બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / benefits of steamed amla Cholesterol will be controlled body will be healthy
Last Updated: 03:52 PM, 17 January 2024
ADVERTISEMENT
આમળાને ખૂબ જ આરોગ્યપ્રદ માનવામાં આવે છે. આમળા બાફીને ખાવાથી શરીરની અનેક સમસ્યા દૂર થાય છે. નિષ્ણાંતો અનુસાર બાફેલા આમળા ખાવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે અને ખરાબ કોલસ્ટ્રોલ ઓછો થાય છે. ઉપરાંત પાચનતંત્ર મજબૂત થાય છે અને કબજિયાતથી રાહત મળે છે. બાફેલા આમળામાં ભરપૂર માત્રામાં ફાઈબર, મિનરલ્સ, પ્રોટીન, પોલિફેનોલ્સ અને ટેનિનસ રહેલા છે.
બાફેલા આમળાના ફાયદા
કબજિયાતની સમસ્યા દૂર થાય છે
વિટામીન સીથી ભરપૂર આમળાનું સેવન કરવાથી કબજિયાતની સમસ્યાથી રાહત મળે છે. પાચનતંત્ર મજબૂત થાય છે અને ભોજન સરળતાથી પચી જાય છે. આમળામાં પોષકતત્ત્વો રહેલા હોવાથી આંતરડાની સમસ્યા દૂર થાય છે.
ADVERTISEMENT
કોલસ્ટ્રોલ ઓછો થાય છે
બાફેલા આમળાનું સેવન કરવાથી લોહીમાં ટ્રાઈગ્લિસરાઈડ્સનું સ્તર ઓછું થવા લાગે છે. ટ્રાઈગ્લિસરાઈડ્સ એક ખાસ પ્રકારની ફેટ છે, જે લોહીમાં રહેલ હોય છે. લોહીમાં ટ્રાઈગ્લિસરાઈડ્સનું સ્તર વધવાથી પાચન સંબંધિત સમસ્યા થાય છે.
વજન ઓછું થાય છે
અનિયમિત ખાનપાનથી વજન વધવા લાગે છે. બાફેલા આમળા ખાવાથી શરીરની ચરબી બર્ન થવા લાગે છે. આમળામાં ભરપૂર માત્રામાં ફાઈબર હોવાથી વાંરવાર ભૂખ લાગતી નથી અને મેટાબોલિઝમ બૂસ્ટ થાય છે.
ADVERTISEMENT
વાયરલ ઈન્ફેક્શનથી રાહત
આમળામાં ભરપૂર માત્રામાં એન્ટી-ઓક્સિડેન્ટ્સ અને પોષકત્ત્વો હોય છે. એસ્કોર્બિક, એસિડ ગેલિક, એસિડ અને ફેનોલિક કમ્પાઉન્ડ હોય છે, જેથી વાયરલ ઈન્ફેક્શનથી રાહત મળે છે.
વાળ ખરતા નથી-
શિયાળામાં વાળ નબળા પડવા લાગે છે. બાફેલા આમળાનું સેવન કરવાથી શરીરમાં આયર્નની આપૂર્તિ થાય છે. વાળ ખરતા નથી અને વાળ મજબૂત તથા મુલાયમ બને છે.
ADVERTISEMENT
વધુ વાંચો: વિટામિન C અને પ્રોટીનથી ભરપૂર હોય છે લાલ કીડીની ચટણી! જાણો કેમ સરકારે આપ્યું GI ટેગ
ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે
આમળા ગ્લાઈસેમિક ઈન્ડેક્ષ ફૂડ છે. દરરોજ સવારે બાફેલા આમળા ખાવાથી શરીરમાં શુગરનું સ્તર જળવાઈ રહે છે. આમળાથી પૈન્ક્રિયાઝ સાથે જોડાયેલ બિમારી દૂર થાય છે અને ડાયાબિટીસ વધતું નથી.
ADVERTISEMENT
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.