બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Compulsion of the world! Farmers of Radhanpur protested half-naked

પાટણ / જગતના તાતની મજબૂરી! રાધનપુરના ખેડૂતોએ અર્ધનગ્ન થઈ નોંધાવ્યો વિરોધ, તાત્કાલિક સંબંધિત વિભાગે આપી હૈયાધારણા, જાણો શું છે મામલો

Vishal Khamar

Last Updated: 05:49 PM, 30 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરહદી વિસ્તાર એવા રાધનપુર પંથકમાં ખેડૂતો દ્વારા મોટા પ્રમાણમાં શિયાળુ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. પરંતું કેનાલમાં છેલ્લા ઘણા સમયથી પાણી ન છોડવામાં આવતા પાક સૂકાઈ રહ્યો છે. જે બાબતે આજે ખેડૂતો અર્ઘનગ્ન થઈ નર્મદા વિભાગની ઓફીસે લેખિતમાં રજૂઆત કરી હતી.

  • રાધનપુરનાં ખેડૂતોએ અર્ધનગ્ન થઈ નોંધાવ્યો વિરોધ
  • નર્મદાની મોટીપીંપળી ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાં પાણી છોડવાની માંગ
  •  નર્મદા વિભાગે 4 દિવસમાં કેનાલમાં પાણી આપવાની આપી હૈયાધારણા
  • પાણી વગર ખેડૂતોના એરંડા,રાયડાનો પાક સૂકાઈ રહ્યો છેઃ ખેડૂત

રાધનપુર પંથકનાં ખેડૂતો દ્વારા બજારમાંથી મોંઘા બિયારણ લાવી ખેતરમાં શિયાળુ પાકનું વાવેતર કર્યું છે. પાકને સમયસર પાણી મળી રહે તે માટે અનેકવાર કેનાલમાં પાણી છોડવાની રજૂઆત કરી હતી. જે બાદ પણ કેનાલમાં પાણી ન છોડવામાં આવતા આજે ભીલોટ, નાયતવાડા, કલ્યાણપુરા તેમજ મોટીપીંપળી ગામનાં ખેડૂતોએ નર્મદા વિભાગની ઓફીસે જઈ અર્ધનગ્રન થઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ખેડૂતો દ્વારા અનેકવાર નર્મદાની મોટીપીંપળી ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાં પાણી છોડવા માંગ કરી હોવા છતા પાણી ન છોડાતા આજે ખેડૂતો દ્વારા ઉગ્ર દેખાવ કરી નર્મદા વિભાગની ઓફીસે લેખિતમાં રજૂઆત કરી હતી. ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવતા 4 દિવસમાં કેનાલમાં પાણી છોડવાની હૈયાધારણા આપી હતી. 

ખેડૂતોએ આવેદનપત્ર આપી રજૂઆત કરી

ક્યાં ક્યાં પાકો સૂકાઈ રહ્યા છે
રાધનપુર પંથકમાં ખેડૂતો દ્વારા શિયાળુ પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું. ખેતરમાં વાવેતર કરેલ પાકને સમયસર પાણી ન મળતા પાણી વગર ખેડૂતોનાં એરંડા, રાયડાનો પાક સૂકાતો હોવાથી ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો. તેમજ ખેડૂતો દ્વારા ચીમકી ઉચ્ચારી હતી કે, આગામી સમયમાં કેનાલમાં પાણી છોડવામાં નહી આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે. 

એરંડા, રાયડો સહિતનાં પાકો સુકાઈ રહ્યા છેઃ ખેડૂત
આ બાબતે ખેડૂત દ્વારા જણાવ્યું હતું કે,  ભીલોટ, નાયતવાડા, કલ્યાણપુરાનાં ખેડૂતો પાણી છોડાવવા માટે નર્મદા ઓફીસે રજૂઆત કરી હતી. ત્યારે નર્મદા ઓફીસના અધિકારીએ ચાર દિવસમાં પાણી ચાલુ કરી દેવાનું કીધું છે. પાણી ન મળવાનાં કારણે ખેતરમાં વાવેતર કરેલ એરંડા, રાયડો તેમજ રજકાનું વાવેતર કરવાનો સમય પણ થઈ ગયો છે.  પાકને સમયસર પાણી મળી રહે તે માટે ખેડૂતો રજૂઆત કરવા માટે આવ્યા છે.  જો ચાર દિવસમાં કેનાલમાં પાણી શરૂ નહી થાય તો છઠ્ઠા દિવસે અમે બીજા અન્ય ગામનાં ખેડૂતો સાથે લાવીને ઉગ્ર આંદોલન કરશું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ