બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / CR Patil statement on gujarat Stray cattle bill 2022 bjp congress

ઢોર નિયંત્રણ કાયદો / રખડતા ઢોરના કારણે અકસ્માતો થાય છે, પ્લાસ્ટિક ખાવાથી 6 મહિનામાં 112 ગાયોના મોત થયાઃ CR પાટીલ

Hiren

Last Updated: 06:27 PM, 2 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત વિધાનસભામાં ગુજરાત શહેરી વિસ્તારોમાં ઢોર નિયંત્રણ (રાખવા અને હેરફેર) બાબતે વિધેયક - ર૦રર પસાર કરાયું હતું. ત્યારે હવે રખડતા ઢોર નિયંત્રિત કાયદા મુદ્દે રાજનીતિ શરૂ થઇ ચૂકી છે.

  • ઢોર નિયંત્રણ કાયદા મામલે CR પાટીલનુ નિવેદન
  • રખડતા ઢોરને કારણે લોકો અકસ્માતનો ભોગ બને છે: પાટીલ
  • પ્લાસ્ટિક ખાવાથી ગાયોના મોત થયાઃ પાટીલ

ગુજરાત રાજયના શહેરી વિસ્તારોમાં દિન પ્રતિદિન વધતા જતા પશુઓનાત્રાસને અટકાવવા માટેનુ ગુજરાત શહેરી વિસ્તારોમાં ઢોર નિયંત્રણ (રાખવા અને હેરફેર) બાબત વિધેયક -ર૦રર પસાર કરાયું છે. ત્યારે હવે આ કાયદાને લઇને રાજનીતિ શરૂ થઇ છે. ત્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે આ અંગે નિવેદન આપ્યું છે કે રખડતા ઢોરને કારણે લોકો અકસ્માતનો ભોગ બને છે. રખડતા ઢોરને કારણે લોકોના મોત થયા છે. રખડતા ઢોર રસ્તાઓ પર પડેલા પ્લાસ્ટિક ખાય છે. છેલ્લા 6 મહિનામાં 112 ગાયોના મોત થયા છે. કાયદાથી ગુજરાતની જનતા ખુશ છે.

ખૂંટિયાઓ ખેતરોમાં ઘુસીને ખેડૂતોના પાકને ખુબ નુકસાન કરે છેઃ સી.આર. પાટીલ
સી.આર. પાટીલે કહ્યું કે, ગાય રાખવાવાળા પાંજરાપોળ, ગૌશાળાઓને તકલીફ ન પટે તે માટે 30 પશુ દીઠ રોજ આપવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. લોકો ગૌવંશને સાચવવાનો પ્રયત્ન કરે છે, પરંતુ તેને ખર્ચ નિભાવી શકતા નથી, જેને લઇને તેને છુટા મૂકી દેવામાં આવે છે. વિશેષ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં દરેક ગામમાં 100 જેટલા ખૂંટિયા હોય છે. આ ખૂંટિયા ખેતરોમાં ઘુસી જાય છે, ખેડૂતોને આખા વર્ષની કમાણી પાકને નુકસાન કરે છે. આવા ગૌવંશને રાખનારા વ્યક્તિઓને પર હેડ રોજના 40 રૂપિયા મળી રહે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે પણ રૂપિયા મળે. આવી યોજના આખા દેશમાં પ્રથમ યોજના છે. જે કિસાન સર્વોદય માટે બજેટમાં 1400ની ફાળવણી કરાઇ છે.

આદિવાસી વિસ્તારોમાં 2 વર્ષમાં 500 મોબાઇલ ટાવર બનાવવામાં આવશેઃ સી.આર. પાટીલ
વધુમાં પાટીલે કહ્યું કે, ખેડૂતોની માંગ અનુસાર પેન્ડિંગ વિજ કનેક્શનો સત્વરે પૂરા પાડવાનો નિર્ણય કરાયો છે. આદિવાસી ભાઈઓ-બહેનોને એક સૂત્રતા જળવાય તેના લાભ મેળવવા માટે તેમને ઇ-ગ્રામ હેઠળ આવકના દાખલા કાઢી આપવામાં આવે. જેની મર્યાદા 3 ગણી વધારીને 3 વર્ષ કરાય છે. તો ડાંગ અને સાપૂતારા જેવા વિસ્તારોમાં મોબાઇલ નેટવર્કની સુવિધા ઓછી છે, કેન્દ્ર સરકાર દ્વારા આ યોજના આપવામાં આવતી હોય છે. પરંતુ રાજ્ય સરકાર દ્વારા આદિવાસી વિસ્તારોમાં 2 વર્ષમાં 100 કરોડના ખર્ચે 500 મોબાઇલ ટાવર બનાવવામાં આવશે. પીએચડી જેવા ઉચ્ચ અભ્યાસ ક્રમમાં અપાતી સહાયમાં 4 ગણો વધારો કરીને 1 લાખ કરાયા છે.

આ નિર્ણયને રાજકીય રંગ ન આપવા માટે અપીલઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
રખડતા ઢોર પર રાજ્ય સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવેલાં જે અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે  આ નિર્ણયને રાજકીય રંગ ન આપવા માટે અપીલ કરી છે. સાથે જ કહ્યું છે કે જ્યારે કાયદો બનાવવામાં આવ્યો ત્યારે ખૂબ કપરો સમય અમારી સરકાર માટે પણ રહ્યો છે અને કેટલાક લોકોએ અને રાજકીય રંગ લાવીને લોકોને અમારી સામે ઉભા કરવા માટે મજબૂર કર્યા છે, પણ જોકે જે કાર્ય સરકાર દ્વારા લોકહિત માટે કરવામાં આવે છે તે ક્યારે અટકશે નહીં. 

વિધાનસભામાં શહેરી વિકાસ રાજ્ય મંત્રી વિનોદ મોરડીયાએ રજૂ કર્યું હતું બિલ
મંત્રી વિનોદ મોરડીયાએ બિલ રજૂ કરતા જણાવ્યું હતું કે, રાજ્યની મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારમાં પશુઓનો ત્રાસ વધતો જાય છે. જેના અટકાવ અને નિયમન માટે વધુ સઘન કાર્યવાહી કરવી જરૂરી છે. જે હેતુ આ વિધેયક મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકાર દ્વારા લાવવામાં આવ્યું છે. ગાય એ આપણા સૌની માતા છે. અમારી સરકાર હર હંમેશ ગાયોની સેવા માટે ચિંતિત છે અને રહેશે. વિપક્ષ દ્વારા ગાયોને પાંજરામાં પૂરવાની વાત કરવામાં આવી છે ત્યારે એ તેમની ગેરસમજ છે. રસ્તા પર રખડતી,રઝળતી, પીડાતી અને કચરાપેટીમાંથી કચરો ખાતી જોઈ શકાય નહીં. આવું ગાયો ખાય છે અને એ બીમાર પડે છે. રસ્તા પર ગાયોને અકસ્માત કે પછી રસ્તા પર ગાય વિયાય તેવા સમયે ગાયોના રક્ષણ માટેનો અમારો આ પ્રયત્ન છે. આ માટે અમારી સરકારે વ્યવસ્થાઓ ઊભી કરવા 50 કરોડની જોગવાઈ કરી છે. જરૂર પડશે તો ૫૦ કરોડ શું ૫૦૦ કરોડ પણ વાપરવાની સરકારની તૈયારી છે.

ઢોર નિયંત્રણ બિલમાં શું છે?

  • શહેરી વિસ્તારોમાં ઢોર રાખવા માટે પશુપાલકે લાઈસન્સ લેવું પડશે
  • મંજૂરીથી રાખેલા તમામ ઢોરને ટેગ લગાવવી પડશે
  • આ કાયદાના ભંગ બદલ 1 વર્ષ સુધીની કેદની સજા
  • ઓછામાં ઓછા 5 હજારથી વધુમાં વધુ 20 હજાર સુધીના દંડની જોગવાઇ
  • પશુપાલકે કાયદો અમલમાં આવ્યાના 90 દિવસમાં લાયસન્સ લેવું પડશે
  • લાયસન્સ મળ્યાના 15 દિવસમાં ઢોરને ટેગ લગાવવાની રહેશે
  • પ્રતિબંધિત વિસ્તારમાં ઘાસનું વેચાણ કરવા પર પ્રતિબંધ
  • પ્રતિબંધિત વિસ્તારમાં ઘાસનું વેચાણ થાય તો 10 થી 50 હજાર સુધીનો દંડ
  • બીજીવારના ગુનામાં એક મહિનાની કેદ અથવા 50 હજારથી 1 લાખ સુધીનો દંડ
  • ઢોર પકડવા ગયેલી પાર્ટીના હુમલો કરવાના કેસમાં થશે કાર્યવાહી
  • ઢોરને ભગાડી જવા અથવા તેનો પ્રયાસ કરવાના કિસ્સામાં થશે કાર્યવાહી
  • એક વર્ષની કેદ અને 50 હજારથી 1 લાખ સુધીના દંડની જોગવાઇ
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ