બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Controversial video of Chairman of Nagar P.Education Committee in Ankleshwar

ભરૂચ / ચેરમેન ભાન ભૂલ્યા, ગાંડો ભાંડી, અધિકારીઓને ધમકાવ્યા, સંબંધીને ત્યાં પ્લાસ્ટિક ચેકિંગ માટે ટીમ આવતા ફાટ્યો બાટલો

Dinesh

Last Updated: 06:48 PM, 27 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bharuch News : અંકલેશ્વર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન ગણેશ અગ્રવાલ પ્લાસ્ટિક ચેકિંગ કરતા અધિકારીઓને જણાવે છે કે, મારું કોઈ અધિકારી કશું નહી કરી શકે,

 

  • અંકલેશ્વરમાં નગર પ્રા.શિક્ષણ સમિતિના ચેરમેનનો વિવાદિત વીડિયો
  • ગણેશ અગ્રવાલના વાયરલ વીડિયોથી વિવાદ
  • જાહેરમાં બબાલ કરી અપશબ્દોનો કર્યો પ્રયોગ 


નિયમો સૌ માટે સમાન હોવા જોઈએ પણ વાસ્તવમાં નેતાઓ, પોલીસ અધિકારીઓ અને કેટલાક સરકારી અધિકારીઓ નિયમોને તોડવામાં પ્રથમ ક્રમે હોય છે. અંકલેશ્વરમાં એક માથાકૂટ દરમિયાન નેતાજી બફાટ કરતા નજરે ચડ્યા છે. માથાકૂટ પ્લાસ્ટિક ચેકિંગની છે. 

પ્લાસ્ટિક ચેકિંગ મુદ્દે બબાલ
ભરૂચના અંકલેશ્વરમાં દુકાનમાં પ્લાસ્ટિક ચેકિંગ માટે એક ટીમ પહોંચે છે. જેની જાણ થતાં જ અંકલેશ્વર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન ગણેશ અગ્રવાલ દુકાન પર દોડી આવે છે. ત્યારબાદ અધિકારીઓને કાર્યવાહી કરતા અટકાવે છે, એટલું જ નહીં ચેકિંગ ટીમ સાથે ગેરવર્તણૂક કરીને અપશબ્દો બોલે છે. તેઓ કહે છે કે આ મારા સંબંધીની દુકાન છે.

'મારું કોઈ અધિકારી કશું નહી કરી શકે'
અંકલેશ્વર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન ગણેશ અગ્રવાલ ચેકિંગ અધિકારીઓને જણાવે છે કે, મારું કોઈ અધિકારી કશું નહી કરી શકે. નેતાજી રૌફ જમાવે છે અને કાર્યવાહીમાં અડચણરૂપ બને છે. અહીં સવાલ એ છે કે જનતા જ્યારે નિયમોને  અનુસરતી હોય તો જનતાએ જ ચૂંટેલા નેતાઓ નિયમોનું પાલન કેમ ન કરી શકે. હાલ તો માથાકૂટનો વીડિયો વાયરલ થયો છે. પણ ગણેશ અગ્રવાલ જેવા નેતાઓ વિરુદ્ધ કાર્યવાહી થાય છે કે કેમ તે જોવું રહ્યું.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ