બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / andhra pradesh road accident darsi prakasam district seven people died

BIG BREAKING / આંધ્રપ્રદેશમાં ગંભીર અકસ્માત: જાનૈયાઓથી ભરેલી બસ કેનાલમાં ખાબકતા 7નાં મોત, અનેક ઘાયલ

Malay

Last Updated: 10:24 AM, 11 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આંધ્રપ્રદેશમાં જાનૈયાઓથી ભરેલી એક બસ કેનાલમાં ખાબકતા 7 લોકોના મૃત્યુ નીપજ્યાં છે. આ દુર્ઘટના પર CM વાયએસ જગન મોહન રેડ્ડીએ શોક વ્યક્ત કર્યો છે.

  • આંધ્રપ્રદેશના પ્રકાશમ જિલ્લા ભયાનક અકસ્માત
  • જાનૈયાઓથી ભરેલી બસ કેનાલમાં ખાબકી
  • દુર્ઘટનામાં 7ના મોત અને 35 લોકો ઈજાગ્રસ્ત

આંધ્રપ્રદેશના પ્રકાશમ જિલ્લામાં મંગળવારે ભયાનક અકસ્માત સર્જાયો છે. અહીં લગ્ન પ્રસંગમાં જઈ રહેલી એક બસ વહેલી સવારે કેનાલમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં 7 લોકોના મૃત્યુ  થયા છે, જ્યારે 35 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ દુર્ઘટના પર આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું છે.પોલીસ હાલ આ મામલે તપાસ કરી રહી છે.

પોડિલીથી કાકીનાડા જઈ રહી હતી બસ
મળતી માહિતી અનુસાર, સોમવાર-મંગળવારની મધ્ય રાત્રીએ દર્શી નજીક જાનૈયાઓથી ભરેલી એક બસ સાગર કેનાલમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં 7 લોકોના મોત થયા છે. જ્યારે 35 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. જાનૈયાઓથી ભરેલી બસ પોડિલીથી કાકીનાડા જઈ રહી હતી ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે અકસ્માત સમયે બસમાં 40થી 45 લોકો સવાર હતા. અકસ્માતની માહિતી મળતાની સાથે જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી.

મૃતકોમાં એક બાળક પણ સામેલ
આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ડ્રાઈવરને ઝોકું આવી જતાં આ અકસ્માત સર્જાયો છે. મૃતકોમાં એક બાળક પણ સામેલ છે. આ ઉપરાંત દુર્ઘટનામાં 35 જેટલા લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. મૃતકોની ઓળખ  અબ્દુલ અઝીઝ (65), અબ્દુલ હાની (60), શેખ રમીઝ (48), મુલ્લા નૂરજહાં (58), મુલ્લા જાની બેગમ (65), શેખ શબીના (35) અને શેખ હિના (6) તરીકે થઈ છે. 

મુખ્યમંત્રીએ શોક વ્યક્ત કર્યો
આ માર્ગ અકસ્માત પર રાજ્યના મુખ્યમંત્રીએ પીડિતોના પરિવારના સભ્યો પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડીના કાર્યાલય તરફથી એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મુખ્યમંત્રીએ આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ