બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Covid 19 cases rise in India in last 24 hours, latest number of active cases is 479

દેશ / ભારતમાં અચાનક જ વધ્યો કોરોનાનો પ્રકોપ! 24 કલાકમાં કોવિડ કેસમાં ઉછાળો, શું ચીને વધારી ચિંતા?

Vaidehi

Last Updated: 06:12 PM, 4 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એકતરફ ચીનમાં નિમોનિયા અને ઈન્ફ્લૂએંઝાનાં કેસ વધી રહ્યાં છે તો બીજી તરફ ભારતમાં કોવિડ-19નાં કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લાં 24 કલાકમાં દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા વધી છે.

  • ભારતમાં એકાએક વધવા લાગ્યાં કોરોનાનાં કેસ
  • છેલ્લાં 24 કલાકમાં એક્ટિવ કેસોની સંખ્યામાં વધારો
  • ચીનમાં પણ શ્વાસની બીમારીઓ વધી રહી છે

ભારતને હાલ કોરોનાથી કોઈ મોટો ખતરો નથી. છેલ્લાં 1.5 વર્ષથી વાયરસનાં કેસ વધઘટ થયાં છે પણ સ્થિતિ કાબૂમાં રહી છે. પણ આ વચ્ચે હવે અચાનક દેશમાં કોવિડ-19નાં એક્ટિવ કેસોની સંખ્યા વધતી નોંધાઈ છે. છેલ્લાં 24 કલાકમાં એક્ટિવ મામલાઓની સંખ્યા વધીને 479 થઈ ગઈ છે. છેલ્લાં એક દિવસમાં 37 સક્રિય દર્દીઓ વધ્યાં છે જો કે આંકડો હજુ ઓછો છે. પણ સક્રિય દર્દીઓની સંખ્યામાં થતો આ વધારો ચિંતાનો વિષય તો છે જ કારણકે ચીનમાં પણ શ્વાસની બીમારીઓ વધી રહી છે. તેવામાં ભારતમાં કોવિડનો ગ્રાફ ઊંચે જઈ રહ્યો છે.

કોરોનાનાં કેસ વધવાનું કારણ શું?
મેડિસિન ડિપાર્ટમેંટનાં એક્સપર્ટ અનુસાર હાલમાં વાતાવરણમાં સતત ફેરફાર થઈ રહ્યાં છે. શિયાળો આવી ગયો છે. તેવામાં સીઝનમાં થતી બીમારીઓ વધુ થાય છે. ફ્લૂ અને સીઝનલ તાવનાં કેસ વધી જાય છે. આ બીમારીઓનાં લક્ષણોમાં શરદી, ઊધરસ અને તાવ સમાવિષ્ટ છે. કેટલાક કેસોમાં શ્વાસ લેવામાં પણ તકલીફ થાય છે. તેવા દર્દીઓ જ્યારે હોસ્પિટલ આવે છે ત્યારે તેમનું કોવિડ ટેસ્ટ પણ કરવામાં આવે છે. જેમાં કેટલાક લોકો પોઝિટિવ મળી આવે છે.

પેનિક થવાની વાત નથી...
એક્સપર્ટે કહ્યું કે શ્વાસની બીમારીઓનાં વધુ દર્દીઓ આવે છે જેથી ટેસ્ટની સંખ્યા પણ વધી ગઈ છે. પરિણામે કોવિડનાં આંકડાઓ પણ વધ્યાં છે. જો કે કેસ એટલા વધ્યાં નથી. જ્યારે પણ ટેસ્ટ થાય છે ત્યારે આટલા કેસ આવે જ છે. વાયરસ ક્યારે નાશ પામતો નથી. ટેસ્ટ થશે અને કેટલાક લોકો પોઝિટિવ આવશે પણ તેમાં પેનિક થવાની કોઈ વાત નથી.

ચીનની અસર ભારત પર?
ડોક્ટર્સ કહે છે કે ચીનમાં વધી રહેલા કેસનું કારણ ઈન્ફ્લૂએંઝા વાયરસ હોઈ શકે છે. પણ ચીનનાં કારણે ભારતમાં કેસ વધી રહ્યાં છે એવું કહેવું યોગ્ય નથી. કેસ વધવાનું કારણ લોકોમાં વધી રહેલા ફ્લૂનાં લક્ષણો છે અને ટેસ્ટની સંખ્યામાં થતો વધારો છે. તેવામાં એવું ન વિચારવું જોઈએ કે કેસ વધવા પાછળનું કારણ ચીન છે. જો કે ચીનમાં નિમોનિયા અને ઈન્ફ્લૂએંઝાનાં જે કેસ વધી રહ્યાં છે તેનાથી આપણને સાવધાન રહેવાની જરૂર છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ