બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Congress MLA Kirit Patel's biggest statement regarding resignation

VTV Exclusive / 'પાર્ટીના અમુક હોદ્દેદારોથી છીએ નારાજ, જો માંગણી નહીં સ્વીકારાય તો...', કોંગ્રેસના MLA કિરીટ પટેલનું રાજીનામાને લઇ સૌથી મોટું નિવેદન

Priyakant

Last Updated: 03:17 PM, 20 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Patan MLA Kirit Patel Latest News: કિરીટ પટેલે કહ્યું, મેં પ્રદેશમાં ત્રણ ત્રણ વાર લેખિતમાં રજૂઆત કરી છે છતાં પણ મારી વાતને અવગણવામાં આવી છે, મારી વાત સ્વીકારવામાં આવી હોત તો આજે મારે મીડિયામાં આવવાની જરૂર ના પડી હોત

  • પાટણ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે VTV ન્યુઝ સાથે કરી મોટી વાત
  • જો મારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો ચોક્કસ રાજીનામું આપીશ: કિરીટ પટેલ 
  • કિરીટ પટેલે પ્રદેશ કોંગ્રેસના નેતાઓ સામે વ્યક્ત કરી પોતાની નારાજગી 
  • ચૂંટણીમાં અમને હરાવનાર આગેવાનોને કોંગ્રેસ હોદ્દાઓ આપીને અમારી વાતની અવગણના કરી 
  • મેં પ્રદેશમાં ત્રણ ત્રણ વાર લેખિતમાં રજૂઆત કરી છે છતાં પણ મારી વાતને અવગણવામાં આવી છે
  • મારી વાત સ્વીકારવામાં આવી હોત તો આજે મારે મીડિયામાં આવવાની જરૂર ના પડી હોત: કિરીટ પટેલ

Patan MLA Kirit Patel : રાજ્યમાં હાલ જાણે શિયાળાની સાથે સાથે રાજીનામાંની મોસમ ચાલી રહી હોય તેમ અગાઉ આપના MLA એ રાજીનામું આપ્યા બાદ ગઈકાલે કોંગ્રેસના એક MLAએ રાજીનામું આપી દીધું હતું. આ તરફ હવે એવી ચર્ચા છે કે, આજે કે આવતીકાલે કોંગ્રેસ-આપ પાર્ટી માંથી વધુ રાજીનામું પડી શકે છે. આ સાથે ચર્ચા એવી પણ છે કે, આ રાજીનામું સૌરાષ્ટ્ર કે ઉત્તર ગુજરાતમાંથી પડી શકે છે. આ બધાની વચ્ચે પાટણના કોંગ્રેસી ધારાસભ્ય કિરીટ પટેલે VTV ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી. આ દરમિયાન કિરીટ પટેલે મોટું નિવેદન આપતા કહ્યું કે, જો  ટુંક સમયમાં અમારી માગ પૂરી કરવામાં નહીં આવે તો  ચોક્કસ રાજીનામું આપીશું. 

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગી શકે છે. ચર્ચાઓ મુજબ કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય કોંગ્રેસનો હાથ છોડી શકે છે. રાજ્યમાં પક્ષ પલટાની મૌસમ વચ્ચે કોંગ્રસમાં ઉઢલપાથલના એંધાણ વર્તાઈ રહ્યાં છે. પાટણ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે પક્ષ સામે નારાજગી વ્યક્ત કરી છે.. નારાજગી અંગે સ્પષ્ટતા કરતા કિરીટ પટેલે કહ્યું કે, કોંગ્રેસ પક્ષે મને બે વાર ધારાસભ્ય બનાવ્યો છે એટલે પક્ષ સામે નારાજગીનો કોઇ પ્રશ્ન નથી. પરંતુ પક્ષના કેટલાક હોદ્દેદારોથી નારાજ છું.

અમને હરાવવાના પ્રયત્ન કરનારને પક્ષમાં હોદ્દા અપાયા: કિરીટ પટેલ 
પાટણના કોંગ્રેસી ધારાસભ્યએ આરોપ મૂક્યો કે, અમને હરાવવાના પ્રયત્ન કરનારને પક્ષમાં હોદ્દા અપાયા છે. ચૂંટણીમાં પક્ષવિરોધી પ્રવૃતિ રૂપિયા લઈને કરવામાં આવી છે અને આવા પક્ષ વિરોધી પ્રવૃતિ કરનાર વિરૂદ્ધ અમે પ્રદેશકક્ષાએ અનેક રજૂઆત કરી છે, છતાં કોઇ પગલા લેવામાં આવ્યાં નથી. આ સાથે કિરીટ પટેલે ચીમકી ઉચ્ચારી છે કે, જો ટુંક સમયમાં અમારી માગ પૂરી કરવામાં નહીં આવે તોચોક્કસ રાજીનામું આપીશું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ