Arvind Kejriwal Resignation News: આમ આદમી પાર્ટીનાં કન્વીનર અને CM અરવિંદ કેજરીવાલે શુક્રવારે પાર્ટીનાં કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો. આ દરમિયાન અરવિંદ કેજરીવાલે પોતાના રાજીનામા પર મોટું નિવેદન આપ્યું છે.
અરવિંદ કેજરીવાલે AAP કાર્યકર્તાઓ સાથે બેઠક કરી
કહ્યું મને જેલ મોકલવાની તૈયારીઓ થઈ ગઈ છે
મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવા અંગે પણ કર્યો મોટો ખુલાસો
આમ આદમી પાર્ટીનાં કન્વીનર અને દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શુક્રવારે પાર્ટીનાં કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો હતો. આ દરમિયાન કેજરીવાલે કહ્યું કે આપણું સંગઠન અને કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીની શક્તિ છે. આ સાથે જ તેમણે PM મોદી પર પણ નિશાન સાધ્યો હતો અને સાથે જ કહ્યું હતું કે મને જેલ મોકલવાનો પ્લાન બની ગયો છે.
मैं इस्तीफ़ा जूते की नोक पर रख कर चलता हूँ,
मुझे मुख्यमंत्री की कुर्सी का लालच नहीं है।
'મને જેલ મોકલવાનો પ્લાન બનાવવામાં આવ્યો છે'
અરવિંદ કેજરીવાલે કાર્યકર્તાઓ સાથેની મિટીંગ દરમિયાન PM નરેન્દ્ર મોદી પર નિશાન સાધચાં કહ્યું કે,' મને જેલ મોકલવાનો પ્લાન બનાવવામાં આવ્યો છે. અમે લોકો જેલ જવાથી નથી ડરતાં. હું એકવખત 15 દિવસ માટે જેલમાં રહીને આવ્યો છું. અંદર ઠીક-ઠાક વ્યવસ્થાઓ હોય છે તેથી જેલ જવાથી તમે પણ કોઈ ડરશો નહીં. જો ભગત સિંહ આટલા દિવસ જેલમાં રહી શકે છે. મનીષ સિસોદિયા 9 મહિના જેલમાં રહી શકે છે. સત્યેંદ્ર જૈન એકવર્ષ જેલમાં રહી શકે છે જો આપણે જેલમાં જવાથી ન ડરવું જોઈએ.'
રાજીનામું આપવા અંગે વાત કરી રહ્યો છું- અરવિંદ કેજરીવાલ
અરવિંદ કેજરીવાલે આગલ લખ્યું કે,' અમને સત્તાની લાલચ નથી. 49 દિવસો બાદ રાજીનામું આપ્યું હતું. કોઈ પોતાની ચોકીદારીની નોકરીથી રાજીનામું નથી આપતું. મારા ખ્યાલથી હું દુનિયાનો પહેલો એવો મુખ્યમંત્રી છું જેણે પોતાની મરજીથી 49 દિવસો બાદ રાજીનામું આપ્યું હોય. રાજીનામાને હું પોતાના જૂતા નીચે લઈને ચાલુ છું. મુખ્યમંત્રીની ખુરશીની કોઈ લાલચ નથી. મને રાજીનામું આપવું જોઈએ કે જેલથી સરકાર ચલાવવી જોઈએ - આ વિષયે હું અલગ-અલગ લોકોની સાથે ચર્ચા કરી રહ્યો છું. પોતાના તમામ ધારાસભ્યો સાથે પણ ચર્ચા કરી રહ્યો છું. આજે પોતાના કાર્યકર્તાઓ સાથે વાત કરી.'
જનતાની મરજી વિના અમે કંઈ નહીં કરીએ- કેજરીવાલ
મુખ્યમંત્રીએ AAP કાર્યકર્તાઓને કહ્યું કે, 'હવે આ તમારા લોકોની જવાબદારી છે. દિલ્હીની જનતાએ આપણને ઘણો પ્રેમ આપ્યો છે. દિલ્હીની જનતાની મરજી વિના આપણે કંઈ નહીં કરીએ. તમારે દિલ્હીમાં ઘરે-ઘરે જવાનું છે અને જનતાને પૂછવાનું છે કે શું કરવું જોઈએ. આવનારા 10-15 દિવસોમાં આપણે દિલ્હીમાં તપાસ કરવાની છે. ઘરે-ઘરે જવાનું છે અને જનતાને પૂછવાનું છે કે શું રાજીનામું આપવું જોઈએ કે જેલમાં બેસીને સરકાર ચલાવવી જોઈએ..જે જનતા કહેશે એ અમે કરશું.'