સોશિયલ મીડિયા પર બિલાડી અને બે કાગડાઓનો એક ખૂબ જ ફની વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે આ વીડિયો
બિલાડીનું ભોજન ચોરવા કાગડાઓનું કાવતરૂ
વીડિયો જોઈને હસવું નહીં રોકી શકો
સોશિયલ મીડિયા પર એક ખૂબ જ ફની વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં બે કાગડા એક બિલાડી પાસેથી તેનું ભોજન ચોરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર હાલ છવાયેલો છે. જેને જોયા બાદ તમે ચોંકી પણ ઉઠશો અને તમને ખૂબ હસવું પણ આવશે.
સોશિયલ મીડિયા પર આમ તો દરરોજ ઘણા વીડિયો વાયરલ થતા હોય છે. જેમાં અમુક વીડિયો ખૂબ જ મજેદાર હોય છે. અમુક વીડિયો એવા પણ હોય છે જે આપણને ઈમોશનલ કરી દે છે. પરંતુ આ બિલાડી અને કાગડાનો વાડિયો ખૂબ જ યુનિક છે. તમે કદાચ જ આવો વીડિયો જોયો હશે.
બિલાડીનું ભોજન ચોરવા કાગડાઓનું કાવતરૂ
વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક બિલાડી કંઈક ખાઈ રહી છે. ત્યારે કાગડા તેની આજુ બાજુ ફરી રહ્યા છે. હકીકતે તે બિલાડીનું ભોજન ચોરી કરવાનો પ્લાન બનાવી રહ્યા છે અને તેના માટે તે પોતાનું દિમાગ લગાવે છે. તેમાંથી એક કાગડો બિલાડીને પાછળ જઈને તેને ચાંચ મારે છે. જેથી બિલાડી ગુસ્સે થઈને તેની પાછળ દોડે છે અને બીજો બીજો કાગડો તરત ત્યાં પહોંચે છે અને બિલાડીનું ભોજન લઈ લે છે અને ઉડી જાય છે.
દશકની સૌથી મોટી ચોરી
આ ફની વીડિયોને આઈએફએસ અધિકારી પ્રવીણ અંગુસારીએ પોતાના ટ્વીટર હેન્ડલ પર શેર કર્યો છે. અને મજાકીયા અંદાજમાં કહ્યું છે કે આ દશકની સૌથી મોટી ચોરી છે. ફક્ત 7 સેકેન્ડના આ વીડિયોને અત્યાર સુધી 3 લાખ 96 હજારથી પણ વધારે વખત જોઈ લેવામાં આવ્યો છે જ્યારે 1300થી વધારે લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે. ત્યાં જ લોકોએ વીડિયો જોઈને અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયા આપી છે. સોશિયલ મીડિયા યુઝર્સને આ વીડિયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે.