બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Allotment of accounts to newly inducted MLAs in the Maharashtra Cabinet

Maharashtra Cabinet Portfolio / મહારાષ્ટ્રમાં નવા મંત્રીઓને સોંપાયો કાર્યભાર: ડેપ્યુટી CM અજીત પવારના શિરે મહત્વના મંત્રાલયનો હવાલો

Kishor

Last Updated: 09:44 PM, 14 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શિવસેના અને ભાજપ પાર્ટીના ગઠબંધન બાદ નવા મહારાષ્ટ્ર રાજ્યના કેબિનેટમાં સામેલ નવા એનસીપીના ધારાસભ્યોને ખાતા ફાળવી દેવામાં આવ્યા છે.

  • મહારાષ્ટ્ર કેબિનેટમાં સામેલ કરાયેલા નવા ધારાસભ્યોને ખાતાની ફાળવણી
  • અજીત પવારને સૌથી મહત્વનું નાણા સોંપાયું
  • શિવસેના અને ભાજપ પાર્ટીના ગઠબંધન બાદ નવા સભ્યોને ખાતા સોંપાયા

મહારાષ્ટ્રના રાજકારણમાં ભારે ઉથલપાથલ બાદ રાજકીય તણાવ જેવો માહોલ સર્જાયો હતો. બાદમાં હવે મહારાષ્ટ્ર રાજ્યના કેબિનેટમાં સામેલ કરાયેલા નવા એનસીપીના ધારાસભ્યોને ખાતા ફાળવી દેવામાં આવ્યા છે. જેમાં એનસીપીના અજીત પવારને સૌથી મહત્વનું ગણાતું નાણા અને આયોજનનું ખાતું સોંપવામાં આવ્યું છે. બીજી બાજુ છગન ભુજબળને ખાધ્ય નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગની જવાબદારી સોંપાઈ છે. ઉપરાંત ડ્રગ એન્ડ એડમિનિસ્ટ્રેશનની જવાબદારી ધરમરાવબા આત્રામને આપવામાં આવી છે. મહત્વનું છે કે શરદ પવારની આગેવાની હેઠળની એનસીપીનું વિસર્જન થયા બાદ સત્તાધારી શિવસેના અને ભાજપ પાર્ટીના ગઠબંધન બાદ નવા સભ્યોને ખાતા સોંપાયા છે.

દેવેન્દ્ર ફડણવિસ પાસે ગૃહ સિંચાઈ અને ઉર્જા વિભાગ

વધુમાં પ્રથમ મહિલા મંત્રી તેવા અદિતિ તટકરેને મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. તો અબ્દુલ સત્તારને અલ્પસંખ્યાક મંત્રી બનાવ્યા છે. સાથે સાથે હસન મુશ્રીફને તબીબ અને શિક્ષણ મંત્રાલય, તો કૃષિ મંત્રાલયની જવાબદારી ધનજય મુન્ડેના શિરે મૂકવામાં આવી છે. બીજી બાજુ શિવસેના એકનાથ સિંધે જૂથના અબ્દુલ સતાર અને સંજય રાઠોડના કૃષિ અને એફડીઆઈ વિભાગો એનસીપી જૂથને આપી દેવામાં આવ્યા છે. સંજય રાઠોડને જળ સંરક્ષણ વિભાગની જવાબદારી અને દેવેન્દ્ર ફડણવિસ પાસે ગૃહ સિંચાઈ અને ઉર્જા વિભાગ અપાયું છે.

રિસામણા મનામણાં બાદ અંતે જાહેરાત

વધુમાં દિલીપ પાટીલ સહકારી વિભાગ તથા અનિલ પાટીલ રાહત અને પુનર્વસન તથા આપત્તિ વ્યવસ્થાપનની જવાબદારી સંભાળી છે. તો રમત ગમત અને યુવા કલ્યાણ તથા બંદર વિભાગની જવાબદારી સંજય બંસોડને અપાઇ છે. કહેવામાં આવી રહ્યું છે કે નવા ખાતાની ફાળવણી બાદ આંતરિક ઝઘડો શરૂ થયો હતો. આથી અજીત પવાર અને એકનાથ શિંદે જૂથની મડાગાંઠને કારણે કેબિનેટ વિસ્તરણમાં વિલંબ થયો  હતો.જોકે રિસામણા મનામણાં બાદ અંતે જાહેરાત કરાઈ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ