બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / મનોરંજન / Brand Priyanka Chopra beats Khans, Akshay Kumar report says

બોલિવૂડ / આ મામલે પ્રિયંકા ચોપડાએ સલમાન અને અક્ષય જેવા સુપરસ્ટાર્સને પણ પછાડ્યા, જાણીને ચોંકી જશો

Noor

Last Updated: 05:51 PM, 24 December 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રિયંકા ચોપડા બ્રાન્ડ વેલ્યૂ મામલે અક્ષય કુમાર અને સલમાન ખાન જેવા સુપરસ્ટાર્સથી પણ આગળ છે. ઓનલાઈન સેન્ટિમેન્ટ એનાલિસિસ કંપની Checkbrandએ આવો દાવો કર્યો છે. આ કંપની ફિલ્મ સ્ટાર્સની બ્રાન્ડ વેલ્યૂ નક્કી કરવા માટે જાણીતી છે. કંપની દ્વારા તૈયાર કરાયેલી રિપોર્ટ મુજબ પ્રિયંકાની બ્રાન્ડ વેલ્યૂ 2.65 અબજ રૂપિયા છે, જ્યારે અક્ષયની બ્રાન્ડ વેલ્યૂ 2.60 અબજ અને સલમાનની બ્રાન્ડ વેલ્યૂ 2.52 અબજ રૂપિયા છે. જ્યારે દીપિકા પાદુકોણની બ્રાન્ડ વેલ્યૂ 2.11 અબજ રૂપિયા છે અને કિંગ ખાનની બ્રાન્ડ વેલ્યૂ 2.09 અબજ રૂપિયા આંકવામાં આવી છે.

  • આ મામલે પ્રિયંકા ચોપડાએ સલમાન અને અક્ષય જેવા સુપરસ્ટાર્સને પણ પછાડ્યા
  • પ્રિયંકાની બ્રાન્ડ વેલ્યૂ 2.65 અબજ રૂપિયા છે
  • ગ્લોબલ અભિનેત્રી પ્રિયંકાએ મોટા સ્ટાર્સને કર્યા પાછળ

કંપનીએ બ્રાન્ડ વેલ્યૂ એન્ગેજમેન્ટ અને ફોલોઅર્સના આધારે નક્કી કરી છે. રિપોર્ટ અનુસાર છેલ્લા ક્વાર્ટરમાં સૌથી ટ્રેન્ડિંગમાં એક્ટ્રેસ ક્રિતી સેનન રહી છે. બીજા નંબર પર અને ત્રીજા નંબર પર પ્રિયંકા ચોપરા અને આલિયા ભટ્ટ છે. તે પછી અક્ષય કુમાર, સલમાન ખાન, આમિર ખાન અને શાહરૂખ ખાન છે.

કંપનીએ આ ડેટા ટ્વિટર, ગૂગલ સર્ચ, વિકી અને યુટ્યુબના ટ્રેન્ડના આધારે તૈયાર કર્યો છે. હવે જો એન્ગેજમેન્ટના આધારે વાત કરીએ તો પહેલી ત્રણ પોઝિશન પર મેલ એક્ટર આવ્યા છે. સલમાન ખાન 2.25 લાખની એન્ગેજમેન્ટ સાથે પ્રથમ નંબર પર રહ્યો છે. બીજા નંબર પર શાહરૂખ ખાન અને ત્રીજા નંબરે અક્ષય કુમાર છે. તે પછી અજય દેવગન અને અમિતાભ બચ્ચન છે.

આ તમામ 5 કલાકારોની કુલ એન્ગેજમેન્ટ 7.3 લાખ રહી છે. આ પાંચ સ્ટાર્સની એન્ગેજમેન્ટ અન્ય 21 ફિલ્મ સ્ટાર્સ કરતા વધુ રહ્યું છે. આ 21 સ્ટાર્સમાં મેલ અને ફીમેલ બંને સ્ટાર્સ સામેલ છે. એવા કુલ 7 મૂવી સ્ટાર રહ્યાં છે જેમણે સોશિયલ મીડિયા મેન્શન મામલે 1 લાખનો આંકડો પાર કર્યો છે. આ સ્ટાર્સમાં સલમાન ખાન, શાહરૂખ ખાન, કંગના રનૌત, અક્ષય કુમાર, અજય દેવગન, આમિર ખાન અને આલિયા ભટ્ટ સામેલ છે. રસપ્રદ વાત એ છે કે લોકપ્રિયતા હોવા છતાં પણ, અનન્યા પાંડે અને ભૂમિ પેડનેકર જેવી અભિનેત્રીઓ છેલ્લા ક્વાર્ટરમાં 500ના આંકડાથી પણ નીચે રહી છે.

ઓવરઓલ બ્રાન્ડ સ્કોર મામલે શાહરૂખ ખાન 41.76ની સાથે પહેલાં સ્થાન પર છે. જ્યારે પ્રિયંકા 41.26ની સાથે બીજા સ્થાન પર, દીપિકા ત્રીજા નંબર પર અને શ્રદ્ધા કપૂર ચોથા નંબર પર છે. સૌથી ઓછો સ્કોર 9.87 કંગના રનૌતનો રહ્યો છે, જ્યારે આમિર 11.69ની સાથે થર્ડ લાસ્ટ પર છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ