બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Botad Raj Protein Company faked duplicate oil by adding chemicals to soyabean and Singtel oil

ભેળસેળિયું તેલ / ગમે તે તેલ ઘરે ન લાવતા! સૌરાષ્ટ્રમાં સોયાબીન અને સિંગતેલના ગોરખધંધાનો સૌથી મોટો પર્દાફાશ

Vishnu

Last Updated: 12:08 AM, 22 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ પ્રોટીનના તેલ સ્ટોરેજમાં તપાસ દરમિયાન સોયાબીન અને સિંગતેલનું તેલ કેમિકલથી બનાવાતું હોવાનો ઘટસ્ફોટ થયો

  • રાજ પ્રોટીન કંપનીમાં બનાવાતું હતું નકલી તેલ
  • ભેળસેળિયું તેલ ક્યા સપ્લાય થતું હતું
  • સોયાબીન અને સિંગતેલના નામે વેચતા હતા તેલ

ગુજરાતમાં તહેવારોની ઉજવણી ધામ ધૂમપૂર્વક થયા છે. દરેક વાર તહેવારમાં ગુજરાતીઓ મોટા પાયે ખાણીપીણી બનાવી મોજ શોખ કરતાં હોય છે. ત્યારે ડુપ્લીકેટ ખાદ્યવસ્તુઓ બનાવતા માફિયા પણ સક્રિય થયા છે. 

બોટાદના રાજ પ્રોટીનમાં બનાવાતું હતું ડુપ્લીકેટ ખાદ્યતેલ
જો તમે તમારા ઘર માટે તેલ ની ખરીદી કરી રહ્યા છો તો સાવધાન થજો કેમ કે પ્રખ્યાત કંપની ના નામે નકલી તેલ પણ બજારમાં વેચાય રહ્યું છે.આવું જ એક કૌભાંડ બોટાદમાં સામે આવ્યુ છે.તહેવારો પહેલા સૌરાષ્ટ્રમાં ડુપ્લીકેટ ખાદ્યતેલ બનાવવાના ગોરખધંધાનો સૌથી મોટો પર્દાફાશ થયો છે. બોટાદના રાજ પ્રોટીનમાં ડુપ્લીકેટ ખાદ્યતેલ બનાવવામાં આવતું હતું. સોયાબીન અને સિંગતેલનું તેલ કેમિકલના ઉપયોગથી બનાવાતું હતું. ખાતરી કરી પોલીસ અને આરોગ્ય વિભાગે રાજ પ્રોટીન કંપની પર રેડ કરી હતી જેમાં તેલ સ્ટોરેજમાં તપાસ દરમિયાન ડુપ્લીકેટ તેલનો જથ્થો મળ્યો હતો.

VTV ગુજરાતીના સળગતા સવાલ

  • રાજ પ્રોટીનમાં કેટલા સમયથી ભેળસેળિયું તેલ બનાવાતું હતું?
  • ભેળસેળિયું તેલ બનાવવાનું કેમિકલ આસાનીથી મળે ખરા?
  • તેલ બનાવતી ફેક્ટરીઓમાં સમયાંતરે તપાસ કેમ નથી થતી?
  • રાજ પ્રોટીન ફેક્ટરીમાંથી બનાવટી તેલ કોને કોને સપ્લાય થતું હતું?
  • શું તેલ લેનારા વેપારીઓને તેલમાં થતી ભેળસેળ વિશે ખ્યાલ ન હતો?
  • તેલમાં ભેળસેળ કરનારા સામે દંડાત્મક પગલા લેવાશે?
  • ભેળસેળ કરીને હજારો લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારા સામે દાખલારૂપ કાર્યવાહી થશે?
  • શું રાજ પ્રોટીનને કોઇનું પીઠબળ છે?
  • રાજ પ્રોટીનમાં કેટલા વર્ષથી નકલી તેલ બનાવાતું હતું?

પોલીસ અને આરોગ્ય વિભાગે 15 કિલોના 25 ડબ્બા અને કેમિકલની 3 બોટલ કરી કબજે લઈ કાર્યવાહી હાથ ધરી છે. તેમજ વધુ તપાસ અર્થે સેમ્પલ લઇને તેણે લેબમાં મોકલી દીધા છે. ખાસ કરીને તહેવાર ટાણે ભેળસેળ માફિયાઑ સક્રિય થતાં હોય છે. અને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી મોટો નફો રળતા હોય છે. ત્યારે આવા  ડુપ્લીકેટિયાઓથી દુકાનદારો અને લોકોએ ચેતવાની જરુંર છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ