બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / ભાવનગર / bhavnagar police Surka village suicide cases raised

ભાવનગર / સુરકા ગામે સગીરાના હેરાનગતિથી આપઘાતનો મામલો, પોલીસે 3 આરોપીને દબોચ્યા, કેસ રૂવાળા ઊભા કરી દે તેવો

Kishor

Last Updated: 11:53 PM, 19 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સિહોર તાલુકાના મોટા સુરકા ગામે સગીરાને મરવા મજબૂર કરનાર આરોપી વિપુલ જોટાણા, હર્ષિલ જોટાણા અને મહેશ જોટાણાની પોલીસે ધરપકડ કરી છે.

  • સિહોર તાલુકાના મોટા સુરકા ગામે સગીરાની આત્મહત્યાનો મામલો
  • ચકચારી પ્રકરણમાં 3 આરોપીની ધરપકડ 
  • દસ દિવસથી વોન્ટેડ ફરાર આરોપીઓ આખરે પોલીસના સકંજામાં

ભાવનગરના સિહોર તાલુકામાં આવેલ મોટા સુરકા ગામે સગીરાએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી.જેની તપાસમાં સુરકા ગામના આવારા તત્વોએ સગીરાને શારીરિક સંબંધ બાંધવા તેમજ માનસિક ત્રાસ આપતા હોવાથી દસ દિવસ પહેલા સગીરાએ પોતાના ઘરમાં આત્મહત્યા કરી લીધી હતી.ત્યારબાદ પોલીસે તપાસમાં ચક્રો ગતિમાન કરી દસ દિવસથી વોન્ટેડ ફરાર આરોપીઓને દબોચી લીધા છે. સગીરાને મરવા મજબૂર કરનાર વિપુલ જોટાણા, હર્ષિલ જોટાણા અને મહેશ જોટાણાની પોલીસે ધરપકડ કરી કાર્યવાહી આગળ ધપાવી છે.

આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવા IGએ આદેશ કર્યા હતા

મહત્વનું છે કે ધોરણ 12 માં અભ્યાસ કરતી મૃતક સગીરાને આરોપીઓ છેલ્લા ચારથી છ મહિના સુધી સતત પરેશાન કરતા હતા. જેને પગલે સગીરાએ કંટાળી જઈ મોત વ્હાલું કરી લીધું હતું.
 ત્યારબાદ દસ દિવસથી પરિવાર ન્યાયની માંગ કરી રહ્યો હતો જેને આખરે ન્યાય મળ્યો છે. લોકોના  રોષને પગલે પોલીસે તાત્કાલિક 3 આરોપીઓને ઝડપી લીધા છે. જો કે આ મામલે ભાવનગર રેન્જ IG ગૌતમ પરમાર સુરકા ગામેં દોડી ગયા હતા અને ગ્રામજનો સાથે બેઠક કરીને IG ગૌતમ પરમારે આશ્વાસન આપ્યુ હતુ. ત્યારબાદ આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવા IGએ આદેશ કર્યા હતા.  જેના પરિણામેં પોલીસે આરોપીઓને દબોચી લીધા છે.

શુ હતી સમગ્ર ઘટના ?

ભવનગરના સિહોર તાલુકાના સુરકા ગામની સગીરા સિહોરમાં અભ્યાસ માટે અપડાઉન કરતી હતી. આ દરમિયાન ગામના જ માથાભારે શખ્સોએ તેને પરેશાન કરતા અંતે તેને મોત વ્હાલું કરી લીધું હતું. ગામના જ કેટલાક યુવકો તેમને પજવણી કરતા હતા અને તેનાથી આ વાત સહન નહીં થતા તેને 10 ડિસેમ્બરના રોજ ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી હતી. પરંતુ બદનામીના ડરે   પરિવારે કોઈને જાણ કરી ન હતી. છતાં પણ મૃતક યુવતીની બહેન પાણી દ્વારા આ કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. ત્યારબાદ સુરતના પાટીદાર આગેવાનોએ હર્ષ સંઘવીને રજુઆત કરી હતી. જેને લઈને ઉચ્ચકક્ષાએથી આદેશ છૂટ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ