બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / At one time Shubman Gill was dominant in IPL, now suddenly what has happened is that the World Cup ticket can be cut

ક્રિકેટ / એકસમયે IPLમાં શુભમન ગિલનો હતો દબદબો, હવે એકાએક એવું શું થયું કે કપાઇ શકે છે વર્લ્ડકપની ટિકિટ!

Megha

Last Updated: 09:06 AM, 29 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL બાદ ગિલ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પરત ફર્યો ત્યારથી તેનું ફોર્મ ચિંતાનો વિષય બની ગયું છે. જ્યાં શુભમન ગિલ ફ્લોપ સાબિત થઈ રહ્યો છે ત્યાં ઈશાન કિશન તકોનો ખૂબ સારી રીતે લાભ લઈ રહ્યો છે

  • આઈપીએલ બાદ ગિલ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં નથી બતાવી શક્યો કમાલ 
  • ગિલ થઈ રહ્યો છે ફ્લોપ તો ઈશાન કિશન લઈ રહ્યો છે તકનો લાભ 
  • ગિલનો ફ્લોપ શો ચાલુ રહેશે તો તેનું પત્તું કપાઈ શકે છે

ટીમ ઈન્ડિયાના ઉભરતા સ્ટાર શુભમન ગિલે વર્ષ 2023ની શરૂઆત જોરદાર રીતે કરી હતી. શ્રીલંકા સામે સદી, ન્યુઝીલેન્ડ સામે બેવડી સદી અને ત્યારબાદ બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં જ્યારે તક મળી ત્યારે સદી ફટકારી હતી. આ પછી ગિલે આઈપીએલમાં પણ સદી ફટકારી હતી પણ હવે આઈપીએલ બાદ જ્યારે ગિલ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પરત ફર્યો છે ત્યારે તેનું ફોર્મ ચિંતાનો વિષય બની ગયો છે. જો કે મહત્વનું છે કે આઈપીએલ પહેલા પણ ગિલ ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની વનડે સીરિઝમાં ફ્લોપ રહ્યો હતો અને હવે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ અને વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર બે ટેસ્ટ અને એક વનડે રમ્યા બાદ પણ તે પોતાના એ જૂના ફોર્મમાં પરત આવી શક્યો નથી. 

ગિલ થઈ રહ્યો છે ફ્લોપ તો ઈશાન કિશન લઈ રહ્યો છે તકનો લાભ 
એ વાત પણ નોંધનીય છે કે એક તરફ શુભમન ગિલ ફ્લોપ સાબિત થઈ રહ્યો છે ત્યાં ઈશાન કિશન તકોનો ખૂબ સારી રીતે લાભ લઈ રહ્યો છે.  ટૂંકમાં વાત એમ છે કે ગિલે છેલ્લા કેટલાક મહિનામાં જે કર્યું હતું તેના અનુસાર માનવામાં આવી રહ્યું હતું કે તે વર્લ્ડ કપમાં રોહિત શર્મા સાથે ઓપનિંગ કરશે. પણ આ પછી ટેસ્ટ ક્રિકેટમાં ઓપનિંગ પોઝિશન તેની પાસે ગઈ અને યશસ્વી જયસ્વાલે ભવિષ્ય માટે તેની ટિકિટ કન્ફર્મ કરી. એવામાં હવે વેસ્ટ ઈન્ડિઝ સીરિઝની પહેલી વનડેમાં રોહિત શર્માએ પોતાની જગ્યાએ ઈશાન કિશનને ગિલ સાથે ઓપનિંગ માટે મોકલ્યો હતો. કિશને શાનદાર અડધી સદી ફટકારી અને ઓછા સ્કોરવાળી મેચમાં પણ જ્યારે વિકેટો પડી રહી હતી ત્યારે તે એક છેડે ઊભો રહ્યો. કિશનને વર્લ્ડ કપ માટે બેકઅપ ઓપનર તરીકે પણ જોવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં જો ગિલનો ફ્લોપ શો ચાલુ રહેશે તો તેનું પત્તું કપાઈ શકે છે. 

શુભમન ગિલ ફ્લોપ સાબિત થઈ રહ્યો છે
છેલ્લી કેટલીક મેચોમાં શુભમન ગિલના પ્રદર્શનની વાત કરીએ તો તેણે છેલ્લી 4 વનડેમાં તે માત્ર 64 રન જ બનાવી શક્યો છે. આ વનડેમાં ઓસ્ટ્રેલિયા સીરિઝની ત્રણ મેચ અને એક મેચ વેસ્ટ ઈન્ડિઝ સામે રમાયેલી પ્રથમ વનડે સામેલ છે. જણાવી દઈએ કે ગિલે આ સમયગાળા દરમિયાન અનુક્રમે માત્ર 20, 0, 37 અને 7 રન બનાવ્યા છે. આ સાથે જ તેનું ફોર્મ ટેસ્ટ મેચમાં પણ નીચે આવ્યું છે. ઓવલ ખાતે રમાયેલી WTC ફાઇનલમાં ગિલે ઓપનિંગ કર્યું અને માત્ર 13 અને 18 રન બનાવીને પરત ફર્યો હતો. આ પછી તેને વેસ્ટ ઈન્ડિઝ ટેસ્ટ સીરિઝની ત્રણ ઇનિંગ્સમાં માત્ર 6, 10 અને અણનમ 29 રન બનાવ્યા હતા. 

શું ગિલનું પત્તું કપાઈ શકે છે?
જો કે તાર્કિક રીતે જોઈએ તો એ કહેવું મુશ્કેલ છે કે વર્લ્ડ કપમાંથી શુભમન ગિલનું પત્તું કપાઈ જશે. કારણ કે વર્લ્ડ કપ ભારતમાં છે અને ભારતની ધરતી પર ગિલે શાનદાર પ્રદર્શન કર્યું છે. આવી સ્થિતિમાં હાલ તે રેસમાં સૌથી આગળ છે પરંતુ વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાએ હજુ વેસ્ટ ઈન્ડિઝ સામે બે વનડે, 5-6 વનડે એશિયા કપ અને વર્લ્ડ કપ પહેલા ઓસ્ટ્રેલિયા સામે ત્રણ વનડે મેચ રમવાની છે. જણાવી દઈએ કે વર્લ્ડ કપની ટીમ 5 સપ્ટેમ્બર સુધીમાં આવવાની છે, ત્યાં સુધી ટીમ ઈન્ડિયા તેમાંથી ઓછામાં ઓછી ત્રણ વનડે રમશે. એટલે કે જો આ ત્રણ વનડેમાં પણ તે ફ્લોપ રહે છે તો ટીમ મેનેજમેન્ટે વિચારવું પડશે. આવી સ્થિતિમાં તે રિઝર્વમાં અથવા બેકઅપ ઓપનરના સ્લોટ પર સરકી શકે છે. તે જ સમયે ઇશાન કિશન રોહિત શર્માની સાથે ઓપનિંગનો સૌથી આગળનો રનર સાબિત થઈ શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ