બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Assembly election 2023 / ગુજરાત / અન્ય જિલ્લા / BJP made strategy for brahmin rajput vote bank for gujarat elections

ગુજ'રાજ' 2022 / વૉટર્સની સંખ્યા ભલે ઓછી પણ ઘણી બેઠકો પર કિંગમેકર છે આ બે વોટબેન્ક, BJPએ બનાવી ખાસ સ્ટ્રેટેજી

Dhruv

Last Updated: 03:06 PM, 27 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ વખતની ચૂંટણીમાં ભાજપે બે વોટબેન્ક સાચવવા જોરદાર સ્ટ્રેટેજી ખેલી છે કે જેનો સીધો ફાયદો ભાજપને થશે. ભાજપે બ્રહ્મ સમાજ અને રાજપૂત સમાજને લઇ જોરદાર માસ્ટર સ્ટ્રોક રમ્યો છે.

  • ચૂંટણીમાં બે વોટબેન્ક સાચવવા ભાજપની જોરદાર સ્ટ્રેટેજી
  • ભાજપે ગુજરાતમાં અપનાવી UP (ઉત્તરપ્રદેશ) ની પેટર્ન
  • બ્રાહ્મણ-રાજપૂત મત માટે તૈયાર કરી અનોખી રણનીતિ

ગુજરાતમાં પોતાનો એક્કો જાળવી રાખવા આ વખતે ભાજપે અનોખો માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. આ વખતે ભાજપે ગુજરાતમાં UP (ઉત્તરપ્રદેશ) ની પેટર્ન અપનાવી છે. UPની જેમ રાજ્યમાં પણ બ્રાહ્મણોની એક કમિટી બનાવવામાં આવી હતી. જેમાં ભારતીય જનતા પાર્ટીના 5 આગેવાનોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ત્યારે હવે ભાજપે રાજકોટમાં બ્રહ્મસમાજના સૌરાષ્ટ્ર ઝોનની કમિટી બનાવી છે. આ બ્રહ્મસમાજની કમિટી ભાજપનો પ્રચાર કરશે.

ઉમેદવારોની યાદીમાં ભાજપે જ્ઞાતિગણિતને સાચવી લીધું
ગુજરાત ચૂંટણી જીતવા ભાજપે આ વખતે જોરદાર સ્ટ્રેટેજી ખેલી છે. ભાજપે આ વખતે ઉમેદવારોની યાદીમાં જ્ઞાતિગણિતને સાચવી લીધું છે. કારણ કે ભાજપે પ્રથમ યાદીમાં કુલ 13 બ્રહ્મ સમાજના ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે. તો વળી રાજપૂત સમાજના 18 આગેવાનોને પણ ભાજપે ટિકિટ આપી છે. ભાજપે પ્રથમ યાદીમાં સૌથી વધારે 49 OBC સમાજના ઉમેદવારને ટિકિટ આપી, 40 પાટીદાર, 24 ST અને SC 13 ઉમેદવારોને ટિકિટ આપી છે. આથી એક અનુમાન મુજબ એમ કહી શકાય કે ભાજપે રાજપૂત સમાજના 18 આગેવાનોને ટિકિટ આપતા તાજેતરમાં જ કરણીસેનાના અધ્યક્ષ રાજ શેખાવત સહિત 500થી વધુ કાર્યકર્તાઓએ કેસરિયા કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, થોડાંક દિવસો અગાઉ જ કરણી સેનાના રાજ શેખાવતે ખુદ ફેસબુક ઉપર પોસ્ટ કરી 500થી વધારે કાર્યકર્તાઓની ભાજપમાં જોડાવાની પુષ્ટિ કરી હતી.

સૌરાષ્ટ્ર ઝોનની કમિટી બની: રામ મોકરીયા
રાજકોટમાં બ્રહ્મસમાજની મહત્વની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. રાજ્યસભાના સાંસદ રામ મોકરીયાનું નિવેદન આપ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે, 'UPની ચૂંટણીમાં બ્રાહ્મણોના મત માટે કમિટી બનાવવામાં આવી હતી. તેમાં સફળતા મળી હતી. જેથી ગુજરાતની ચૂંટણીમાં પણ બ્રહ્મસમાજની કમિટીની રચના કરવામાં આવી છે. રાજકોટમાં બ્રહ્મસમાજમાં સૌરાષ્ટ્ર ઝોનની કમિટી બનાવવામાં આવી  છે.'

ભાજપે આ વખતે 13 ટિકિટ બ્રહ્મસમાજને આપી: મોકરીયા
રામ મોકરીયાએ જણાવ્યું હતું કે,'ભાજપ સમર્પિત બ્રહ્મસમાજની કમિટી પ્રચારકાર્ય કરશે. ગુજરાતમાં બ્રહ્મસમાજને ગતટર્મમાં 9 ટિકિટ આપી હતી, આ વખતે 14 ટિકિટ બ્રહ્મ સમાજને આપવામાં આવી છે.'

અગાઉ પણ ગુજરાતમાં બ્રાહ્મણોની કમિટી બનાવાઇ હતી
ગુજરાતની રાજનીતિમાં હાલમાં ભાજપનું પલડું ભારે છે અને ભાજપ એવું દર્શાવી રહી છે કે આગામી ચૂંટણીમાં જીત આસાન છે. હકીકતમાં આ વખતે ભાજપને શહેરી વિસ્તારમાં ડર વધારે છે અને એટલે જ અન્ય રાજ્યોમાં જેમ પ્રચાર કરવામાં આવે છે. એ રીતે આ વખતે ગુજરાતમાં પણ પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આ પહેલા પણ ભાજપે ગુજરાતમાં બ્રાહ્મણોની કમિટી બનાવી હતી. જેમાં રાજ્યસભાના સાંસદ રામ મોકરીયાની અધ્યક્ષતામાં 6 બ્રહ્મઅગ્રણીઓની કમિટી બનાવાઈ છે. જેમાં બરોડાના સાંસદ રંજનબેન ભટ્ટ, પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટ, ગુજરાત ભાજપ મીડિયા યજ્ઞેશ દવે અને જ્હાનવી વ્યાસનો સમાવેશ કરવામાં આવ્યો છે.

બહ્મ સમાજના કેટલા આગેવાનોને ટિકિટ અપાઇ?

ઉમેદવાર બેઠક
અનિરૂદ્ધભાઈ ગવે માંડવી
જીજ્ઞા પંડ્યા વઢવાણ
રાકેશ દેસાઈ નવસારી
કનુભાઈ દેસાઈ પારડી
અનિકેત ઠાકર પાલનપુર
અમિત ઠાકર વેજલપુર
ભૂષણ ભટ્ટ ખાડિયા
અમુલ ભટ્ટ મણિનગર
મહેશ રાવલ ખંભાત
જીગ્નેશ સેવક લુણાવાડા
શૈલેષ મહેતા ડભોઈ
ચૈતન્ય દેસાઈ અકોટા
બાલકૃષ્ણ શુક્લ રાવપુરા

જુઓ રાજપૂત સમાજના કેટલા આગેવાનોને ટિકિટ અપાઇ?

ઉમેદવાર બેઠક
કિરિટસિંહ રાણા લીંમડી
કિર્તિસિંહ વાઘેલા કાંકરેજ
વિરેન્દ્રસિંહ જાડેજા રાપર
રિવાબા જાડેજા જામનગર
જયેન્દ્રથસિંહ પરમાર હાલોલ
સી.કે. રાઉલજી ગોધરા
પ્રદ્યુમનસિંહ જાડેજા અબડાસા
કિરીટસિંહ ડાભી ધોળકા
ગીતાબા જાડેજા ગોંડલ
અરૂણસિંહ રાણા વાગરા
અરવિંદસિંહ રાણા સુરત પૂર્વ
બળવંતસિંહ રાજપૂત સિદ્ધપુર
અમિતસિંહ સુરત
દિનેશસિંહ કુશવાહ બાપુનગર
ગુલાબસિંહ પઢિયાર આંકલાવ
સંજયસિંહ મહીડા મહુધા
યોગેન્દ્રસિંહ રામસિંહ પરમાર ઠાસરા
ચૈતન્યસિંહ ઝા પાદરા

ભાજપની યાદીમાં જ્ઞાતિગણિત

જ્ઞાતિગણિત ઉમેદવારની સંખ્યા

જાતિ ઉમેદવારની સંખ્યા
OBC 49
પાટીદાર 40
ST 24
SC 13
ક્ષત્રિય 19
બ્રાહ્મણ 13
જૈન 02
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ