બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / ભારત / Arvind Kejriwal taken to Tihar

દિલ્હી / ખૂંખાર ગુનેગારોનું ઘર તિહાડ જેલ પહોંચ્યાં કેજરીવાલ, બેરક નં.2માં રખાશે, 14 દિવસ શું કરશે?

Hiralal

Last Updated: 04:26 PM, 1 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દારુ કૌભાંડના આરોપી દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને દિલ્હીની હાઈ પ્રોફાઈલ તિહાડ જેલમાં મોકલી દેવામાં આવ્યાં છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 15 એપ્રિલ સુધી જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. ઇડીની કસ્ટડી પૂરી થયા બાદ કેજરીવાલને આજે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ઈડીએ વધુ કસ્ટડીની માંગ કરી ન હતી, ત્યારબાદ કોર્ટે તેમને 15 દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં જેલમાં મોકલવાનો નિર્ણય કર્યો હતો. કેજરીવાલને તિહાડ જેલની બેરેક નંબર 2માં રાખવામાં આવશે. તેમની સાથે બીજા કોઈને નહીં રાખવામાં આવે. તેમની બેરેકની ચોવીસ કલાક સીસીવીટી કેમેરાથી નજર રાખવામાં આવશે. કેજરીવાલે રામાયણ, ગીતા અને નીરજા ચૌધરીના પુસ્તક હાઉ પ્રાઇમ મિનિસ્ટર ડિસીઝનની માગણી કરી છે. આ સિવાય દવાઓને જેલમાં રાખવા માટે પરવાનગી માંગવામાં આવી છે.

14 દિવસ કેવી રીતે પસાર કરશે 
અરવિંદ કેજરીવાલ, તિહાડમાં અન્ય કેદીઓ સાથે, તેમની સવાર સાંજે 6:30 વાગ્યે શરૂ કરશે. તેમને નાસ્તામાં ચા-બ્રેડ આપવામાં આવશે. સીએમ કેજરીવાલને સવારે સ્નાન કર્યા બાદ કોર્ટમાં જવું પડશે તો આ માટે મંજૂરી આપવામાં આવશે. આ દરમિયાન તે પોતાની લીગલ ટીમને પણ મળી શકશે. તિહારમાં બપોરનું ભોજન સવારે 10:30 થી 11 દરમિયાન યોજાશે. તેમને ભોજનમાં દાળ, શાકભાજી અને પાંચ રોટલી કે ભાત આપવામાં આવશે. અન્ય કેદીઓની સાથે તેમને બપોરે 3.30 વાગ્યે બે બિસ્કીટ સાથે એક કપ ચા પીરસવામાં આવશે. સાંજે 4 વાગ્યે સીએમ કેજરીવાલને પોતાના વકીલોને મળવાની મંજૂરી આપવામાં આવશે. તિહાર જેલમાં રાત્રિભોજન સાંજે 5.30 વાગ્યે શરૂ થાય છે. ત્યાં રાત્રે પણ દાળ, શાક, રોટલી કે ભાત આપવામાં આવે છે.

મુખ્યમંત્રી પાસે બીજી કઈ સુવિધાઓ 
કેજરીવાલ તિહાડ જેલમાં ટીવીની સુવિધા પણ અપાઈ છે જોકે લોક-અપમાં અને ભોજન દરમિયાન ટીવી નહીં જોઈ શકે. કેજરીવાલ ડાયાબિટીસના દર્દી છે. આવી સ્થિતિમાં જેલની અંદર તેમની નિયમિત તપાસ કરવામાં આવશે. ઈમરજન્સી માટે 24 કલાક ડોક્ટર હશે. કેજરીવાલના વકીલે તેમને વિશેષ આહાર આપવા વિનંતી કરી છે કારણ કે ડાયાબિટીસના દર્દીઓએ ભોજન અથવા નાસ્તા દરમિયાન વધારાની સાવચેતી રાખવી પડે છે.

'જેલમાંથી સરકાર ચલાવવી શક્ય નથી'
જેલમાંથી સરકારને ચલાવવાની પ્રક્રિયા અંગે તિહાર જેલના પૂર્વ પીઆરઓ સુનીલ કુમાર ગુપ્તા કહે છે, "આ ખૂબ જ પડકારજનક હશે. મુખ્યમંત્રીની સાથે અંગત સ્ટાફ પણ હોવો જોઈએ. અત્યાર સુધી 16 જેલ છે અને તેમાંથી કોઇને પણ એવી સુવિધા નથી કે જ્યાંથી મુખ્યમંત્રી પદ ચલાવી શકાય. આ માટે તમામ નિયમો તોડવા પડશે. કોઈ પણ આટલા બધા નિયમો તોડવા દેશે નહીં. સરકાર ચલાવવી એ માત્ર ફાઇલો પર સહી કરવાનું જ કામ નથી. સરકાર ચલાવવા માટે કેબિનેટની બેઠકો બોલાવવામાં આવે છે. પ્રધાનોની સલાહ લેવામાં આવે છે અને ત્યાં ઘણો સ્ટાફ છે. એલજી સાથે મીટિંગ કે ટેલિફોનિક વાતચીત થાય છે. જેલમાં ટેલિફોનની કોઈ સુવિધા નથી. લોકો તેમની ફરિયાદોના નિવારણ માટે મુખ્યમંત્રીને મળવા આવે છે. જેલમાં સીએમ ઓફિસ બનાવવી અશક્ય છે. જેલમાં કેદીઓ દરરોજ 5 મિનિટ સુધી પોતાના પરિવાર સાથે વાત કરી શકે છે અને આ બધુ રેકોર્ડ થઇ જાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ