પગાર પંચ હેઠળ કામ કરતા કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું (DA) અને પેન્શનધારકો માટે મોંઘવારી રાહત (DR)માં 2 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી છે. અરુણાચલ પ્રદેશ સરકારે 6 મેના રોજ આ જાહેરાત કરી હતી.
ADVERTISEMENT
અરુણાચલ પ્રદેશ સરકારના મુખ્યમંત્રી કાર્યાલય (CMO) દ્વારા આપવામાં આવેલા નિવેદન મુજબ DA અને DRમાં થયેલો 2 ટકાનો વધારો 1 જાન્યુઆરી 2026થી અમલમાં ગણાશે. વધારેલું મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત મે 2026થી માસિક પગાર અને પેન્શન સાથે આપવામાં આવશે. આ નિર્ણયથી રાજ્યના 69,248 નિયમિત કર્મચારીઓ અને 40,477 પેન્શનધારકોને લાભ મળશે. આ વધારાને કારણે રાજ્ય સરકાર પર દર વર્ષે અંદાજે 100.54 કરોડ રૂપિયાનો વધારાનો બોજ પડશે.

ADVERTISEMENT
આ ઉપરાંત કર્મચારીઓને જાન્યુઆરીથી એપ્રિલ સુધીનો બાકી રહેલો વધારો પણ આગામી પગાર સાથે ચૂકવવામાં આવશે. આ બાકી રકમને કારણે સરકાર પર અંદાજે 33.51 કરોડ રૂપિયાનું વધારાનું નાણાકીય બોજ પડશે. વધારેલો ડીએ અરુણાચલ પ્રદેશ સરકાર હેઠળ કામ કરતા ઓલ ઇન્ડિયા સર્વિસના અધિકારીઓ, રાજ્યમાં કાર્યરત કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને રાજ્ય સરકારના તમામ નિયમિત કર્મચારીઓને મળશે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ હવે ફ્રી મળશે આ મોંઘુ ફીચર, YouTube ની જાહેરાત, આ રીતે કરવું ઉપયોગ
ADVERTISEMENT
અરુણાચલ પ્રદેશ ઉપરાંત એપ્રિલ મહિનામાં વધુ એક રાજ્ય સરકારે પણ કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કરી હતી. રાજસ્થાન સરકારે રાજ્યના કર્મચારીઓ અને પેન્શનધારકોના ડીએ અને ડીઆરમાં 2 ટકાનો વધારો કર્યો છે. આ નિર્ણયથી 12 લાખથી વધુ કર્મચારીઓ અને પેન્શનર્સને લાભ મળશે. સાતમા પગાર પંચ હેઠળ હવે મોંઘવારી ભથ્થું 58 ટકાથી વધીને 60 ટકા થયું છે અને આ નિર્ણય 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવશે. રાજસ્થાન સરકારના આ નિર્ણયથી અંદાજે 7.02 લાખ રાજ્ય કર્મચારીઓ અને 5.44 લાખ પેન્શનધારકોને લાભ મળશે. આ વધારાને કારણે રાજ્ય સરકાર પર લગભગ 1,156 કરોડ રૂપિયાનું વધારાનું નાણાકીય બોજ પડવાની શક્યતા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.