બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Ambalal Patel Forecast: Michong will impact across India, Gujarat likely to receive rain on this date

હવામાન અપડેટ / અંબાલાલ પટેલની આગાહી: મિચોંગની અસર ભારતભરમાં થશે, ગુજરાતમાં આ તારીખે પડી શકે છે વરસાદ, ઠંડા પવન પણ ફૂંકાશે

Priyakant

Last Updated: 12:17 PM, 6 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ambalal Patel Forecast Latest News: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું, જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં પણ ઠંડી યથાવત રહેશે, 19 થી 23 સુધીમાં એક ભારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ભારે હિમવર્ષા થશે અને ઠંડા પવનો ફૂંકાશે

  • હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી 
  • મિચોંગ વાવાઝોડાની અસર દેશના ઘણા ભાગોમાં થશે: અંબાલાલ
  • વાવાઝોડાના લેન્ડફોલ બાદ પૂર્વીય મધ્ય પ્રદેશમાં અસર વર્તાશે:અંબાલાલ
  • અરબ સાગરના ભેજના કારણે ઉત્તરીય ભાગોમાં અસર વર્તાશે: અંબાલાલ
  • 7 ડિસેમ્બરથી ભારે ઠંડા પવનો ફૂંકાશે, ગુજરાતમાં પણ ઠંડા પવનો ફૂંકાશે: અંબાલાલ
  • 13 થી 18ની વચ્ચે ગુજરાતમાં પણ માવઠુ થવાની શક્યતા: અંબાલાલ

Ambalal Patel Forecast : રાજ્યમાં કમોસમી વરસાદને લઈ ફરી એકવાર મોટી આગાહી સામે આવી છે. વિગતો મુજબ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. આ સાથે મિચોંગ વાવાઝોડાની અસર દેશના ઘણા ભાગોમાં થશે તેવી પણ આગાહી કરી છે. અંબાલાલ પટેલે કરેલ આગાહી મુજબ મિચોંગ વાવાઝોડાના લેન્ડફોલ બાદ પૂર્વીય મધ્ય પ્રદેશમાં અસર વર્તાશે. જેને લઈ અરબ સાગરના ભેજના કારણે ઉત્તરીય ભાગોમાં અસર વર્તાશે. 7 ડિસેમ્બરથી ભારે ઠંડા પવનો ફૂંકાશે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલે કહ્યું કે, મિચોંગ વાવાઝોડાની અસર દેશના ઘણા ભાગોમાં થશે. વાવાઝોડાના લેન્ડફોલ બાદ પૂર્વીય મધ્ય પ્રદેશમાં અસર વર્તાશે. જેથી મહારાષ્ટ્રને કેટલાક ભાગોમાં તેની અસર વર્તાશે.તેના કારણે અરબ સાગરના ભેજના કારણે ઉત્તરીય ભાગોમાં અસર વર્તાશે. દિલ્લી, પંજાબ, હરીયાણા સહીતના ભાગોમાં ગાઢ ધુમ્મસ રહેશે. આ સાથે 7 ડિસેમ્બરથી ભારે ઠંડા પવનો ફૂંકાશે અને અંબાલાલ પટેલે ગુજરાતમાં પણ ઠંડા પવનો ફૂંકાવાની આગાહી કરી છે. 

આ તારીખે કમોસમી વરસાદની આગાહી 
અંબાલાલ પટેલે 13, 14, 15 ડિસેમ્બરે દેશના ઉત્તર ભાગોમાં કમોસમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. આ સાથે 13 થી 18 ની વચ્ચે ગુજરાતમાં પણ માવઠુ થવાની શક્યતા વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલે કહ્યું કે, 19 થી 23 સુધીમાં એક ભારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ભારે હિમવર્ષા થશે અને ઠંડા પવનો ફૂંકાશે. અંબાલાલ પટેલે કહ્યું કે, કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં 10 ડિગ્રી સુધી તાપમાન પહોંચશે. આ સાથે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં પણ ઠંડી યથાવત રહેવાની સંભાવના અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ