બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Cloudy weather in Ahmedabad from early morning today

SHORT & SIMPLE / કમોસમી વરસાદના માર વચ્ચે અમદાવાદમાં તાપમાનનો પારો જશે 40 ડિગ્રીને પાર, જુઓ હાલમાં ક્યાં કેટલી ગરમી?

Malay

Last Updated: 09:24 AM, 7 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં આજે વહેલી સવારથી છવાયું વાદળછાયું વાતાવરણ. હવામાન વિભાગે આગામી 2 દિવસમાં તાપમાન 40 ડિગ્રીએ પહોંચવાની કરી છે આગાહી.

  • અમદાવાદના વાતાવરણમાં પલટો
  • શહેરમાં વાદળછાયું વાતાવરણ
  • પૂર્વ વિસ્તારમાં કમોસમી વરસાદ

આજે વહેલી સવારથી અમદાવાદનું વાતાવરણ પલટાયું છે. આજ વહેલી સવારથી અમદાવાદ શહેરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. શહેરના પૂર્વ વિસ્તારમાં વરસાદી છાંટા પણ પડ્યા છે. જેને લીધે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. આજે સવારે શહેરમાં ઠંડા પવન તેમજ વાદળછાયા વાતાવરણનો અનુભવ થયો હતો. તો અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં વાદળનો ગડગડાટ સાંભળવા મળ્યો હતો. વાદળછાયા વાતાવરણને પગલે ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને માવઠાની ચિંતા સતાવી રહી છે.

કાળા ડિબાંગ વાદળો સાથે અમદાવાદમાં ધોધમાર વરસાદ, મિનિ વાવાઝોડું આવતા ધૂળની  ડમરીઓ ઉડી | Afternoon in Ahmedabad the weather changed

2 દિવસમાં તાપમાન 40 ડિગ્રીએ પહોંચવાની આગાહી
હવામાન વિભાગે આગામી 2 દિવસમાં અમદાવાદનું તાપમાન 40 ડિગ્રીએ પહોંચવાની આગાહી કરી છે. ગતરોજ હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, આવતીકાલથી કમોસમી વરસાદથી આંશિક રાહત મળશે. આવતીકાલથી તાપમાનનો પારો ઉંચકાવાની શરૂઆત થશે.

'મોટાભાગના શહેરમાં 3થી 4 ડિગ્રી તાપમાન વધશે'
ડૉ. મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, આવતીકાલથી રાજ્યના મોટાભાગના શહેરમાં 3થી 4 ડિગ્રી તાપમાન વધશે. આગામી દિવસોમાં તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. અમદાવાદ અને ગાંધીનગરમાં તીવ્ર ગરમીનો અનુભવ થઈ શકે છે. 

ક્યાં કેટલી ગરમી?
હવામાન વિભાગના આંકડાઓ મુજબ, ગુરુવારે અમદાવાદનું મહત્તમ તપમાન 37.9 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે સુરેન્દ્રનગરનું મહત્તમ તાપમાન 38.0, વડોદરા 37.4, અમરેલી 37.4, ગાંધીનગર 37.2, રાજકોટ 37.2, મહુવા 37.2, કેશોદ 37.0 અને ભુજમાં 36.8 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ