બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / All the coastal districts of Gujarat have been alerted by the administration due to Biporjoy

રોદ્ર સ્વરૂપ / ગુજરાતનો દરિયો ગાંડોતૂર: ઠેર ઠેર ભયસૂચક સિગ્નલ લાગવાની શરૂઆત, તંત્રમાં મચી દોડધામ

Malay

Last Updated: 02:36 PM, 11 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાવાઝોડાની અસર વર્તાવાની ગુજરાતમાં શરૂ થઈ ગઈ છે. દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. તમામ બંદરો પર 2 નંબરનું સિગ્નલ હટાવીને 4 નંબરનું સિગ્નલ લગાવાયું છે.

 

  • વાવાઝોડાને લઈ બંદરો પર દરિયાનું રોદ્ર સ્વરૂપ
  • ધામળેજ બંદર પર દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા
  • ડુમસ બીચ તરફ જવાનો રસ્તો બંધ કરાયો
  • તમામ બંદરો પર 4 નંબરનું સિગ્નલ લગાવાયું

દક્ષિણપૂર્વી અરબી સમુદ્રમાં ઉદભવેલુ ચક્રવાત બિપરજોય એક્સ્ટ્રીમ સિવિયર સાયક્લોનિક સ્ટોર્મમાં પરિવર્તિત થયું છે. ચક્રવાત બિપોરજોયને લઈ ગુજરાતના દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે. વાવાઝોડું દક્ષિણ પશ્ચિમ પોરબંદરથી હાલ 460 કિલોમીટર દૂર છે. બિપોરજોય વાવઝોડું સૌરાષ્ટ્રના દરિયા કિનારા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે તંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે. આગામી 15 જૂન સુધીમાં વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારે ટકરાઈ શકે છે. વાવાઝોડાના પગલે ગુજરાતના તમામ બંદરો પર 2 નંબરનું સિગ્નલ હટાવીને 4 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. 

વાવાઝોડાની આગાહીને પગલે CM ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં
બીપોરજોય વાવાઝોડાને કારણે ગુજરાત રાજ્યનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્ર એલર્ટ બન્યું છે. તો બિપરજોય વાવાઝોડાની આગાહીને પગલે ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક્શન મોડમાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરની મુલાકાતે પહોંચ્યા હતા. સાયક્લોનની સ્થિતિ અંગે CM ભૂપેન્દ્ર પટેલે ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતેથી વીડિયો કોન્ફરન્સનું યોજી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દરિયા કિનારાના જિલ્લા કલેક્ટરો સાથે બેઠક કરી હતી. તેમણે કલેક્ટરોને પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ રહેવાનો આદેશ આપ્યો હતો. આ બેઠકમાં મુખ્ય સચિવ રાજકુમાર અને રાહત કમિશનર પણ જોડાયા હતા.

દરિયામાં જોવા મળી રહ્યો છે કરંટ
સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં ભારે પવન ફૂંકાવાનો શરૂ થઈ ગયો છે. બિપોરજોય વાવાઝોડને પગલે દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. જાફરાબાદના દરિયામાં બિપરજોય વાવાઝોડાની ભારે અસર જોવા મળી રહી છે.  વાવાઝોડાની અસરને પગલે દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. અચાનક જ દરિયાના પાણીનો રંગ પણ બદલાયો છે. દરિયા કિનારે ભારે પવન ફૂંકાવવાનું શરૂ થયું છે. જેના કારણે દરિયાકાંઠે પહોંચેલા લોકોને દરિયાથી દૂર જવાની સૂચના અપાઈ છે.  પાલિકાનું ફાયર વિભાગ પણ દરિયાકાંઠે તૈનાત છે. સ્થાનિકોને દરિયા કિનારે ન જવાની સૂચના આપવામાં આવી છે.

વૃક્ષ કટિંગની કામગીરી શરૂ કરાઇ
બિપરજોય વાવાઝોડાને લઈને પોરબંદર તંત્ર એક્શનમાં આવી ગયું છે. મોટા વૃક્ષોનું કટિંગ કામગીરી શરૂ કરવામાં આવી છે. ફાયર ફાઈટરની ટીમે વૃક્ષ કટિંગની કામગીરી શરૂ કરી છે. ભારે પવન ફૂંકાતા કોઈ જાનહાનિ ન થાય તે માટે વૃક્ષ કટિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. ફાયર બ્રિગેડ દ્વારા ભયાનક અને નમી ગયેલ વૃક્ષોનું કટિંગ શરૂ કરાયું છે.

દ્વારકાના બંદર પર 4 નંબરનું સિગ્નલ લગાવાયું
વાવાઝોડાની આગાહીને પગલે દ્વારકાના બંદર પર 4 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. તમામ બંદરો પર 4 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવવામાં આવ્યું છે. બંદર પર લાંગરવામાં આવેલી તમામ બોટને સલામત સ્થળે ખસેડાઈ છે. માછીમારોને દરિયો ન ખેડવાની તંત્રએ સૂચના આપી છે. દરિયાકાંઠા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસેડવાની તંત્રએ અપીલ કરી છે. 

વાવાઝોડાની અસરના ભાગરૂપે સિગ્નલ બદલાવાયું
વાવાઝોડાને લઈ મોરબી જિલ્લા તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. નવલખી બંદરે 4 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવાયું છે. નવલખી બંદરે 2 નંબરનું સિગ્નલ હટાવીને 4 નંબરનું સિગ્નલ લગાવાયું છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. દરિયાકાંઠાના વિસ્તારમાંથી લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરવાની સૂચના અપાઈ છે.

વર્ષનું પ્રથમ વાવાઝોડું ત્રાટકવાની તૈયારીમાં: આ વિસ્તારોમાં પડી શકે ભારે  વરસાદ, હવામાન વિભાગે આપી દીધું એલર્ટ | 2022 first cyclone asani about to  knock imd ...

ડુમસ બીચ તરફ જવાનો રસ્તો બંધ કરાયો
બિપરજોય વાવાઝોડાના આગાહીને પગલે જામનગરના પણ તમામ બંદરો પર 4 નંબરનું સિગ્નલ લગાવાયું છે. દરિયા કાંઠે લોકોને અવરજવર ન કરવા સૂચના આપવામાં આવી છે. આજે સતત બીજા દિવસે ડુમસ બીચ લોકો માટે બંધ છે. રોડ પર પોલીસે ડુમસ બીચ બંધ હોવાના પોસ્ટર લગાવ્યા છે. ડુમસ બીચ તરફ જવાનો રસ્તો બેરીકેટ લગાવીને બંધ કરાયો છે. રવિવાર હોવાથી બીચ પર લોકો ન પહોંચે તેને લઈ તંત્ર અલર્ટ થઈ ગયું છે. 

ધામળેજ બંદર પર વાવાઝોડાની અસર
ગીર સોમનાથ જિલ્લામાં બિપરજોય વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. ધામળેજ બંદર પર વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. ધામળેજ બંદર પર દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે.  દરિયામાં કરંટ સાથે પવનની ગતિમાં પણ વધારો થયો છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Biporjoy Cyclone metrology department દરિયાકાંઠે એલર્ટ દરિયામાં કરંટ વાવાઝોડાની અસર હવામાન વિભાગ Biporjoy Cyclone In Gujarat
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ