બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Congress leaders' reaction to Rahul Gandhi's return to Lok Sabha

પ્રતિક્રિયા / 'ફરીવાર જનતાનો અવાજ રાહુલ ગાંધીના રૂપમાં સંસદમાં ગૂંજશે', લોકસભાનું સભ્ય પદ પરત મળતા જુઓ શું બોલ્યા શક્તિસિંહ

Malay

Last Updated: 03:09 PM, 7 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rahul Gandhi In Parliament News: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું સંસદ સભ્યપદ પુનઃસ્થાપિત કરવામાં આવતા કોંગ્રેસ નેતાઓની પ્રતિક્રિયા આવી રહી છે. શક્તિસિંહ ગોહિલે કહ્યું, રાહુલ ગાંધીનું સાંસદપદ યથાવત્ રહેતા લોકોમાં ખુશી છે.

  • કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સાંસદ પદ ફરી મળ્યું 
  • ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનું નિવેદન 
  • હવે ફરીથી રાહુલ ગાંધીનો અવાજ સંસદમાં ગુંજશેઃ શક્તિસિંહ

સુપ્રીમ કોર્ટે શુક્રવારે મોદી સરનેમ માનહાનિ કેસમાં રાહુલ ગાંધીની બે વર્ષની સજા પર સ્ટે લગાવ્યા બાદ આજે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું સંસદ સભ્યપદ પુનઃસ્થાપિત કરવામાં આવ્યું છે. લોકસભા સચિવાલય દ્વારા નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. જે બાદ કોગ્રેસે ટ્વીટ કરીને કહ્યું કે, 'નફરતની સામે પ્રેમની જીત'. લોકસભા સચિવાલયે વાયનાડના સાંસદ રાહુલનું સભ્યપદ પુનઃસ્થાપિત કરતા રાજકીય નેતાઓની પ્રતિક્રિયા આવી રહી છે.

સંસદમાં ફરી ગુંજશે રાહુલ ગાંધીનો અવાજઃ શક્તિસિંહ ગોહિલ
ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું કે, નામદામ સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. રાહુલ ગાંધીની સદસ્યતા આજે બહાલ થઈ ગઈ છે. જે ખૂબ જ ખુશીની વાત છે. છેલ્લા ઘણા સમયથી લોકો માટે ઉઠતો અવાજ સંસદથી દૂર હતો, હવે ફરીથી રાહુલ ગાંધીનો અવાજ સંસદમાં ગુંજશે. તેમણે વધુમાં જણાવ્યું કે, રાહુલ ગાંધી કોઈ પણથી ડર્યા વગર લોકોના પ્રશ્ન ઉઠાવે છે. 

પ્રિયંકા ગાંધીએ કર્યું ટ્વીટ
રાહુલ ગાંધીને સાંસદ પદ ફરી મળતા પ્રિયંકા ગાંધીએ ખુશી વ્યક્ત કરી ટ્વીટ કર્યું છે.  તેમણે લખ્યું કે, દેશની જનતાના અસલી મુદ્દાઓનો અવાજ ફરી એકવાર સંસદમાં ગુંજશે. રાહુલ ગાંધીની સાથે ખભેથી ખભો મિલાવીને સંઘર્ષ કરનારા લાખો કોંગ્રેસ કાર્યકર્તાઓ અને ન્યાય-સત્યની લડાઈમાં સમર્થન આપનારા કરોડો દેશવાસીઓનો હૃદયપૂર્વક આભાર.

રાહુલ ગાંધી ભારતનો અવાજ છેઃ કેસી વેણુગોપાલ
કેસી વેણુગોપાલે ટ્વીટ કરીને જણાવ્યું કે, લોકશાહી જીતી ગઈ! ભારત જીત્યું! રાહુલ ગાંધી કોઈપણ ખચકાટ વિના સત્ય બોલીને તેમની સંસદીય યાત્રા ચાલુ રાખશે. તેઓ ભારતનો અવાજ છે, તેમને ક્યારેય ચૂપ કરી શકાય નહીં.

રાજસ્થાનના મુખ્યમંત્રીએ કહ્યું- આ સત્યની જીત છે
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ટ્વીટમાં લખ્યું છે કે રાહુલ ગાંધીની સંસદ સભ્યપદ પુનઃસ્થાપિત થવું એ સત્યની જીત છે. રાહુલ ગાંધીના સંઘર્ષ અને જનતાના અપાર સમર્થને એક હઠીલી સરકારને ઝૂકવા મજબૂર કરી. રાહુલ ગાંધીજીના રૂપમાં જનતાનો અવાજ હવે ફરી સંસદમાં ગુંજશે અને સામાન્ય જનતાના હિતની વાત ઉઠાવશે.

સુપ્રીમ કોર્ટે સજા પર લગાવ્યો હતો સ્ટે
વાસ્તવમાં સુપ્રીમ કોર્ટે શુક્રવારે મોદી સરનેમ માનહાનિ કેસમાં રાહુલ ગાંધીની બે વર્ષની સજા પર રોક લગાવી દીધી હતી.આ સાથે તેમની સંસદ પુનઃસ્થાપિત કરવાનો રસ્તો સાફ થઈ ગયો હતો. મોદી સરનેમ માનહાનિ કેસમાં 23 માર્ચે રાહુલ ગાંધીને સુરતની નીચલી અદાલતે બે વર્ષની સજા ફટકારી હતી. SCએ 134 દિવસ બાદ આ કેસમાં રાહુલ ગાંધીની સજા પર રોક લગાવી હતી. 

શું છે સમગ્ર મામલો?
23 માર્ચે સુરતની CJM કોર્ટે 2019માં મોદી સરનેમ અંગે કરેલી ટિપ્પણીના કેસમાં રાહુલને બે વર્ષની સજા સંભળાવી હતી. 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન કર્ણાટકના કોલારમાં એક રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, "બધા ચોરની અટક (સરનેમ) મોદી જ કેમ હોય છે?"  જેને લઈને ભાજપના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. 23 માર્ચે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એચ.એચ વર્માની કોર્ટે રાહુલ ગાંધીને દોષિત ઠેરવી બે વર્ષની સજા સંભળાવી હતી. બીજા જ દિવસે રાહુલ ગાંધીએ લોકસભાનું સભ્યપદ ગુમાવ્યું હતું. 

20 એપ્રિલે સેશન્સ કોર્ટે ફગાવી હતી અરજી
જે બાદ CJM કોર્ટના આ ચુકાદાને તેમણે સેશન્સ કોર્ટમાં પડકાર્યો હતો. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી 3 એપ્રિલે સુરત આવ્યા હતા. તેમની સાથે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ ઉપરાંત કાયદાકીય ટીમ પણ સુરત આવી હતી. તેમના દ્વારા નીચલી કોર્ટના ચુકાદા સામે સેશન્સ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જે બાદ 13 એપ્રિલના રોજ કોર્ટમાં બંને પક્ષો વચ્ચે અંદાજે 5 કલાક સુધી દલીલો થઇ હતી. જ્યારે 20 એપ્રિલે સુરતની સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીની અરજી ફગાવી દઇ તેમની સજા યથાવત રાખી.

ગુજરાત હાઈકોર્ટમાં કરી હતી અરજી 
જે બાદ રાહુલ ગાંધીએ સુરત કોર્ટના હુકમને પડકારતા સજા મોકૂફી મામલે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. ગુજરાત હાઈકોર્ટમાં જસ્ટિસ હેમંત પ્રચ્છકની કોર્ટમાં આ મામલે સુનાવણી યોજાઈ હતી.ગુજરાત કોર્ટે માનહાનિના કેસમાં સજા પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો હતો. આ સાથે જ કોર્ટે રાહુલ ગાંધી દ્વારા સજા પર રોક લગાવવાની માંગ કરતી અરજીને પણ ફગાવી દીધી હતી. જે બાદ રાહુલ ગાંધીએ મોદી સરનેમ માનહાનિ કેસ પર સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જ્યાં સુપ્રીમ કોર્ટે તેમની બે વર્ષની સજા પર રોક લગાવી દીધો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ