બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / Politics / by election results update bjp congress win seats

પરિણામ / 3 લોકસભા અને 29 વિધાનસભાનું આજે પરિણામ, થશે આ પાર્ટી અને પ્રજાનું ભવિષ્ય નક્કી

Dharmishtha

Last Updated: 11:02 AM, 2 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં 30 ઓક્ટોબરે 3 લોકસભા અને 29 વિધાનસભા સીટો પર વોટ નાંખવામાં આવ્યા હતા. આજે તેનું પરિણામ છે.

  • 3 લોકસભા અને 29 વિધાનસભાનો નિર્ણય આજે
  • મધ્ય પ્રદેશમાં મોટી સ્પર્ધા, રાજસ્થાનમાં માહોલ ગરમ
  • લાલૂની એન્ટ્રીએ બિહાર ચૂંટણીને રસપ્રદ બનાવી દીધી

3 લોકસભા અને 29 વિધાનસભાનો નિર્ણય આજે

મળતી જણકારી મુજબ 30 ઓક્ટોબરે 3 લોકસભા સીટો પર વોટ પડ્યા હતા. તે સીટો હતી દાદરા અને નગર હવેલી, હિમાચલના મંડી તથા મધ્ય પ્રદેશની ખંડવા. આ ઉપરાંત જે 29 વિધાનસભાની સિટો પર વોટ પડ્યા હતા. જેમાં આસામના 5, બંગાળની 4 , મધ્ય પ્રદેશ, હિમાચલ તથા મેઘાલયના 3 -3 , બિહાર, રાજસ્થાન તથા કર્ણાટકના 2-2 અને આંધ્ર પ્રદેશ, હરિયાણા, મહારાષ્ટ્ર, મિઝોરમ તથા તેલંગાણાની એક- એક વિધાનસભા સીટ સામેલ હતી.  સૌથી રસપ્રદ સ્પર્ધા મધ્ય પ્રદેશ અને બિહારમાં જોવા મળશે.  કેમ કે આ 2 રાજ્યોમાં ભારે પ્રચાર કરવામાં આવ્યા હતા. 

મધ્ય પ્રદેશમાં મોટી સ્પર્ધા

મધ્ય પ્રદેશમાં ચૂંટણી પ્રચારમાં ખુદ સીએમ શિવરાજે 20થી વધારે સભાઓ કરી હતી. જેના કારણે આ તેમના આત્મસન્માનની લડાઈ બની ગઈ છે. કોંગ્રેસ પણ રાજ્યોમાં એકબીજા સાથે આશા લગાવીને બેઠી છે.  મધ્ય પ્રદેશમાં ખંડવા સંસદીય વિસ્તાર સહિત પૃથ્વીપુર, જોબટ અને રૈગાંવ વિધાનસભા વિસ્તારની પેટા ચૂંટણી યોજાઈ હતી. 

રાજસ્થાનમાં માહોલ ગરમ

આજે રાજસ્થાનનો નિર્ણય થવાનો છે. રાજ્યના વલ્લભનગર (ઉદેયપુર) અને ધરિયાવદ (પ્રતાપગઢ) વિધાનસભા સીટો પર વોટિંગ થયું હતુ. હવે સીએમ ગહેલોત આને પોતાની મોટી પરીક્ષા માની રહ્યા છે. તે આ બન્ને સીટ જીતી હાઈ કમાનના પોતાના પરના ભરોસાને વધારે મજબૂત કરવા માંગે છે. 

લાલૂની એન્ટ્રીએ બિહાર ચૂંટણીને રસપ્રદ બનાવી દીધી

બિહારના બે સીટો કુશેશ્વરસ્થાન અને તારાપુરનું નશીબ પણ આજે નક્કી થશે. લાલુ પ્રસાદ યાદવની એન્ટ્રી બાદથી આ ઉપચૂંટણી ચર્ચામાં રહી અને કેમ કે બન્ને જેડીયૂ અને આરજેડીએ આને પોતાનું વર્ચસ્વ જોડી દીધું છે તેવામાં આ સ્પર્ધા ઘણી મહત્વની છે.

બંગાળમાં કોણ જીતશે

પશ્ચિમ બંગાળની ચાર વિધાનસભા સીટો દિનહાટા, નદિયા જિલ્લાની શાંતિપુર, ઉત્તર 24 પરગનાની ખરદા અને દક્ષિણ 24 પરગનાની ગોસાબા સીટ પર પેટા ચૂંટણી થઈ હતી. ત્યારે પ્રતિષ્ઠાની વાત કરીએ તો ટીએમસી કોઈ પણ કિંમત પર દિનહટા સીટ ફરી જીતવા માંગે છે. તો ભાજપ પણ શાંતિપુર સીટ પર પોતાની જીતની આશા લગાવી બેઠી છે.  આ રાજ્યો ઉપરાંત આસામ, હરિયાણા અને હિમાચલમાં ભારે સ્પર્ધા જોવા મળી રહી છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ