બ્રેકિંગ ન્યુઝ

logo
logo

શાહરુખ ખાન બપોરે અપાઈ શકે છે રજા, પ્રાઇવેટ ચાર્ટર્ડમાં મુંબઈ પરત ફરશે

logo

અમદાવાદ ક્રાઈમબ્રાંચે દિલ્લીના એક શખ્સને ક્રિકેટ સ્ટેડિયમમાં સટ્ટો રમતા ઝડપ્યો

logo

રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત

logo

સુરતમાં કાળઝાળ ગરમીની અસર વર્તાઇ, છેલ્લા 24 કલાકમાં થયાં 10ના મોત

logo

રિઝર્વ બેન્કે કેન્દ્ર સરકારને વિક્રમજનક 2.11 લાખ કરોડનું ડિવિડન્ટ ચૂકવ્યું

logo

RCBનું સપનું 17મી વખત તૂટયું! રાજસ્થાને 4 વિકેટે જીતી મેચ

logo

હિટસ્ટ્રોકને કારણે શાહરૂખ ખાનની તબિયત બગડી, રિપોર્ટ આવ્યા નોર્મલ, કે.ડી હોસ્પિટલના આઠમા માળે દાખલ

logo

IPL 2024 Eliminator, RRએ ટોસ જીત્યો, RCBને આપી હતી પહેલી બેટિંગ, RCB 172/8 (20), રાજસ્થાનને જીતવા 173 રનની જરૂર

logo

લૂ લાગવાના લીધે શાહરૂખ ખાનની લથડી તબિયત, અમદાવાદ કે.ડી.હોસ્પિટલમાં કરાયા દાખલ

logo

બાળકોના આધારકાર્ડના આધારે પ્રમાણપત્ર માટે મહત્વનો નિર્ણય

VTV / ayodhya ram mandir arrangements for ramlala including 6 time arti and saryu jal snan

રામમંદિર / અયોધ્યાના નવા મંદિરમાં રામલલાની દરરોજ 6 વાર કરવામાં આવશે આરતી, પ્રથમ આરતી PM મોદીના હસ્તે; ગૌમાતા અને ગજના પણ થશે દર્શ

Manisha Jogi

Last Updated: 06:10 PM, 5 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સમગ્ર દેશ ઘરે બેઠા આ ઉત્સવ જોઈ શકશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ સાધુ સંતોની સલાહ અનુસાર રામ જન્મભૂમિમાં પ્રાણ પ્રતિષ્ઠા માટે થનાર આયોજનની યોજના બનાવી રહ્યા છે.

  • સમગ્ર દેશ માટે જાન્યુઆરી 2024 ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહેશે
  • રામલલા ગર્ભગૃહમાં બિરાજમાન થશે
  • રામ જન્મભૂમિમાં પ્રાણ પ્રતિષ્ઠા માટેની યોજના

સમગ્ર દેશ માટે જાન્યુઆરી 2024 ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહેશે. આ સમયે રામલલા ગર્ભગૃહમાં બિરાજમાન થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રામલલાની પહેલી આરતી ઉતારશે. સમગ્ર દેશ ઘરે બેઠા આ ઉત્સવ જોઈ શકશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ સાધુ સંતોની સલાહ અનુસાર રામ જન્મભૂમિમાં પ્રાણ પ્રતિષ્ઠા માટે થનાર આયોજનની યોજના બનાવી રહ્યા છે. અયોધ્યામાં સંતો મહંતોની સાથે થયેલ બેઠકમાં વૈષ્ણવ સંપ્રદાયની પરંપરા અનુસાર અલગ અલગ બાબતો સામે આવી છે. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સૌથી પહેલા આરતી ઉતારશે
રામ મંદિરમાં ભગવાન રામલલાને બિરાજમાન કરવા માટે તિથિ ને મુહૂર્ત નક્કી કરવામાં આવ્યા છે. 16થી 24 જાન્યુઆરી દરમિયાન પ્રાણ પ્રતિષ્ઠા માટે અનુષ્ઠાન કરવામાં આવશે. અભિજીત મુહૂર્તમાં રામલલા મૂળ ગર્ભગૃહમાં સિંહાસન પર બિરાજમાન હશે. દક્ષિણ અને ઉત્તર ભારતના 51 વૈદિક આચાર્ય અનુષ્ઠાન કરશે. આ દરમિયાન રામલલાને ગાય અને ગજ દર્શન કરવામાં આવશે. પ્રાણ પ્રતિષ્ઠા પહેલા રામલલા પાલકી યાત્રાથી નગર ભ્રમણ માટે નીકળશે. રામલલા બિરાજમાન થયા પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સૌથી પહેલા આરતી ઉતારશે. આ દરમિયાન દેશ-વિદેશના મહેમાન અને સાધુ સંતો હાજર રહેશે. રામ મંદિરનું ઉદઘાટન કોણ કરશે, તે નક્કી કરવામાં આવ્યું નથી. 

દરરોજ 6 વાર રામલલાની આરતી કરવામાં આવશે
રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાયે જણાવ્યું છે કે, દેશના કેટલાક ધર્માચાર્યો સાથે ચર્ચા કર્યા પછી રામલલાની નિત્ય પૂજા અર્ચનાની વ્યવસ્થા કરવામાં આવી છે. કારસેવકપુરમમાં તીર્તક્ષેત્ર ટ્ર્સ્ટની બેઠક દરમિયાન રામલલાની પૂજા અર્ચનાના ક્રમમાં કેટલાક મહત્ત્વપૂર્ણ સૂચન આપવામાં આવ્યા છે. રામલલાનો દરરોજ સરયૂ જળથી અને પંચામૃતથી અભિષેક કરવામાં આવશે. સરયૂ જળ લાવવાની વ્યવસ્થા બાબતે પણ વિચારણાં કરવામાં આવશે. રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા પછી દરરોજ છ આરતી કરવામાં આવશે. પહેલી આરતી રામલલાને જગાડવાની સાથે, બીજી આરતી સ્નાન કર્યા પછી, ત્રીજા આરતી રાજભોગ સમયે, ચોથી આરતી બપોરે રામલલાને જગાડવાની સાથે, પાંચમી આરતી સાંજે અને છઠ્ઠી આરતી રામલલાના સૂવા સમયે કરવામાં આવશે. રામ મંદિરમાં તહેનાત થનાર પૂજારીને પણ તાલીમ આપવામાં આવશે. દરરોજ વેદ મંત્રોના ઉચ્ચારણ પછી ગજ અને ગૌદર્શન કરાવવામાં આવશે. 

ડિસેમ્બરમાં અયોધ્યા રામમય બની જશે 
અયોધ્યાને ડિસેમ્બરથી જ રામમય બનાવવાની યોજના બનાવવામાં આવી રહી છે. જે માટે રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ અયોધ્યામાં બેઠક કરીને સલાહ લેવામાં આવી છે. બેઠકમાં રજૂ થયેલ પ્રસ્તાવ અનુસાર પ્રાણ પ્રતિષ્ઠાના આયોજનમાં દક્ષિણ અને ઉત્તરની પરંપરાઓને પૂર્ણ કરવામાં આવશે. પ્રાણ પ્રતિષ્ઠા બાબતે દરરોજ અનુષ્ઠાન અને મહાયજ્ઞનું આયોજન પણ કરવામાં આવશે. રામલલાને પંચકોસી પરિક્રમા અંતર્ગત ભ્રમણ કરાવવાનો પણ પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે. ટ્રસ્ટના સભ્યો દ્વારા રામકોટની પરિક્રમાના માધ્યમથી યાત્રા કાઢવાની યોજના પર વિચારણાં કરવામાં આવી રહી છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ટ્ર્સ્ટના સભ્ય તથા નિર્મોહી અખાડાના મહંત દિનેન્દ્ર દાસે જણાવ્યું કે, પ્રાણ પ્રતિષ્ઠા માટે સંતની સલાહ લેવામાં આવી રહી છે. બે મહિના પછી ટ્રસ્ટની બેઠક પર અંતિમ મહોર લગાવવામાં આવશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ