બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / cumin price surges 70 percent unjha further zooms upto 25 percent in this year

મોંઘવારીનો માર / ખાવાનો સ્વાદ બગડી જશે, જીરાના ભાવમાં 70 ટકાનો વધારો

Pravin

Last Updated: 06:15 PM, 21 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચારેતરફ મોંઘવારીના કારણે સામાન્ય લોકો પરેશાન થઈ ગયા છે. છેલ્લા 1 વર્ષથી દેશમાં લગભગ મોટા ભાગની વસ્તુઓના ભાવો આકાશે આંબ્યા છે.

  • મોંઘવારીના માર વેઠતી પ્રજા
  • રસોડાનું બજેટ ખોરવાયું
  • જીરાના ભાવમાં થયો તોતિંગ વધારો

ચારેતરફ મોંઘવારીના કારણે સામાન્ય લોકો પરેશાન થઈ ગયા છે. છેલ્લા 1 વર્ષથી દેશમાં લગભગ મોટા ભાગની વસ્તુઓના ભાવો આકાશે આંબ્યા છે. તેમાં જીરુ પણ સામેલ છે. દેશમાં આ મસાલાનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થાય છે. તો વળી ઉત્પાદનમાં કમીની વચ્ચે એક્સપોર્ટની પણ ભારે માગ રહેલી છે, જો કે પહેલાની સરખામણી આ વખતે જીરુના ભાવ 70 ટકા વધી ગયા છે. બજારોના જાણકારોનું કહેવુ છે કે, આવનારા મહિનામાં જીરુ હજૂ પણ 20-25 ટકા મોંઘુ થશે. 

ભારત દુનિયાનો સૌથી મોટો જીરુ ઉત્પાદન કરતો દેશ છે. ત્યારે આવા સમયે ભારતમાં જીરાના ઓછા ઉત્પાદને સમગ્ર દુનિયામાં તેની કિંમતો વધારી દીધી છે. ઉંજામાં આવેલી દેશની સૌથી મોટી જીરા માર્કેટમાં 19 મેના રોજ હાજર કિંમત 195-225 રૂપિયા પ્રતિ કિલો હતી. તો વળી ગત વર્ષએ આ જ સમયે તેની કિંમત 140-160 રૂપિયા હતા. એટલું જ નહીં, સફાઈ, ગ્રેડિંગ, પેકેઝિંગ વગેરે બાદ રિટેલ માર્કેટામં જીરું લગભગ 275-300 રૂપિયા પ્રતિ કિલોના હિસાબે વેચાઈ રહ્યું છે. 

આ વર્ષે ઓછુ આવ્યું જીરુ

ઉંજા એગ્રિકલ્ચર પ્રોડ્યૂસ માર્કેટ કમિટિના ચેરમેન દિનેશ પટેલના જણા્વ્યા અનુસાર માર્કેટમાં આ વર્ષે ઓછુ જીરુ આવ્યું છે. પહેલા દર વર્ષે સરેરાશ 80-90 લાખ બોરી માર્કેટમાં જીરુ આવતું હતું. જો કે, આ વર્ષે આ આંકડો 50-555 લાખ બોરી સુધી રહી ગયો છે. ત્યારે આવા સમયે તેની કિંમત વધી જાય છે. કહેવાય છે કે, ખેડૂતો હવે જીરાની જગ્યાએ નફા આપતી ખેતી વધારે કરી રહ્યા છે. 

દિનેશ પટેલના જણાવ્યા અનુસાર છેલ્લા 3-4 વર્ષોમાં જીરાના કિમત 130થી 150 રૂપિયાની રેંજમાં રહેતા હતા. જો કે, આ વખતે ખેડૂતોએ વધારે નફા માટે જીરાની જગ્યાએ સરસવ, કપાલ, મગફળી, સોયાબિન, ધાણા જેવી અન્ય ખેતી કરવાનું પસંદ કર્યું. એટલુ જ નહીં, આ વર્ષએ હવામાન પણ જીરાની ખેતી માટે અનુકુળ નહોતું રહ્યું. જીરાનું ઉત્પાદન આ વખતે 25 ટકા જેટલું ઓછુ રહ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ