Argentina: અર્જેન્ટીનાના ઉત્તર પશ્ચિમમાં સાલ્ટા શહેરનો 23 વર્ષના એક યુવક પોતાની મરી ચુકેલી 91 વર્ષની કાકીના પેન્શન પર દાવો કરી રહ્યો છે. તેનું કહેવું છે કે તેણે પોતાની કાકી સાથે લગ્ન કર્યા હતા અને હવે તે પેન્શનનો હકદાર છે.
અર્જેન્ટીનાથી સામે આવ્યો અનોખો કિસ્સો
23 વર્ષના યુવકે કાકીના પેન્શન પર કર્યો દાવો
કહ્યું તેણે લગ્ન કર્યા હતા અને તે પેન્શનનો હકદાર
અર્જેન્ટીનાથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં 23 વર્ષના એક વકીલ Mauricio પોતાની મરી ચુકેલી 91 વર્ષની કાકી યોલાન્ડા ટોરિસના પેન્શન પર દાવો કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે તેમણે વર્ષ 2015માં ફેબ્રુઆરીમાં પોતાની 91 વર્ષની કાકી સાથે લગ્ન કર્યા હતા અને એપ્રિલ 2016માં કાકીનું મોત થઈ ગયું. એવામાં તે પેન્શનના હકદાર છે. પરંતુ પ્રશાસને તેમની અરજીને ત્યારે ફગાવી દીધી જ્યારે તપાસમાં તેમના પડોસીઓએ લગ્નની વાતને ફ્રોડ ગણાવી.
અર્જેન્ટીનાના ઉત્તર પશ્ચિમમાં સાલ્ટા શહરેનો મૌરિસિયો, 2009માં પોતાના માતા-પિતાથી અલગ થયા બાદ પોતાની માતા, બહેન, દાદી અને મોટી કાકી સાથે રહેતો હતો અને 2016માં યોલાન્ડાના મૃત્યુ બાદ તે કાકીના પેન્શન માટે રજીસ્ટ્રેશનનનો પ્રયત્ન કરી રહ્યો હતો.
"પેન્શન મેળવીને રહીશ"
મોરિસિયોના દાવા પર તપાસ શરૂ કરવામાં આવી જેમાં અધિકારીઓએ તે લોકો સાથે પણ વાત કરી જે પરિવારને જાણતા હતા અને તેમાં પડોસી પણ શામેલ હતા. પડોસીઓએ કથિત રીતે કહ્યું કે તેમને લગ્ન વિશે કંઈ ખબર નથી. પરીણામે એવું થયું કે મોરિસિયોનો દાવો ફગાવી દેવામાં આવ્યો. પરંતુ હવે મોરિસિયોએ કહ્યું કે તે સાબિત કરવા માટે દેશની સર્વોચ્ચ અદાલતમાં જશે અને પેન્શન મેળવવીને રહેશે.
તેણે પોતાના સ્થાનીક છાપા અલ ટ્રિબ્યૂનો ડી સાલ્ટાને જણાવ્યું, "યોલાંડા મારા જીવનમાં મોટો સહારો હતી અને મારા સાથે લગ્ન કરવા તેની છેલ્લી ઈચ્છા હતી. હું યોલાન્ડાને દિલથી પ્રેમ કરતો હતો. તેના મોતનું દુખ મને જીવનભર રહેશે."