બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / વિશ્વ / coronavirus vaccine research in progress trials on humans may begin within days

coronavirus / અમેરિકામાં કોરોનાવાયરસની રસી પ્રગતિના પંથે; પરીક્ષણ બાદ થોડા દિવસોમાં લોન્ચ થઇ શકે છે

Shalin

Last Updated: 06:44 PM, 14 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વાયરસના આતંક સામે દુનિયા ઘૂંટણિયે પડી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. જો કે આ સમયે એક રાહતના સમાચાર સામે આવી રહ્યા છે કે અમેરિકામાં કોરોનવાયરસની નવી પદ્ધતિથી બનાવવામાં આવેલી રસીઓ ટૂંક સમયમાં દર્દીઓ ઉપર ટ્રાયલ કરવામાં આવશે.

  • પ્રાણીઓ ઉપરનું પરીક્ષણ ટાળીને સીધું તંદુરસ્ત સ્વયંસેવકો ઉપર પરીક્ષણ થશે
  • જો સુરક્ષિત રહેશે તો કોરોનાવાયરસના દર્દીઓ ઉપર પણ પ્રયોગ થશે 

નોંધનીય છે કે આ પહેલા બ્રિટનના વૈજ્ઞાનિકે કહ્યું હતું કે એક રસીના ઉંદર ઉપર પરીક્ષણ કરવાથી સારા પરિણામ મળી રહ્યા છે. આ ઉપરાંત પારંપારિક રીતે જે પદ્ધતિથી રસી શોધવામાં આવતી હતી તેના કરતા આ રસી જુદી રીતે વિકસાવવામાં આવી રહી છે.

પ્રતિકાત્મક તસ્વીર

પહેલા રસી શોધવા માટે જે તે વાયરસના નબળા વર્ઝનને શરીરમાં દાખલ કરવામાં આવતું જેથી શરીર તે ઈન્ફેક્શન સામે લડવાનો રસ્તો શોધી લે છે. જો કે હવે નવી પદ્ધતિમાં RNAની મદદથી શરીરની રોગપ્રતિકારકને આ ઘાતક વાયરસ સામે પ્રોટીન ઉભા કરવા માટે તાલીમ આપે છે. 

ઉંદર ઉપર પ્રયોગ કરનાર રિસર્ચ ટીમે આશા વ્યક્ત કરી છે કે તેઓ જૂન સુધીમાં માણસો ઉપર કામ કરી શકે તેવી રસી લોન્ચ કરી શકે છે. જો કે ત્યાં સુધી એટલે કે મે મહિના સુધી કોરોનાનો કહેર આ જ પ્રમાણે ચાલુ રહેશે તેવી દહેશત જાહેર કરાઈ છે. 

Source : ANI

આ રસી વિશ્વના બધા દર્દીઓ સુધી પહોંચે એ માટે એક વર્ષનો સમય લાગશે તેમ લાગી રહ્યું છે. ત્યાં સુધી દર્દીઓએ જાતે જ આઇસોલેટ થઇને શરીર પોતે ઇન્ફેક્શન સામે લડત આપે ત્યાં રાહ જોવી પડશે.

યુરોપના દેશોમાં કોરોનાવાયરસનો આતંક વધી રહ્યો છે

યુરોપમાં ઇટાલી સૌથી વધુ કોરોના વાયરસ થી ત્રસ્ત છે. અહીં ગઈ કાલે કોરોના વાયરસ થી અત્યાર સુધીના સૌથી વધુ મૃત્યુ નોંધાયા છે. અધિકારીઓએ કહ્યું કે, ઈટાલીમાં છેલ્લા 24 કલાકમાં 250 લોકોનાં મોત નીપજ્યાં છે. ઈટાલીમાં કોરોનાથી એક જ દિવસમાં થયેલાં મોતની આ સૌથી મોટી સંખ્યા છે. આ સાથે જ ઈટાલીમાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને 12,66 થઈ ગઈ છે. અહીં કુલ 17,660 લોકો કોરોનાગ્રસ્ત છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ