બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / Politics / bjp already engaged in mission 2024 preparing for major changes in many states

મિશન 2024 / લોકસભા ચૂંટણી પહેલા 11 રાજ્યોની ચૂંટણીમાં થશે ગ્રાંડ રિહર્સલ, મોટા ફેરફારોની તૈયારીમાં લાગ્યું ભાજપ

Pravin

Last Updated: 06:03 PM, 25 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાંચ રાજ્યોની ચૂંટણીમાં પોતાની સરકારવાળા ચાર રાજ્યોમાં જીત બાદ ભાજપમાં મિશન 2024ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

  • પાંચ રાજ્યોની ચૂંટણીમાં ભાજપનું સારૂ પ્રદર્શન
  • 2024ની લોકસભા ચૂંટણીની તૈયારીમાં લાગ્યું ભાજપ
  • એક પહેલા 11 રાજ્યોની વિધાનસભા ચૂંટણી મહત્વની

પાંચ રાજ્યોની ચૂંટણીમાં પોતાની સરકારવાળા ચાર રાજ્યોમાં જીત બાદ ભાજપમાં મિશન 2024ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ તમામની વચ્ચે 2022ના અંતમાં બે અને 2023માં નવ રાજ્યોમાં ચૂંટણી થવાની છે. ભાજપનો ટાર્ગેટ આ તમામ રાજ્યોમાં પોતાની અથવા તો, એનડીએની સરકાર બનાવાનો છે. જેથી 2024માં લોકસભા ચૂંટણીમાં એકદમ પોઝિટિવ મૂડ સાથે ચૂંટણીમાં ઝંપલાવી શકાય. તેના માટે સંગઠન મજબૂત બનાવાનું શરૂ થઈ ગયું છે. એપ્રિલમાં પાર્ટીમાં અમુક મહત્વના સંગઠનાત્મક ફેરફાર થવાની પણ સંભાવના છે. 

2024ની તૈયારીઓ શરૂ

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની અમદાવાદમાં થયેલી પ્રતિનિધિ સભાની બેઠકમાં ભાજપ સંગઠનની પણ સમીક્ષા કરવામાં આવી. કારણ કે, ભાજપના સંગઠન મંત્રી સંઘ પ્રચારક હોય છે, એટલા માટે તેમની નિમણૂંકની રાજકીય મતલબ પણ મહત્વના મનાય છે. આ બેઠક બાદ મધ્ય પ્રદેશમાં પાર્ટીના સંગઠન મંત્રીને બદલી દેવામાં આવ્યા છે. સંગઠન મંત્રી રહેલા સુહાસ ભગતને સંઘમાં પાછા બોલાવામાં આવ્યા છે. તેમની સાથે સહ સંગઠન મંત્રી તરીકે કામ કરી રહેલા હિતાનંદ શર્માને સંગઠન મંત્રીનું દાયિત્વ આપવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મિશન 2024ને ધ્યાનમાં રાખતા ત્રણથી ચાર રાજ્યોમાં સંગઠન મંત્રીઓમાં ફેરફાર કરવામાં આવશે.

મોદી અને નડ્ડાના ગૃહરાજ્ય પણ સામેલ

આગામી લોકસભા ચૂંટણી પહેલા દેશના 11 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. તેમાં બે ગુજરાત તથા હિમાચલ પ્રદેશમાં પણ આ વર્ષે 2022ના અંતમાં ચૂંટણી થવાની છે. બંનેમાં ભાજપની સરકારો છે. ગુજરાત પ્રધાનમંત્રી મોદી તથા અમિત શાહનું ગૃહરાજ્ય હોવાના નાતે તથા હિમાચલ પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાનું ગૃહરાજ્ય છે. હિમાચલ પ્રદેશ એટલા માટે પણ મહત્વનું છે, કારણ કે, ત્યાં હાલના દિવસોમાં થયેલી ચાર પેટાચૂંટણીમાં ભાજપની હાર થઈ છે.

2023માં થશે 2024નો પૂર્વાભ્યાસ

ત્યાર બાદ 2023નું વર્ષ સૌથી મહત્વનું રહેવાનું છે. આ વર્ષમાં નવ વિધાનસભા ચૂંટણી છે. લોકસભા ચૂંટણી પહેલાના વર્ષે થનારી આ ચૂંટણી તૈયારીઓને લઈને પણ મહત્વની રહેશે. આ નવ રાજ્યોમાં ચાર પૂર્વૌત્તરના મેઘાલય, નાગાલેંડ, મિઝોરમ અને ત્રિપુરા છે. ત્રિપુરામાં ભાજપની સરકાર છે, અને બાકીનામાં રાજગના સહયોગીઓ સત્તામાં છે. મોટા રાજ્યોમાં કર્ણાટક પહેલું હશે અને ત્યાર બાદ મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગણાની ચૂંટણી હશે. તેમાં તેલંગણામાં કેસીઆરની સરકાર છે, રાજસ્થાન તથા છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર તથા કર્ણાટક અને મધ્યપ્રદેશમાં ભાજપની સરકાર છે. કોંગ્રેસ પાસે ખાલી બે રાજ્યો બચ્યા છે.

અડધો ડઝન રાજ્યોમાં ફરેફાર થવાની શક્યતા

સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપે સંઘ સાથે મળીને મજબૂત સંગઠનાત્મક તૈયારી શરૂ કરી દીધી છે. તેમાં બે વર્ષમાં વિધાનસભા ચૂંટણીવાળા રાજ્યોની સાથે સાથે અન્ય રાજ્ય પણ શામેલ છે. લગભગ અડધો ડઝન રાજ્યોમાં પ્રદેશ અધ્યક્ષ તથા સંગઠન સ્તર પર કોઈ પણ ફેરફાર થઈ શકે છે. એપ્રિલ માસમાં આ ફેરફાર થવાના શરૂ થઈ જશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ