બ્રેકિંગ ન્યુઝ
VTV / Corona eruptions again in the UK, with 93,045 cases reported in a single day
Mehul
Last Updated: 11:50 PM, 17 December 2021
ADVERTISEMENT
બ્રિટનમાં સતત ત્રીજા દિવસે કોરોના વાયરસના રેકોર્ડ કેસ નોંધાયા છે. શુક્રવારે કોરોના વાયરસના 93 હજાર નવા કેસ સામે આવતા સમગ્ર બ્રિટનમાં ફફડાટ ફેલાયો છે. જે અત્યાર સુધીનાં સૌથી વધારે રોજીંદા કેસ છે. ગુરુવારે અહીં કોરોનાના 88,376 કેસ નોંધાયા હતા.જ્યારે તેના એક દિવસ પહેલા એટલે કે બુધવારે 78,610 કેસ નોંધાયા હતા. સંક્રમણના નવા કેસને લઈને , મુખ્યત્વે કોરોના વાયરસના નવા વેરીયન્ટ ઓમિક્રોનને જવાબદાર મનાયો છે.
આઠમી જાન્યુઆરી પછી સૌથી વધુ કેસ
ADVERTISEMENT
આ પહેલા બ્રિટનમાં સૌથી વધુ રોજીંદા કેસ 8 જાન્યુઆરીએ સામે આવ્યા હતા.એ વખતે 68,053 નવા કેસ નોંધાયા હતા. તજજ્ઞોએ ચેતવણી પણ આપી હતી કે, આગામી દિવસોમાં કોરોનાના નવા કેસમાં વધુ ઉછાળો આવશે. યાદ રહે કે, બ્રિટન વિશ્વના એ દેશોમાં શામેલ છે જેમણે સૌથી પહેલા વેક્સીનેશન શરુ કર્યું હતું. જો કે, અહીં પહેલા કોરોના વાયરસ અને પછી ડેલ્ટા વેરીયંટ અને હવે ઓમિક્રોનનાં કારણે રેકોર્ડ કેસથી દુનિયાભરના દેશોમાં ચિંતા પેસાડી દીધી છે.
બ્રિટનમાં ઓમિક્રોનથી પહેલું મોત
બ્રિટનમાં કોરોના વાયરસના ખતરનાક વેરીયંટ ઓમિક્રોન થી પહેલું મોત નોંધાયું છે. બ્રિટન એવો પહેલો દેશ છે જ્યાં ઓમિક્રોનથી પહેલી મોત નોંધાયું હોય.બ્રિટનના વડાપ્રધાન બોરીસ જ્હોનસને આ માહિતી આપી હતી. તેમણે માહિતી આપતા કહ્યું હતું કે, આ નવો સટ્રેન મોટો સંખ્યામાં લોકોને હોસ્પિટલ પહોચાડી રહ્યો છે.તેમણે ચેતવણીના સ્વરમાં કહ્યું હતું કે, નાગરીકો ઓમિક્રોનને હળવાશથી ના લે.
ફ્રાન્સે,બ્રિટનથી બિનજરૂરી યાત્રા પર લગાવ્યો પ્રતિબંધ
બીજી તરફ, ફ્રાંસ સરકારે શનિ-રવિમાં બ્રિટનથી બિન જરૂરી પ્રવાસ પર પ્રતિબંધ લગાવ્યો છે.કારણકે, અહીં કોરોના વાયરસના રેકોર્ડ કેસ સામે આવ્યા છે. સરકારે નિવેદનમાં કહ્યું છે કે, શનિવાર મધરાતથી એટલે કે, શુક્રવારથી બ્રિટનના પ્રવાસેજવા કે આવવા માટે જરૂરી કારણ બતાવવું ફરજીયાત રહેશે. આ રસીકરણ થયેલા બંને તરફના મુસાફરો માટે નિયમ રહેશે
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મંત્રીમંડળ વિસ્તરણ / ગુજરાતના મંત્રીમંડળમાંથી 8થી વધુ મંત્રીઓના પત્તા કપાઇ શકે છે, સચિવાલયમાં ચર્ચા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
મંત્રીમંડળ વિસ્તરણ / ગુજરાતના મંત્રીમંડળમાંથી 8થી વધુ મંત્રીઓના પત્તા કપાઇ શકે છે, સચિવાલયમાં ચર્ચા
ADVERTISEMENT