બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / Politics / અમદાવાદ / CR Patil Clarity 100 new MLAs BJP gujarat election

'ટિકિટ'નીતિ / '100 નવા MLA હશે' આ નિવેદન બાદ ભાજપમાં ગણગણાટ શરૂ થતા CR પાટીલે કરી સ્પષ્ટતા, જાણો શું કહ્યું...

Hiren

Last Updated: 01:51 PM, 14 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

'100 જેટલા નવા ધારાસભ્યો શોધવાના છે' પાટીલના આ નિવેદન બાદ ભાજપમાં ગણગણાટ શરૂ થયો છે. તેવામાં સી.આર.પાટીલે આ અંગે સ્પષ્ટતા કરી છે.

  • ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની સ્પષ્ટતા
  • વિપક્ષના ધારાસભ્યો છે ત્યાં નવા ચહેરા શોધીશુંઃ પાટીલ
  • નિવૃત થતા હશે ત્યાં નવા ચહેરા શોધીશુંઃ પાટીલ

100 નવા ચેહરાઓ વિશે નિવેદન બાદ સી.આર.પાટીલે સ્પષ્ટતા કરી છે.  પાટીલે કહ્યું કે, જ્યા વિપક્ષના ધારાસભ્યો છે ત્યાં લોકપ્રિય અને નવા ચેહરા શોધીશું. 70 નથી એ નવા ચહેરા હશે. હાલના ધારાસભ્યોમાંથી કેટલાક નિવૃત થશે આવા સંજોગોમાં મેં કહ્યું હતું 100 નવા ચહેરા હશે. 112 ધારાસભ્યોમાંથી નિવૃત થતા હશે ત્યા પણ નવા ચેહરા શોધીશું. સંપૂર્ણ નો રિપિટની કોઈપણ વાત નથી. જે કાર્યકરને લોકો સ્વિકારશે તેને ટિકિટ મળશે. ભાજપના તમામ કાર્યકરોમાંથી કોઈને પણ ટીકીટ મળી શકે. 

100 જેટલા નવા ધારાસભ્યો શોધવાના છેઃ પાટીલનું સાબરકાંઠામાં નિવેદન

સાબરકાંઠા ખાતે કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કહ્યું હતું કે, 100 જેટલા નવા ધારાસભ્યો શોધવાના છે. ધારાસભ્યોએ બંધબેસતી પાઘડી પહેરવી નહીં. ધારાસભ્યોનું નક્કી ઉપરથી થાય છે. હું કોઈને કાપી શકુ નહી હું કોઈને અપી શકુ નહીં. મોટા અંતરથી હારેલા ધારાસભ્યોને ટિકિટ નહીં મળે. ટિકિટ આપતા પહેલા 5થી 6 સર્વે કરાવાયા છે. ત્યારે હવે પાટીલના 100 જેટલા નવા ધારાસભ્યો વાળા નિવેદન બાદ નો-રિપિટ થિયરી 2022માં પણ લાગુ થાય તેવી ચર્ચા શરૂ થતા ભાજપ પ્રદેશ પ્રમુખે સ્પષ્ટતા કરી છે.

માત્ર લાયક ઉમેદવારને જ મળશે ટિકિટઃ પાટીલનું સોમનાથમાં નિવેદન

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે થોડા દિવસ અગાઉ સોમનાથના વેરાવળમાં એક નિવેદન આપ્યું હતું કે ટિકિટ માટે કોઈની લાગવગ નહીં ચાલે. પાર્ટી કાર્યકર્તાઓનો જેને સપોર્ટ હશે તેને જ ટિકિટ મળશે. માત્ર લાયક ઉમેદવારને જ ટિકિટ મળશે. એટલે કે નવી કેડર ઉભી કરાશે અને નાના કાર્યકર્તાઓને તક મળશે. પાટીલે આવી બાહેંધરી આપી હતી. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ