બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Bismar road became a disaster for people, confusion where to drive

VIDEO / બિસ્માર રોડ લોકો માટે બન્યો આફત, વાહન ક્યાં ચલાવવું એ મૂંઝવણ

Vishal Khamar

Last Updated: 12:57 PM, 19 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરેન્દ્રનગર જીલ્લાનાં ચૂડા તાલુકાનાં રોડને નવો બનાવવા માટે ગ્રામજનો વહીવટી તંત્રને રજૂઆત કરી ચૂક્યા છે. પરંતું તેમ છતાં તંત્રનાં પેટનું પાણી પણ હલતું નથી.

ગુણવત્તા ભર્યા રોડ અને હાઇવે વિકાસની ગતિ માટે પાયાની જરૂરિયાત છે. પરંતુ ભ્રષ્ટાચારનો શિષ્ટાચાર આપણા રોડમાં મોટા ગાબડા પાડી ગયો છે. જેના કારણ વિકાસની યાત્રા નિર્ધારિત સમયમાં પોતાની મંજિલ સુધી નથી પહોંચતી. આપણે આજે વાત કરવી છે સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના કોરડા ગામથી પસાર થતા રોડની. છેલ્લાં ઘણા સમયથી અહીંનો બિસ્માર રોડ લોકો માટે આફત બની ગયો છે. ત્યારે જનતાને પડી રહી છે પારાવાર મુશ્કેલી.

13 કિલોમીટરનો આ રોડ વર્ષોથી બિસ્માર હાલતમાં
સુરેન્દ્રનગર જીલ્લાનાં ચૂડા તાલુકાનાં કોરડાગામથી સુદામડા અને ચોકજીને જોડતા રોડ હાલ વાહન ચાલકો માટે રાહત બનવાને બદલે શ્રાપ રૂપ બની ગયો છે. 13 કિલોમીટરનો આ રોડ વર્ષોથી બિસ્માર હાલતમાં છે.  આ રોડની હાલત એટલી ખરાબ છે કે, જો તમે બાઈક લઈને નીકળો તો અકસ્માતનો ડર સતત રહે છે. વધારે મુશ્કેલી તો ત્યારે પડે છે જ્યારે કોઈ દર્દીને દવાખાને લઈ જવાના હોય. ખાસ કરીને સગર્ભા મહિલાઓને ભારે મુશ્કેલી ભોગવવી પડે છે. અનેકવાર એવી ઘટના બની ચૂકી છે. જ્યારે સગર્ભાઓની રસ્તામાં જ ડિલિવરી થઈ ગઈ હોય છે. 

વધુ વાંચોઃ આઝાદીના 75 વર્ષ બાદ પણ પ્રાથમિક સુવિધાઓનો અભાવ, પાણીના એક-એક ટીપા માટે તરસી રહ્યાં છે ગામ લોકો

ગામ લોકોની સમસ્યાનો ઉકેલ ક્યારે આવશે
રાજ્યમાં રોડ કનેક્ટિવિટીને લઇને મસમોટા દાવાઓ કરાઇ રહ્યા છે. પરંતુ જમીની હકિકત કંઈક અલગ જ છે. નેતાઓ ચૂંટણી સમયે વાયદાઓ કરીને જતા રહે છે. પરંતુ ચૂંટણી જીત્યા બાદ આ વાયદાઓ માત્ર વાયદા બનીને રહી જાય છે. અને અંતે જનતાના નસીબમાં તો હાડમારી જ સહન કરવાનો વારો આવે છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે, બિસ્માર રોડને કારણે હાડમારી ભોગવતા કોરડા સહિત આસપાસના ગામલોકોની સમસ્યાનો ઉકેલ ક્યારે આવે છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ