બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / વડોદરા / Big news Ketan Inamdar resignation Assembly Secretary

લોકસભા ચૂંટણી 2024 / કેતન ઈનામદારના રાજીનામા અંગે મોટા સમાચાર, વિધાનસભા સચિવે VTV પર કર્યો ચોંકાવનારો ખુલાસો

Ajit Jadeja

Last Updated: 09:50 AM, 19 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેતન રાજીનામું આપ્યો હોવાનો દાવો કરી રહ્યા છે, બીજી તરફ વિધાનસભાના સચિવે કેતન ઇનામદારનું રાજીનામું ન મળ્યુ હોવાનું જણાવી રહ્યા છે.

Ketan Inamdar: સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારના રાજીનામા અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. કેતન રાજીનામું આપ્યો હોવાનો દાવો કરી રહ્યા છે તો બીજી તરફ વિધાનસભાના સચિવે કેતન ઇનામદારનું રાજીનામું ન મળ્યુ હોવાનું જણાવી રહ્યા છે. સાવલીના બીજેપીના ધારાસભ્ય કેતન ઇનામદારે અચાનક રાજીનામું આપી દેતા મામલો ચર્ચાસ્પદ બન્યો  છે. તેઓએ ગઇકાલે રાત્રે રાજીનામું આપ્યો હોવાનો દાવો કર્યો છે. પરંતુ  VTV NEWSએ રાજીનામા અંગે વિધાનસભા સચિવ સાથે ટેલિફોનિક ચર્ચા કરી ત્યારે કેતન ઈનામદારનું રાજીનામું ન મળ્યા હોવાનું વિધાનસભા સચિવે જણાવ્યું હતું. જ્યારે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ નિવેદનમાં કહ્યુ  હું અત્યારે થરાદના પ્રવાસે છું. મને કેતન ઈનામદારનું રાજીનામું નથી મળ્યું.

પક્ષની નીતિથી નારાજ છે કેતન ઇનામદાર

વડોદરાના સાવલીના ભાજપ ધારાસભ્ય કેતન ઈનામદારે ગત રાત્રે 2:30 વાગ્યે વિધાનસભા અધ્યક્ષને ફેક્સથી રાજીનામું આપ્યું હોવાનું કહી રહ્યા છે. અચાનક તેમના રાજીનામાની જાણ સવારે કાર્યકરો તેમના સમર્થકોને થતા રાજકીય ગરમાવો પ્રસર્યો છે. કેતન ઇનામદારે રાજીનામામાં અંતરઆત્માનો અવાજ સાંભળીને રાજીનામું આપ્યાનો ઉલ્લેખ કર્યો છે. કેતન ઇનામદાર ખેડૂતોના મુદ્દા ઉઠાવતા રહ્યા છે. સાવલી વિધાનસભા પર મજબૂત પક્કડ કેતન ઈનામદાર ધરાવે છે ત્યારે લોકસભા ચૂંટણી પહેલા તેમના રાજીનામાથી અનેક તર્કવિતર્ક સર્જાયા છે. તેઓ પક્ષની નીતિથી નારાજ હોવાનું અનુમાન લગાવાઇ રહ્યુ છે.

અગાઉ રાજીનામુ આપી માની ગયા હતા

આ પહેલીવાર નથી કે તેઓએ રાજીનામુ આપ્યુ હોય, 2020 માં કેતન ઇનામદાર રાજીનામું આપી ચુક્યા છે જો કે બાદમાં તેમને મનાવી લેવાયા હતા. ત્યારે ધારાસભ્ય કેતન ઇનામદારના રાજીનામા બાદ સાવલી નગરપાલિકામાં અસર જોવા મળી હતી અને MGVCLએ સાવલી નગર પાલિકાનું ફરી વીજ કનેક્શન શરૂ કર્યું હતું. બીલ ન ભર્યું હોવા છતાં MGVCL દ્વારા વીજ કનેક્શન શરૂ કરવું પડ્યુ હતું. જો કે આ વખતે તેમણે રાજીનામું આપ્યુ છે ત્યારે પક્ષ દ્વારા તેમની મનાવી લેવામાં આવશે કે નહી તેના પર સૌની નજર છે.

વધુ વાંચોઃ ભાજપના MLA કેતન ઇનામદારના રાજીનામાથી ગુજરાતના રાજકારણમાં હડકંપ, કહ્યું 'અંતર આત્માનો અવાજ...'

કેતન ઇનામદાર લડાયક નેતા

ખેડૂતોના મુદ્દા તેઓ હંમેશા ઉઠાવતા રહ્યા છે.  વડોદરાની બરોડા ડેરીમાં કથિત ભ્રષ્ટાચાર મામલે કેતન ઇનામદારે સંમેલન પણ યોજ્યુ હતું. અને બરોડા ડેરીના વહીવટદારો પર આકરા પ્રહારો કર્યા હતા. જેમાં સાવલી, ડેસર સહિત જિલ્લાના પશુપાલકોએ તેમની સાથે રહ્યા હતા. ત્યારે તેઓએ લલકાર કરતા કહ્યુ હતું કે 'કેટલાક લોકો પોતાના બાપની પેઢી હોય તેમ ડેરી ચલાવે છે, વહીવટદારોની અનધડ નીતિને કારણે ડેરીને મોટું નુકસાન થઈ રહ્યું છે. બરોડા ડેરીમાં 6થી 7 લાખ લીટર દૂધ આવે છે. 35 લાખ સભાસદોને પોષણક્ષમ ભાવ મળવો જ જોઈએ. પશુ પાલકો સાથે અન્યાય થઈ રહ્યો છે. મારા અવાજને કોઈ દબાઈ શકશે નહીં. હું મરતે દમ તક લડીશ.'

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ