બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / chest pain unusually tired 6 early warning heart attack signs

હાર્ટ કેર / હાર્ટ એટેક આવવાના સૌથી મોટા 6 કારણ, નજરઅંદાજ કર્યા તો ગયા સમજો, નિષ્ણાંત ડૉક્ટરની આ સલાહને અનુસરો

Bijal Vyas

Last Updated: 09:00 PM, 9 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાર્ટ એટેકના કારણે અનેક યુવાનોના મોતના કિસ્સા પણ સામે આવ્યા છે. કોવિડ બાદ હાર્ટ એટેકમાં અચાનક વધારો થવા અંગે ચર્ચા ચાલી રહી છે, તેની પાછળનું સાચું કારણ શું છે?

  • વધુ પડતો સ્ટ્રેસ લેવુએ હાર્ટ એટેકનું મુખ્ય કારણ છે
  • પૂરતી ઊંઘ ન મળવાથી કે લેવાના કારણે હાર્ટ એટેકના કેસમાં પણ વધારો થયો છે
  • વધુ પડતી કસરતને કારણે હૃદય પર તણાવ રહે છે જેના કારણે હાર્ટ એટેક આવી શકે છે. 

Heart Attack: તાજેતરમાં હાર્ટ એટેકના ઘણા કેસો સાંભળવા મળે છે. લગ્નમાં હસતા, રમતા અને નાચતા સ્વસ્થ લોકોના હાર્ટ એટેકના કારણે અચાનક મૃત્યુ થતા આરોગ્ય નિષ્ણાતો ચિંતામાં મુકાયા છે. હાર્ટ એટેકના કારણે અનેક યુવાનોના મોતના કિસ્સા પણ સામે આવ્યા છે. કોવિડ બાદ હાર્ટ એટેકમાં અચાનક વધારો થવા અંગે ચર્ચા ચાલી રહી છે, તેની પાછળનું સાચું કારણ શું છે. આવો તમને જણાવીએ કે આ અંગે નિષ્ણાતો શું માને છે.

ડોક્ટરનું માનવુ છે કે,  યુવાનો અને વૃદ્ધોના અકાળ મૃત્યુનું મુખ્ય કારણ હાર્ટ એટેક છે. હાર્ટ એટેકના કારણે ઘણા લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ થાય છે જ્યારે કેટલાક લોકો હોસ્પિટલમાં લઈ જતી વખતે તો ઘણા હોસ્પિટલમાં લઇ ગયા બાદ મૃત્યુ પામે છે. આવો, ડોક્ટરના મતે  હાલના સમયમાં હાર્ટ એટેકમાં વધારો થવાના મુખ્ય કારણો વિશે જાણીએ...

1. સ્ટ્રેસ લેવોઃ વધુ પડતો સ્ટ્રેસ લેવુએ હાર્ટ એટેકનું મુખ્ય કારણ છે. હાલના સમયમાં યુવાનોમાં પણ સ્ટ્રેસ (તણાવ) વધ્યો છે. આર્થિક, પારિવારિક કારણો, પરિવારમાં કોઈનું આકસ્મિક મૃત્યુ, સમયનો અભાવ કે અન્ય કારણોસર યુવાનોમાં તણાવ વધ્યો છે. જે હાર્ટ એટેકનું મોટું કારણ છે. ડોક્ટર અનુસાર તણાવના કારણે હાર્ટ એટેકના કેસ ઝડપથી વધી રહ્યા છે.

ખબર પણ નહીં પડે અને આવી જશે સાયલન્ટ હાર્ટએટેક, પળમાં જતો રહેશે જીવ, જાણી  લેજો બચવાના ઉપાય I what is a silent heart attack know causes symptoms risk  factors


2. પૂરતી ઊંઘ ન લેવીઃ પૂરતી ઊંઘ ન મળવાથી કે લેવાના કારણે હાર્ટ એટેકના કેસમાં પણ વધારો થયો છે. આજકાલ યુવાનોમાં મોબાઈલનો ઉપયોગ વધુ પડતા સ્ટ્રેસ કે અન્ય કારણોસર પૂરતી ઊંઘ નથી આવતી. જેના કારણે હાર્ટ એટેકના કેસમાં પણ વધારો થયો છે.

3. ખરાબ ડાયેટઃ આજના યુવાનો હેલ્ધી ડાયટ નથી લેતા. યુવાનોમાં ફાસ્ટ ફૂડનું સેવન ઝડપથી વધ્યું છે. બજારમાં તળેલી વસ્તુઓ વધુ ખાવાથી હાર્ટ એટેકના કેસ પણ વધી ગયા છે.

4. જેનેટિક કારણોઃ પરિવારમાં જો કોઈ વ્યક્તિનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હોય, તો તેમણે વધુ સતર્ક રહેવાની જરૂર છે. હાર્ટ એટેકનું મુખ્ય કારણ જીનેટિક્સ છે. તેથી, જો તમારા પરિવારમાં કોઈનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હોય, તો તમારી જાતનું વિશેષ ધ્યાન રાખો.

Special tips again Heart Attack

5. વ્યાયામનો અતિરેકઃ તાજેતરના સમયમાં એવું જોવામાં આવ્યું છે કે જે લોકો દરરોજ કસરત કરે છે તેઓ પણ હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. વ્યાયામ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. પરંતુ વધુ પડતી કસરતને કારણે હૃદય પર તણાવ રહે છે જેના કારણે હાર્ટ એટેકના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. એટલા માટે દરરોજ માત્ર માપની જ કસરત કરો.


6. જોખમી પરિબળોની હાજરી: ઘણા રોગો છે જે હાર્ટ એટેકનું કારણ બને છે. ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, બ્લડપ્રેશર વગેરે જેવી બીમારીઓ પણ હાર્ટ એટેકનું કારણ બની શકે છે. વધુ પડતું ધૂમ્રપાન પણ હાર્ટ એટેકનું કારણ બને છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ