બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / CBSE's big decision, divisions and distinctions will not be given in board exams

BIG NEWS / હવે કોઈ ટકા કે ડિવિઝન નહીં અપાય, માત્ર માર્ક્સ જ અપાશે...: ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા પહેલા મોટું એલાન

Megha

Last Updated: 02:41 PM, 1 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન ( CBSE)એ ધોરણ 10-12ની બોર્ડ પરીક્ષાઓ માટે ટકાવારીની ગણતરી માટેના માપદંડોમાં મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે.

  • CBSE બોર્ડે 10મી અને 12મીની પરીક્ષા પહેલા મોટો ફેરફાર કર્યો
  • હવે કોઈ ટકા કે ડિવિઝન નહીં અપાય, માત્ર માર્ક્સ જ અપાશે

CBSE બોર્ડે 10મી અને 12મીની પરીક્ષા પહેલા મોટો ફેરફાર કર્યો છે. બોર્ડે આ અંગે મહત્વની માહિતી જાહેર કરી છે. તેની સૂચના સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનની સત્તાવાર વેબસાઇટ cbse.gov.in પર પોસ્ટ કરવામાં આવી છે. આ મુજબ, વર્ષ 2024માં CBSE બોર્ડની પરીક્ષામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને વિભાગ, રેન્ક અથવા ડિસ્ટ્રિક્શન માર્કસ આપવામાં આવશે નહીં.

CBSEએ સૂચના આપી
CBSE એ સત્તાવાર સૂચનામાં જણાવ્યું છે કે પરીક્ષા પેટા-નિયમોના પ્રકરણ 7 ની પેટા કલમ 40.1 (3) મુજબ, કોઈ ટકા કે ડિવિઝન આપવામાં આવશે નહીં. બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓના માર્કસની ટકાવારીની ગણતરીને લઈને ઘણી વખત સવાલો ઉભા થયા છે. આવી સ્થિતિમાં સીબીએસઈએ નિર્ણય લીધો છે કે કોઈ ડિવિઝનની ગણતરી કરવામાં આવશે નહીં. CBSEના આ નિર્ણયથી લાખો વિદ્યાર્થીઓને અસર થશે.

ડેટશીટ ક્યારે બહાર પાડવામાં આવશે?
CBSE દ્વારા અગાઉ જારી કરાયેલા નોટિફિકેશન મુજબ, 10મી-12મી બોર્ડની પરીક્ષાઓ 15 ફેબ્રુઆરી, 2024થી શરૂ થશે અને એપ્રિલ સુધી ચાલશે. જો કે, બોર્ડે હજુ સુધી પરીક્ષાઓની ડેટશીટ જાહેર કરી નથી. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો બોર્ડ ટૂંક સમયમાં આ અંગે નોટિફિકેશન બહાર પાડશે. આવી સ્થિતિમાં, ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ પર નજર રાખવી જોઈએ.
આ પહેલા શાળાઓ દ્વારા બોર્ડની પરીક્ષાના પેપર ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે.
 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ