બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / Can't get away with apologizing after indecent posting: Supreme Court

ટિપ્પણી / અભદ્ર પોસ્ટ કરી પછી માફી માંગીને બચી નહીં શકો: સુપ્રીમ કોર્ટે કહ્યું પરિણામ તો ભોગવવા જ પડશે

Priyakant

Last Updated: 04:00 PM, 19 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Supreme Court News: સુપ્રીમ કોર્ટે કહ્યું, સોશિયલ મીડિયા પર અપમાનજનક પોસ્ટ કરનારાઓને સજા કરવી જરૂરી, આવા લોકો માફી માંગીને ફોજદારી કાર્યવાહીથી બચી શકે નહીં

  • સુપ્રીમ કોર્ટમાં સોશિયલ મીડિયા પર અભદ્ર-અપમાનજનક પોસ્ટને લઈ સુનાવણી
  • સોશિયલ મીડિયા પર અપમાનજનક પોસ્ટ કરનારાઓને સજા કરવી જરૂરી: સુપ્રીમ 
  • કોર્ટે તમિલ અભિનેતા અને પૂર્વ MLA એસ વે શેખરસામે નોંધાયેલ કેસને રદ કરવાનો કર્યો ઇનકાર 

સુપ્રીમ કોર્ટે શુક્રવારે સોશિયલ મીડિયા પર અભદ્ર અને અપમાનજનક પોસ્ટને લગતી અરજી પર સુનાવણી કરી હતી. આ દરમિયાન જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ પ્રશાંત કુમારની બેન્ચે કહ્યું કે, સોશિયલ મીડિયા પર અપમાનજનક પોસ્ટ કરનારાઓને સજા કરવી જરૂરી છે.

શું કહ્યું સુપ્રીમ કોર્ટે ? 
સુપ્રીમ કોર્ટની જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ પ્રશાંત કુમારની બેન્ચે કહ્યું કે, આવા લોકો માફી માંગીને ફોજદારી કાર્યવાહીથી બચી શકે નહીં. તેઓએ તેમના કાર્યોના પરિણામોનો સામનો કરવો પડશે. નોંધનીય છે કે, કોર્ટે તમિલ અભિનેતા અને ભૂતપૂર્વ ધારાસભ્ય એસ વે શેખર (72) સામે નોંધાયેલ કેસને રદ કરવાનો ઇનકાર કર્યો હતો. મહિલા પત્રકારો પર વાંધાજનક ટિપ્પણી કરવા બદલ તેમની સામે કેસ નોંધવામાં આવ્યો છે.

શું છે સમગ્ર મામલો ?
વાત જાણે એમ છે કે, 2018માં તમિલ અભિનેતા અને ભૂતપૂર્વ ધારાસભ્ય એસ.વે. શેખરે પોતાના ફેસબુક પર મહિલા પત્રકારોને નિશાન બનાવીને વાંધાજનક પોસ્ટ કરી હતી. હકીકતમાં એક મહિલા પત્રકારે તમિલનાડુના તત્કાલીન રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત પર અભદ્રતાનો આરોપ લગાવ્યો હતો. મહિલા પત્રકારના આ આરોપ અંગે શેખરે પોતાનો અભિપ્રાય આપ્યો હતો.તેમની પોસ્ટ બાદ ઘણો વિવાદ થયો હતો. ડીએમકેએ તેમના રાજીનામાની માંગ કરી હતી. શેખરે પાછળથી માફી માંગી અને પોસ્ટ પણ કાઢી નાખી પરંતુ આ પોસ્ટને લઈને તમિલનાડુમાં તેની સામે કેસ નોંધવામાં આવ્યા હતા.

શું કહ્યું શેખરના વકીલે ? 
આ દરમિયાન શેખરના વકીલે કહ્યું કે, જેવુ એમને (શેખરને) પોતાની ભૂલનો અહેસાસ થયો, તેમણે તરત જ તેની પોસ્ટ કાઢી નાખી અને બિનશરતી માફી માંગી. અભિનેતાએ અન્ય કોઈની પોસ્ટ શેર કરી હતી. તે સમયે તેની આંખોમાં દવા નાખી હોવાથી તેની દ્રષ્ટિ ઝાંખી પડી ગઈ હતી. જેના કારણે તેઓ પોસ્ટમાં શું લખ્યું છે તે જોઈ શક્યા ન હતા. ઘણા લોકો શેખરને સોશિયલ મીડિયા પર ફોલો કરે છે, જેના કારણે આ પોસ્ટ શેર કરતાની સાથે જ વાયરલ થઈ ગઈ હતી.

શું કહ્યું સુપ્રીમ કોર્ટે ? 
જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ પ્રશાંત કુમારે કહ્યું કે, શેખરે સોશિયલ મીડિયા પર કન્ટેન્ટ વાંચ્યા વગર કેવી રીતે પોસ્ટ કર્યું. ત્યારબાદ કોર્ટે તેની સામે ચાલી રહેલા કેસમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો હતો અને તેને કાનૂની કાર્યવાહીનો સામનો કરવા કહ્યું હતું. બેન્ચે આગળ કહ્યું કે, લોકોએ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી વખતે ઘણું ધ્યાન આપવું જોઈએ. સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો જરૂરી નથી, પરંતુ જો કોઈ કરે તો તેણે ભૂલનો ભોગ બનવું જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ