બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / વિશ્વ / Aliens attacked America nuclear missiles says the ex officer

OMG / અમેરિકી પરમાણુ બેસ પર એલિયને કર્યો હતો હુમલો.! સેનાના ઓફિસરે કર્યો મોટો ખુલાસો, સરકારે વાત છાની રાખી

Vaidehi

Last Updated: 07:17 PM, 16 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Alien Attack in US: અમેરિકી વાયુસેનાનાં પૂર્વ કેપ્ટને ખુલાસો કરતાં જણાવ્યું કે 1967ની સાલમાં એક વિચિત્ર ઘટના બની હતી જેમાં આકાશમાં સંભવત: UFO ઊડી રહ્યાં હતાં.

  • અમેરિકી વાયુસેનાનાં પૂર્વ કેપ્ટને કર્યો ખુલાસો
  • 1967માં થયેલા યુદ્ધ અંગે કરી વાત
  • કહ્યું આકાશમાં UFO સાથે વાયુસેનાની થઈ હતી અથડામણ

અમેરિકી વાયુસેનાનાં પૂર્વ કેપ્ટને ખુલાસો કર્યો છે કે અને દશકાઓ પહેલાં મિસાઈલ બેઝ પર જોવા મળેલ એક અજ્ઞાત ફ્લાઈંગ ઓબજેક્ટે સમય યુદ્ધની શરૂઆત કરી દીધી હતી. 

'આકાશમાં લાલ-નારંગી અને ચમકદાર પદાર્થ ઊડી રહ્યું હતું'
સંયુક્ત રાજ્ય વાયુસેનાનાં પૂર્વ કેપ્ટન રોબર્ટ સાલાસે નેશનલ જીયોગ્રાફિક શો પર જણાવ્યું કે 24 માર્ચ 1967નાં બનેલી એક ઘટનાએ તપાસ એજન્સીઓને 3 વર્ષ સુધી મૂંજવણમાં મૂકી દીધી હતી. તેમણે જણાવ્યું કે ત્યારે આકાશમાં લાલ-નારંગી અને ચમકદાર પદાર્થ ઊડી રહ્યું હતું. ત્યારબાદ સાલાસને 5 મિનીટ બાદ એક ફોન આવ્યો જે બાદ તેમને ખબર પડી કે તેમના પર હુમલો થઈ રહ્યો છે.

'સરકારે આ વિષય પર કોઈ તપાસ હાથ ધરી નહીં'
અમેરિકી ઓફિસર અનુસાર આ કોના દ્વારા કરવામાં આવી રહ્યું હતું તેની જાણ તેમને નહોતી. નિયંત્રણ ખંડમાં સાયરન વાગી રહી હતી અને લોકો આકાશનાં આ પ્રકાશમાં ઊડતા દેખાઈ રહ્યાં હતાં. સાલાસ અનુસાર આ ઘટનાએ મોટી સંખ્યામાં પરમાણુ મિસાઈલો અને હથિયારોને પણ નુક્સાન પહોંચાડ્યું હતું તેમ છતાં અમેરિકી સરકારે આ વિષય પર કોઈ તપાસ હાથ ધરી નહીં. એટલું જ નહીં આ મામલાની જાણકારી ધરાવતાં યૂનિટનાં પ્રમુખોને ઘટનાને ગુપ્ત રાખવા માટે હસ્તાક્ષર પણ કરવા પણ કહેવામાં આવ્યું હતું.

પુસ્તકમાં પણ ઘટના અંગે દાવાઓ
તો આ ઘટનાનાં 3 વર્ષ બાદ અમેરિકી વાયુ સેનાએ એવું કહીને પોતાની UFOની તપાસને બંધ કરાવ્યું કે કોઈ નુક્સાન પહોંચ્યું નહોતું. અત્રે ઉલ્લેખનીય છે કે પૂર્વ પોલીસ અધિકારી ગેરી હેસલ્ટાઈનની એક પુસ્તકમાં પણ દાવો કરવામાં આવ્યો હતો કે અમેરિકી વાયુ સેનાએ બ્રિટનની ઉપર ઉડતાં UFOની ગોળી મારી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ